ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મોહન પરમાર, Mohan Parmar


પ્રેરક વાક્ય
‘દરેક વસ્તુનો અંત હોય છે.’

ટૂંક પરિચય

________________________________________

સમ્પર્ક – એ/225, પરિમલ સોસાયટી, કીર્તિધામ તીર્થની પાછળ, ચાંદખેડા, અમદાવાદ- 382 424

જન્મ

 • 15, માર્ચ – 1948, ભાસરિયા, જિ. મહેસાણા

કુટુમ્બ

 • માતા – મંછીબેન; પિતા– અંબારામ
 • પત્ની – જશોદા (લગ્ન – 1971- પીલવાઇ) ; પુત્ર – મનોજ

અભ્યાસ

 • 1966 – એસ.એસ.સી.
 • 1982 – બી.એ.
 • 1984 – એમ.એ.

વ્યવસાય

 • ગુજરાત મેરીટાઇમ બોર્ડની કચેરીમાં ઓડીટર

જીવનઝરમર

 • પ્રથમ મૌલિક કૃતિ – ‘ચાંદની’ માસિકમાં ‘સંકેત’ નામની વાર્તા
 • ‘નકલંક’ તેમની બહુ જ વખાણાયેલી વાર્તા / વાર્તાસંગ્રહ છે.
 • રઘુવીર ચૌધરીના ખાસ પ્રીતિપાત્ર લેખક
 • આકાશવાણી પર વાર્તા વાંચન કર્યું છે.
 • ‘અક્ષય’ નામનું સામાયિક શરુ કર્યું હતું.
 • બાધા આખડી કે પાઠ્પૂજામાં નથી માનતા, પણ ઇશ્વર અને ગુરુમાં વિશ્વાસ ધરાવે છે.
 • મોટાભાઇ વાંચવા નવલકથાઓ લાવતા હતા, તેમાંથી સહિત્યમાં રસ જાગ્યો.

રચનાઓ  –  આઠ પુસ્તકો

 • વાર્તાસંગ્રહ – કોલાહલ, નકલંક, કુમ્ભી, પોઠ
 • નવલકથા – ભેખડ, વિક્રીયા, કાળગ્રસ્ત, પ્રાપ્તિ, નેળિયું, પ્રિયતમા, અષ્ટફળ, દયા પશાની વાડી, લુપ્તવેધ
 • નાટક – બહિષ્કાર
 • વિવેચન– સંવિત્તિ. અણસાર
 • સંપાદન – ગુજરાતી દલિત વાર્તા *

લાક્ષણિકતાઓ

 • વાર્તાઓમાં ઘટનાતત્વનો અલ્પ આશ્રય અને કાવ્યમય ગદ્ય
 • તેમની રચનાઓ માત્ર દલિતોની વ્યથા પુરતી મર્યાદિત નથી.
 • ગુજરાતી કથા સાહિત્યમાં આવેલા નવા વલણોનો પ્રભાવ
 • વિવેચનમાં દલિત લેખકોની ટીકા કરવાની પણ હિમ્મત

સન્માન

 • * ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ ઇનામ

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
 • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2

6 responses to “મોહન પરમાર, Mohan Parmar

 1. Pingback: અનુક્રમણિકા - મ « ગુજરાતી સારસ્વત પરિચય

 2. Pingback: ૪૬મું ગુજરાતી સાહિત્ય પરીષદ રૂપાયતન-જૂનાગઢમાં « The Official Blog Of Rupayatan

 3. Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: