ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

નિર્મિશ ઠાકર, Nirmish Thaker


nirmish-thaker.jpg

પ્રેરક અવતરણ
“સામો માણસ પ્રેરે અને તમે પ્રેરાયા કરો … એટલા મૂર્ખ બનવું તમને ફાવશે?”

“હું કનકવો મસ્ત જેની દોર તારે હાથ છે! પેચ બીજે થાય ત્યારે દોષ કોનો, તું કહે !” 
 – પત્નીને ઉદ્દેશીને

” ભવિષ્યના એક મહાન લેખક તરીકે હવે મને પણ મારી ચીજ-વસ્તુઓનું ‘સાચું મૂલ્ય’ સમજાયું છે. આગોતરી સાવચેતીરૂપે મેં મારી તૂટેલી કલમો, પટ્ટી વિનાનાં સ્લીપર, ઘસાઈ ગયેલા ઝભ્ભા, ચશ્માંની લીલી ઝાંયયુક્ત ફ્રેમો, બગડેલી ઘડિયાળ વગેરે ઘણી ઘણી અમૂલ્ય ચીજો સંઘરી રાખી છે.”

એક ઉખાણું ! –
કલમે કાઠો છે, છતાં
નહીં કવિ નહીં લેખક
‘કૃતિ’નાં કાઢે છોતરાં
કદી ચૂકે ના તક !

(જવાબ – વિવેચક)

એક પ્રતિકૃતિ કાવ્ય :   ઢગલાબંધ રચનાઓ !

એક રીપોર્ટ

# તેમની સાથે એક રસપ્રદ મુલાકાત

___________________________________________________________________

સંપર્ક      – બી- 8/43, ઓ.એન.જી.સી. કોલોની, પી.એચ.- 1, મગદલ્લા, સુરત – 394 518

જન્મ

 • 18 માર્ચ, 1960, કલોલ

કુટુંબ

 • માતા – ભાનુમતીબહેન. પિતા – નંદુભાઈ
 • પત્ની – દીપ્તિ (  લગ્ન – 1987 )  : પુત્ર – નીરવ

અભ્યાસ

 • ડી.એમ. ઈ.

વ્યવસાય

 • ઓએનજીસીમાં ઓફિસર

જીવનઝરમર

 • સોળ વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા.
 • શરૂઆતમાં ભારે સંઘર્ષ. નાની-મોટી નોકરી, સુરતના “ગુજરાત કેસરી”માં કાર્ટૂનિસ્ટ તરીકે કામ
 • ઓએનજીસીમાં સામાન્ય પાયરીએ નોકરી મેળવી ઠેઠ ક્લાસ વન ઓફિસર સુધી પહોંચ્યા.
 • વ્યંગચિત્રકાર તરીકે નામના. તેમનાં કાર્ટૂન્સની પ્રશંસા આર. કે. લક્ષ્મણ દ્વારા પણ!
 • પુત્ર નીરવ નાની ઉંમરથી જ પિતાને પગલે. નીરવનાં કાર્ટૂન્સ અગ્રગણ્ય વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે.
 • જાણીતી ગુજરાતી ગઝલો પરથી હાસ્ય સભર તઝમીનો બનાવેલી છે !
 • પ્રથમ પ્રકાશિત કૃતિ – ‘આપઘાત કે ખૂન’ – આ રહસ્યકથા બાલસાપ્તાહિક ઝગમગમાં પ્રકાશિત થઈ. તે વખતે નિર્મિશભાઈની ઉંમર માંડ તેરેક વર્ષની હતી!

શોખ

 • તબલાવાદન  

રચનાઓ

 • હાસ્યલેખ સંગ્રહ – ટંકાર, લાઘવ ક્યાંય નથી ને કવનમાં, ત્રિશૂળ લીધું હાથમાં રે!
 • કવિતા – એ જ લિખિતંગ  (પ્રતિકાવ્ય સહિત )   

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર , શ્રી રાધેશ્યામ શર્મા (રન્નાદે પ્રકાશન)

6 responses to “નિર્મિશ ઠાકર, Nirmish Thaker

 1. Pingback: અનુક્રમણિકા - ન « ગુજરાતી સારસ્વત પરિચય

 2. Ashok Khant જૂન 13, 2009 પર 1:00 એ એમ (am)

  Nirmish bhai
  Kem chho , Majama ..
  Yad aave chhe, surat na mara pradrashan ma aapne malela….

 3. jignesh joshi ઓગસ્ટ 13, 2010 પર 5:12 એ એમ (am)

  nirmishbhai goodjob,i’m imprresed.
  thrice i talked on phone.
  my addressis given bellow;
  joshi jignesh n
  a-26,dharti township,aakesan road,highway,
  palanpur-385 001
  i want your autograph with photograph

 4. Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: