ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

^સિધ્ધાર્થ – હર્મન હેસ


લેખક

પ્રકાશક

  • ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય [  કાન્તિલાલ ગોવિંદલાલ શાહ  ]

સરનામું

  • રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ – 380 001

વિગત

  • 144 પાનાં

મૂલ્ય

  • 28/-  રૂપીયા

કથાવસ્તુ

  • સિધ્ધાર્થ એક સત્ય શોધક છે. ઉગ્ર તાપસ તરીકેની તેની જીવનયાત્રા બે ત્રણ વળાંકો લઇ સત્યપ્રાપ્તીમાં પરિણમે છે. બીજા વળાંકમાં તો તે એક રૂપજીવીનીની સાથે પણ સંસાર માંડીને રહે છે ! આ બ્રાહ્મણપુત્રની શોધયાત્રા   યાતના અને ભય ઉપર વિજય, સમૃધ્ધિ, વિલાસ, અને કામાસક્તિના આનંદને પાર કરતી અને અંતે અનંત શાંતિનો અનુભવ કરાવતી, સદેહે નિર્વાણપ્રાપ્તિમાં પરિણમે છે. પણ તેને જીવનના સત્યની જે અનુભૂતિ થાય છે તે ખરેખર અદ્ ભૂત છે.

————————————————————————————————————————–

નોબલ પારિતોષિક વિજેતા, વિશ્વવિખ્યાત લેખક અને તત્વજ્ઞ  હરમાન હેસની આ નવલકથાનો ગુજરાતી અનુવાદ શ્રી રવીન્દ્ર ઠાકોરે કર્યો છે.  આ કથા ઉપરથી અંગ્રેજીમાં ફીલ્મ પણ નીર્માણ પામેલી છે.

આ નવલકથા નથી માત્ર નવલકથા કે, નથી કેવળ તત્વજ્ઞાન. એ તો છે તત્વજ્ઞાનનું   કલાસ્વરૂપ. બુધ્ધત્વ માનવચિત્તની સર્વોત્તમ સિધ્ધ સ્થિતિ છે. એની પ્રાપ્તિ એ જ મોક્ષ છે. માત્ર પરિણામ જ નહીં,  પરંતુ એ સ્થિતિ સિધ્ધ કરવા માટેની પ્રક્રિયા જ માનવીને  સામાન્યતામાંથી સિધ્ધિ તરફ દોરી જાય છે. …….  માણસની અંતિમ ઇચ્છા તો વિસંવાદિતામાંથી સંવાદિતા અને અશાંતિમાંથી શાંતિ શોધીને જીવનના શાષ્વત મૂલ્યને પામવાની રહી છે. માનવીની આવી જ ઝંખના, મથામણ, પ્રયત્ન, અને પ્રાપ્તિને આ નવલકથા આલેખે છે.

આ જર્મન સાહિત્યકારે ભારતીય અને બૌધ્ધ જીવનદર્શનને જે રીતે આત્મસાત્ કર્યું છે તે આપણને હેરત પહોંચાડે છે અને તેમને માટે અત્યંત માનની લાગણી જગાડી જાય છે.

રવીન્દ્ર ઠાકોરનો આ ભાવાનુવાદ પણ બહુ જ સરસ ભાષામાં  લખાયેલો છે.

4 responses to “^સિધ્ધાર્થ – હર્મન હેસ

  1. Pingback: રવીન્દ્ર ઠાકોર, Ravindra Thakor « ગુજરાતી સારસ્વત પરિચય

  2. Pingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. mhthaker મે 5, 2017 પર 7:10 એ એમ (am)

    yes i too relive long back–film seen..thx

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: