પ્રેરક વાક્ય
‘ જિંદગી જીવ્યાનો સંતોષ પામશું તો જ મૃત્યુ મહોત્સવ બનીને મહેકતું રહેશે.’
‘ભવાટવિની વાટે’ વિચરતા ‘એક્રિલીકે આઝમ’ – રાધેશ્યામ શર્મા
‘સુખનો સૂરજ ઉગ્યો – એક્રિલીકનો.’ – કાર્ટૂનિસ્ટ ‘રૂપમ્’
‘એક્રિલીક મારું ધબકતું હૃદય છે , તો સાહિત્ય એ મારો પ્રાણવાયુ છે. જિંદગીના અંતે મા સરસ્વતીના ખોળે શાશ્વત નિદ્રામાં પોઢી જવનું મને બહુ ગમશે. ‘
# વેબ સાઇટ
# તેમની એક વાર્તા
# તેમના જીવનની એક પ્રશંસનીય વાત
# તેમની સાથે એક ઇન્ટરવ્યુ
_____________________________________________________________________
સમ્પર્ક 103, Anuradha, Irla Bridge, S. V. Road, Andheri (West), Mumbai – 400 058.
ઉપનામ
જન્મ
- 28, ડીસેમ્બર – 1935; કપડવંજ , જિ. ખેડા
કુટુમ્બ
- માતા – ચંપાબેન; પિતા – મણિલાલ સોમાલાલ ; ભાંડુ – ચાર ભાઇ , ચાર બહેન
- પત્ની – વસુમતિ (લગ્ન – 1958) ; પુત્ર – રાકેશ, તેજસ; પુત્રી – નેહા ઠક્કર
અભ્યાસ
- માધ્યમિક – ઉમરેઠની જ્યુબીલી સ્કુલમાંથી
- 1958 – બી.એસ.સી. – રુઈયા કોલેજ , મુંબાઇ યુનિ.
વ્યવસાય
- શરુઆતમાં ત્રણ વર્ષ ખાનગી કમ્પનીમાં નોકરી
- 1962- 1975 ભાગીદાર સાથે પ્લાસ્ટીકનું કારખાનું
- 1975 થી – પોતાના કારખાના ‘સુપર ઇન્ડસ્ટ્રીઝમાં’ પ્લાસ્ટીક અને પછી એક્રિલીક ફર્નીચરનું ઉત્પાદન( આખા દેશમાં પ્રથમ ઉત્પાદક)


તેમના વિશે વિશેષ
- અભ્યાસકાળથી જ સાહિત્યવાચનનો રસ
- 17 વર્ષની ઉમ્મરે ‘ફૂલ અને કાંટા’ લઘુ નવલ લખી – જેનું ટીવી રૂપાંતર થયું છે.
- તેમનો પ્રથમ અપંગ પુત્ર સ્વ. અમીત જન્મ સાથે જ સેરીબ્રલ પાલ્સીથી પીડાતો હતો.
- તેમની નવલકથા પરથી ‘આનંદ’ નામની ટી.વી. સીરીયલ બની છે.
- તેમની નવલકથાઓ સૌરાષ્ટ્ર સમાચાર, જયહિંદ, સમકાલીન વિ. દૈનિકોમાં ધારાવાહીક રીતે આવી છે.
- તેમની રચનાઓના અંગ્રેજીમાં અનુવાદ થયા છે.
- આકાશવાણી પર અનેક કાર્યક્રમો આપ્યા છે.
- વિશ્વ ગુજરાતી સમાજ , અમદાવાદની મેનેજીંગ કમીટીમાં સભ્ય
- ગુજરાતી સાહિત્ય પરિષદના ચાલીસ વર્ષથી સભ્ય
- વર્ણાશ્રમ વ્યવસ્થા અને પાઠપૂજામાં માને છે.
- તેમના એક્રિલીક ફર્નીચરના શોરુમનું ઉદ્ ઘાટન દિલીપકુમારે કર્યું હતું.
- ACRYPLAST -97 પ્રદર્શન/ સેમીનારના મુખ્ય આયોજક
- સ્મોલ સ્કેલ એક્રિલીક પ્લાસ્ટીક પ્રોડક્ટ મેન્યુ. એસો. ના સ્થાપક પ્રેસીડેન્ટ
- ઓલ ઇન્ડીયા પ્લાસ્ટીક મેન્યુ. એસો. ના માજી વાઇસ પ્રેસીડેન્ટ
- 1988 – ભારત સરકારની ઉદ્યોગ મીનીસ્ટ્રીની એક્રિલીક ફર્નીચર માટેની કમીટીના સભ્ય
- સંપાદક – 1980-2000 પોરવાડ બંધુ
- ક્લા ગુર્જરી -1992-96 અને ક998- 2000 એક્રિલીક ન્યુઝ – 1996 – 97
- વિદેશ પ્રવાસ – 1978- મીડલ ઇસ્ટ ; 1979 – યુરોપ; 1985- યુરોપ. અમેરીકા; 2005- યુરોપ, અમેરીકા, કેનેડા
શોખ
- હાર્મોનીયમ વાદન
- એક્રિલીક કલાકૃતિઓ, પ્રવાસ
રચનાઓ – 20 ઉપરાંત પુસ્તકો
- વાર્તા – જયંતિ દલાલની પ્રતિનિધિ વાર્તાઓ , સૂર સામ્રાજ્ઞી, વંટોળિયો, પોસ્ટમેન
- નવલકથા – અંગે ઓઢી અગન પિછોડી, આંખને સગપણ આંસુનાં , મૃગજળના ધોધ, શૂન્યના સરવાળા, સુખનો સૂરજ ઊગશે?
- જીવનકથા– ‘ભવાટવિની વાટે’ – તેમના જીવન વિશેની કથા
- સંપાદન – આયખું
સન્માન
- એ.આર. ભટ્ટ એન્ટરપ્રેન્યોર શીપ એવોર્ડ
- 1996 -યુનાઇટેડ રાઇટર એસો. ચેન્નાઇની ફેલોશીપ
- 1997 -વિશ્વ લાઇફ ટાઇમ એચીમેન્ટ એવોર્ડ – અમેરીકન બાયોગ્રાફીકલ ઇન્સ્ટીટ્યુટ
- હ્યુમન સોસાયટી ઓફ ઇન્ડીયા – નડીયાદ નો કનૈયાલાલ મુન્શી એવોર્ડ
Like this:
Like Loading...
Related
Pingback: બુધ્ધનાં આંસું « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: ‘ગદ્યસુર’ ઉપર જન્મેલ પ્રથમ ઈ-પુસ્તક : એક સમાચાર « ગદ્યસુર
Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: કાવડમાં શ્રવણ | સૂરસાધના
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય