ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ઉત્તમ ગજ્જર, Uttam Gajjar


( ઉંઝા જોડણીના આ સમર્થ પ્રચારકના સન્માન તરીકે
આ જીવનઝાંખી ઉંઝા જોડણીમાં આપેલી છે.)

uttam-gajjar_2.jpg

જીવનમંત્ર
‘આજનો દીવસ, આ જીંદગીનો છેલ્લો જ દીવસ છે.’


_____________________________________________________________

સમ્પર્ક    

 • 53–ગુરુનગર, વરાછા રોડ, સુરત–૩૯૫ ૦૦૬
 • ફોન – ( 0261) – 255 3591 Mobile : +91 96268 98772
 • ઈમેઈલઃ uttamgajjar@gmail.com

જન્મ

 • 28 – જુન , 1935 , કડોદ (તા. બારડોલી, જી. સુરત)

કુટુમ્બ

 • માતા – રુક્ષ્મણીબહેન, નીરક્ષ્રર,– 1999માં અવસાન 
 • પીતા – ભગવાનદાસ નરોત્ત્રમદાસ ગજ્જર, બે ધોરણ પાસ, સુથારીકામ–1990માં અવસાન
 • ભાઇ (નાનો) – ઈજનેર, અંકલેશ્વરમાં
 • પત્ની – મધુકાન્તા
 • પુત્રી –પહેલી B.Sc. પરીવાર સાથે ફ્લોરીડામાં, બીજી B.A. પરીવાર સાથે અમદાવાદ;  પુત્ર – એક, પરીવાર સાથે મીસીસીપી, પતી–પત્ની બન્ને ઈજનેર, સ્વતંત્ર ધંધો

અભ્યાસ

 • 1954 –  એસ.એસ.સી. (કડોદ હાઈસ્કુલ)
 • 1957 – સ્નાતક–ગુજરાત વીદ્યાપીઠ
 • 1960 –  ડી.બી.એડ.–રાજપીપળા

વ્યવસાય

 • 1957-60 – શીક્ષક– ઓરણા હાઈસ્કુલ– તા.કામરેજ
 • 1960-65 –શીક્ષક–ગલીયારા હાઈસ્કુલ–કઠોર
 • 1965-93 – શીક્ષક–એમ.ટી.બી.(ટેક.) હાઈસ્કુલ, સુરત

તેમના વીશે વીશેષ

 • પ્રત્યક્ષ શીક્ષણકાર્યમાં જ વીશેષ રસ.  તેથી આચાર્ય બનવાનું ટાળતા રહ્યા, છતાં છેલ્લે છેલ્લે એકદોઢ વરસ ઈન્ચાર્જ આચાર્ય તરીકેની જવાબદારી નીભાવવી પડી
 • શાળા જીવનમાં ભાષા, સાહીત્ય, સંગીત, વ્યાયામ, વાચનમાં ઉંડો રસ.. અભ્યાસેતર વીવીધ પ્રવૃત્તીઓના આયોજનમાં સભા–સંચાલનમાં રુચી.
 • શુદ્ધજોડણી શીક્ષણ માટે અનેક સેમીનાર અને કાર્યશીબીરો કર્યાં.
 • ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળમાં, સરકારનીયુક્ત અભ્યાસક્રમ સમીતીના સભ્ય તરીકે વર્ષો સુધી કામગીરી
 • ગુજરાતીનાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાંપ્રશ્નપત્રોનાં નવાં માળખાં તૈયાર કરવામાં લાંબો સમય સરકારી શીક્ષણખાતા સાથે હીસ્સેદારી રહી
 • મુળથી જ રૅશનલ અભીગમ, જીવનના દરેક ક્ષેત્રનાં પ્રચલીત રુઢીરીવાજોને શંકાની નજરે ચકાસી, હીતકારી જણાય તો જ તે આચરવાનું વલણ
 • 1993 સુધી –  વીદ્યાપીઠીય સાર્થજોડણીના ચુસ્ત સમર્થક, પણ ડૉ. દયાશંકર જોશી, શ્રી. રામજીભાઈ પટેલ અને સ્વ. જયંત કોઠારીનાં પુસ્તકોના વાચન, સતત સંપર્ક અને ચર્ચાથી સમુળું વીચારપરીવર્તન, ત્યારથી જોડણીવ્યવસ્થા પરીવર્તન કરવાકરાવવાની દીશામાં દોડતા રહેવામાં પાછું વાળી જોયું નથી
 • 1999ના જાન્યુઆરીની 9-10 તારીખે ઉંઝા મુકામે પ્રથમ અને સફળ જોડણીપરીષદમાં, લેખનમાં એક જ રાખવાનો ઠરાવ થયા બાદ સઘળો સમય, શક્તી, તનમનધન સઘળું, તેને યથાશક્તી સફળ કરવાકરાવવામાં સમર્પીત
 •  સ્વાધ્યાય, સંગીત, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય, વ્યાયામ, મીત્રો સાથે મીઠી ગોષ્ઠીમાં આનંદ
 • 1999 ભાષાપ્રેમી શ્રી રતીલાલ ચંદરયાના પરીચયમાં આવ્યા..
 • 2000નીસાલથી શ્રી રતીલાલ ચંદરયાને ‘લેક્સિકનના નીર્માણના કામમાં જોડાયા.. હજી આજેયે તે મદદ ચાલુ જ છે. તેમણે તેની રખેવાળી ને સારસંભાળ માટે ટ્રસ્ટી તરીકે સન્માની ત્યાં ‘ટીમ’માં એમને મુક્યા છે.
 • 2005 લેક્સીકોન નીર્માતા શ્રી રતીલાલ ચંદરયા, અને ગાંધીનગરના સ્નેહી બળવંતભાઈ પટેલ સંગાથે ‘સન્ડે ઈ–મહેફીલની સાપ્તાહીકી સુવાચન–પ્રવૃત્તી શરુ કરી – આજે દેશમાં અને વીશ્વમાં દુરસુદુર વસેલા 15,000 જેટલા વાચકો સંગાથે આ યાત્રા અવીરતપણે ચાલુ છે..

રસના વિષયો

 • ગુજરાતી ભાષા–સાહિત્ય
 • શાસ્ત્રીય સંગીત, ગઝલો, (ગુલામ અલી, જગજીતસીંઘ સૌથી વધારે પ્રીય)
 • વાચન અને મીત્રો સાથે મીઠી ગોઠડી

રચના

 • વ્યાકરણ – શુદ્ધલેખન, જોડણીની ખોદણી
 • સંપાદન ( અન્ય લેખકો સાથે )  –   ‘મધુપર્ક’ ( પ્રા. રમણલાલ પાઠકના લેખોનો સંગ્રહ ) ; ગુજરાતી લખાણ માટે એક જ ‘ઈ–ઉ’ બસ છે ; કોમ્પ્યુટરની ક્લીકે – ગુજરાતીની પહેલી ડીજીટલ ડીક્ષનેરી

29 responses to “ઉત્તમ ગજ્જર, Uttam Gajjar

 1. Jugalkishor જૂન 28, 2007 પર 6:48 એ એમ (am)

  બે જ વાક્યો બોલે ત્યાં સુરતી તરીકે ઓળખાઈ જાય…. સીધી જ વાત -ટુ ધ પોઈંટ-કરનાર; પણ એક વાર વાતમાં રસ પડે પછી અસ્ખલીત પ્રવાહે પોતાની નીષ્ઠા પ્રગતાવતાં રહે….મુળ વીષય સીવાયની વાત આવે તો ચલાવી ન લે.
  છતાં એમનું સૌમ્ય વ્યક્તીત્વ જરા ય ખંડીત ન થાય.

  એમના વ્યક્તીત્વનું એક બહુ જ મહત્વનું પાસું તે મધુબહેન. એમની સીગ્નેચર ‘ઉત્તમ મધુ’ છે. ( મધુબહેનનું ગૃહીણીપણું ઉત્તમ છે અને ઉત્તમભાઈનું મધ જેવું વ્યક્તીત્વ છે તે આ ‘ઉત્તમ-મધુ’ સમાસથી જ જાણી જવાય છે !)

  એમને બંનેને આ જન્મદીન નીમીત્તે સહીયારાં અભીનંદન !

 2. sunil shah જૂન 28, 2007 પર 8:05 એ એમ (am)

  હું તો વધારે નસીબદાર, ઉત્તમભાઈ સાથે સાત વર્ષ નોકરી કરી..! મારા જેવા અનેકને વાંચતા કર્યા.સ્પષ્ટ વક્તા,સાથી મીત્રોને જે કહેવાનું હોય તે શરમ–સંકોચ વીના કહી દેવાનું, ને વળી કોઈને ખોટું લાગ્યું છે–લાગણી દુભાઈ છે એમ લાગે કે તરત જ જાહેરમાં માફી માંગતા અચકાય નહીં.પોતાના વીષયના ઉંડાણપુર્વકના જાણકાર..રસીક શૈલીમાં ભણાવે, વીદ્યાર્થી પુરા આદર સાથે એકાગ્રતાપુર્વક ભણે.ઈતરપ્રવૃત્તીઓનું સફળ આયોજન–સંચાલન જાણે ડાબા હાથનો ખેલ.નવું વાંચવાનો અને બીજાઓમાં તે વહૈંચાવાનો શોખ.ગજબની વર્ણનશૈલી.મને હંમેશા એક સલાહ આપતાં..ટીકાઓથી ગભરાવું નહીં,આપણું કામ નીષ્ઠાપુર્વક કરતાં રહેવું, આનંદથી જીવવું.આજના જન્મદીને ઉત્તમભાઈને સલામ–શુભેચ્છાઓ.

 3. Vipool Kalyani જૂન 28, 2007 પર 8:18 એ એમ (am)

  Uttambhai

  I am proud to have known you as a close colleague and friend. Let your rest of the time be UTTAM. Lots of love and best of wishes from my family and I. Take care.

  Vipool Kalyani

 4. Rajendra Trivedi, M.D. જૂન 28, 2007 પર 8:28 એ એમ (am)

  TO DAY IS AN ADDITION IN YOUR LIFE AND MANY MORE TO COME -TO KEEP DOING GOOD WORK YOU ARE DOING FOR YOUR MOTHER GUJARAT AND GUJARATI.
  THE WORLD OF SURFERS ON INTERNET OF GUJARATI LOVERS ARE LOVING YOU ON YOUR BIRTHDAY.
  AS IT IS SAID IN SANSKRIT, ” SHATAM JIVISHARAD !”

  THE TRIVEDI PARIVAR

 5. Harnish Jani જૂન 28, 2007 પર 11:03 એ એમ (am)

  I am fortunate to know him and his wife for the last two years- I know him so well that I can write a nice article about him–He is a friend-brother-and mainly a teacher to me.He is what he believes in.No double Talk..It is my pleasure to associate with him in Sunday E Mehfil.

 6. pradip જૂન 28, 2007 પર 1:18 પી એમ(pm)

  I have been receiving your mails but today I becme familiar to the UTTAM person.
  Thanks to Sureshbhai again.
  Regards
  P.S.Dave

 7. Ashok Karania જૂન 29, 2007 પર 6:05 એ એમ (am)

  Uttam Kaka, your life is in sync with your name! It is an honor to be associated with you. Your understanding and respect for human relationships and emotions is great. Equally commendable is your passion and devotion for Sunday Mahefil and Gujarati Language.

  Wishing you lots of happiness, good health and peace on your birthday….

  Ashok for Gujaratilexicon Team

 8. Ratilal Chandaria જૂન 29, 2007 પર 8:38 એ એમ (am)

  ઉત્તમભાઈ સાથેની સૌ પ્રથમ પરીચય ઉંઝા જોડણી અંગે ૧૯૯૯માં નીર્ણયો લેવાયા તેને અનુસરીનને જે પત્ર વ્યવહાર મેં શરુ કર્યો તેના જવાબોમાં ઉત્તમભાઈમા પત્રો મોતીના દાણા જેવા અક્ષરે લખેલા આવતા તેથી તેમના પર મોહી જવાયું ત્યારનો છે. એ પત્રચ્યવહાર પછીતો તેમણે કમ્યુટર વસાવ્યું ત્યારથી આજની આ ઘડી સુધી અમારો ઈ-મેઘઈલ વ્યવહાર વણથંભ્યો ચાલુજ રહ્યયો છે જે એકે દીવસ તે ચુકાયો નથી. આ અઠ વર્ષના ગાળા દરમ્યાન ગુજરાતી લેક્સીકોન અને સનડે-મહફીલ દ્વારા અમે એક તાંતણે ગુંથાયા છીએ એમ કહું તો તો તે અતીશયોક્તી નહીંજ હોય. ઉત્તમના ઉત્તમ ગુણો પામ્યો છું અને વાગોળ્યા છે તે છતાં તેમને સુરેશભાઈએ તેમની જે ઓળખ વ્યક્ત કર્યા તેમાથી મને તેનના અનોખા વ્યક્તીત્વ અગે મને ઘણું નવું જાણવા મળ્યું છે તે બદલ સુરેશભાઈને ધબ્યવાદ.

  મધુ-ઉત્તમ જોડીમાં મધુઉત્તમ કે ઉત્તમમધુ તે કળવું મુશ્કેલ છે.

  બન્ને જીવ્યા તેમ જિવો અને પ્રેમની લહાણી વહેવડાવ્યા કરો તે શુભેચ્છા સહ
  રતિલાલ ચંદરયા

 9. roshani patel માર્ચ 10, 2009 પર 6:53 એ એમ (am)

  gud eve sir
  your yesterday’s lecture was intresting
  i am med student
  nice to meet u.

 10. JAYDEV માર્ચ 12, 2009 પર 1:24 એ એમ (am)

  my name gohil jaydev

  good evning sir
  i am aad to your student
  nice to meet u sir

  Thanks to uttam sir again.

  Thanks & best Regards

 11. JAYDEV માર્ચ 12, 2009 પર 1:24 એ એમ (am)

  my name gohil jaydev

  good morning sir
  i am aad to your student
  nice to meet u sir

  Thanks to uttam sir again.

  Thanks & best Regards

 12. shashikant shah જૂન 28, 2009 પર 9:48 એ એમ (am)

  Dear & near Uttambhai & Madhuben,
  Lot of congratulations , best wishes & thanks,on this Mangal Parva ! It is you, who inspired me,
  to learn computer ! Pranam Guruji…Shatam jivo Sharada:
  Shashikant Shah & Kumud

 13. shashikant shah જૂન 28, 2009 પર 9:58 એ એમ (am)

  Dear & near Uttambhai & Madhuben,
  Lots of congratulations & best wishes & thanks too! It is u who inspired me to
  learn & use computer. Pranam GURUJI on this Mangal Parva. Shatam Jivo Sharada:
  Shashikant Shah & Kumud

 14. janak naik ઓગસ્ટ 4, 2009 પર 8:06 એ એમ (am)

  તમે ઈંડિયામાં રહીને બહુ સરસ કામ કરો છો.
  જનક નાયક

 15. Chirag Patel ઓગસ્ટ 4, 2009 પર 8:58 એ એમ (am)

  ઉત્તમકાકાની આ જીવન ઝરમર તો મારા ધ્યાન બહાર જ રહી ગઈ!

  એક ઈચ્છા છે કે તેમને સ્વમુખે સામ્ભળું. જ્યારે ઉત્તમ-મધુ વાંચુ ત્યારે મને “ઉમા” જ યાદ આવે.

 16. AMIT SHAH ડિસેમ્બર 14, 2009 પર 3:36 એ એમ (am)

  Hello ? Uncle , How are you.

  I am sending one boook to you trhough courier.

 17. kiran khimjibhai patel ઓગસ્ટ 19, 2012 પર 9:43 એ એમ (am)

  Uttamkaka tamru jivan loko mate hamasa pranadayak cha

 18. Uttam Gajjar ઓગસ્ટ 19, 2012 પર 11:14 એ એમ (am)

  વહાલા મીત્રો,

  આ પરીચયમાંયે સૌની લાગણી આમ વ્યક્ત થઈ હશે તેનો તો અંદાજ જ નહીં ! ભલું થજો સુરેશભાઈનું, એમણે આજે ધ્યાન દોર્યું ત્યારે જોયું !
  હુંફાળા શબ્દોમાં અભિવ્યક્ત થયેલી સૌ મીત્રોની ભીનીભીની લાગણી બદલ અમે આપ સૌના ઋણી છીએ.. જીન્દગી જીવવાની જડીબુટ્ટી જેવાં મલ્ટી વીટામીન્સ આવી લાગણી, ની:સ્વાર્થ સ્નેહમાંથી જ સાંપડતી રહે છે. આપ સૌની દુઆથી અમે હેમખેમ અને સ્વસ્થ રહીએ છીએ. શ્વાસ ચાલે ત્યાં સુધી આટલી કાર્યક્ષમતા પણ ટકી રહે તે જ લાગણી અને માગણી..

  ફરી સૌ આપ્તજનોનું ઋણ વ્યક્ત કરું છું.. ધન્યવાદ..ઉત્તમ અને મધુ.. સુરત

 19. Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય

 20. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 21. Pingback: ( 305 ) કારણ કે મા-બાપ એક દિવસ જતાં રહે છે…. ટેક ઓફ …. શ્રી શિશિર રામાવત | વિનોદ વિહાર

 22. Dhanesh Bhavsar સપ્ટેમ્બર 10, 2013 પર 2:39 પી એમ(pm)

  I have read the bio-data of Uttambhai with various comments from others and pleased much. The academic career of Uttambhai is appreciable but more than that he is much devoted to the development of Gujarati language and to the encouragement to read various literature in Gujarati. We the people in other country are also motivated by his efforts. Hats of Uttambhai.

 23. Paresh Kapadia સપ્ટેમ્બર 26, 2013 પર 2:35 એ એમ (am)

  It is sad that murderers and rapists of our beloved Gujarati mother tongue are being felicitated in this way. Uttambhai has lost his sense around literature. The lazy buffoons have launched an assault on our language that is unpardonable in every way, shape and form. I encourage all good-intentioned people to boycott those who want to distort our wonderful cultural heritage. This is how it all begins. No Gujarati can sit still when such misinformed idiots go around raping our beautiful language. Why? Just because they are too lazy to learn proper spelling !?!? What is the justification for destroying proper spellings? Chances are that you will remove this post, but even if one person reads this and understands that not everyone in his right mind can ever support such activities, it will have served my purpose. Unza jodni is nothing but a terrorist attack on Gujarati. Best way to deal with this is to totally boycott such persons and their writings. I refused to read a book written like this. I fervently appeal to all sane people to not only boycott but destroy their books. Shame on people like Uttam Gujjar!

  ઉત્તમભાઈ પોતે તો “માર્ગભૂલેલા જીવનપથિક” તો છે, પણ બીજાઓને પણ ગુમરાહ કરવા પ્રતિબધ્ધ છે જે અત્યંત દુઃખ પમાડે એવી બાબત છે. જે વસ્તુ શાસ્ત્રકથિત નથી, જે આપણા પંડિતોને કદિ પણ શિરોમાન્ય હોઈ શકે નહીં, તેવી વાતને પ્રોત્સાહન આપીને આ લોકો શું સાબિત કરવા માંગે છે તે જ મને સમજાતું નથી. વિચાર કરો કે મરાઠી કે હિંદી નો આ રીતનો અપભ્રંશ કોઈ પણ મહારાષ્ટ્રિયન કે હિંદીભાષી ભારતીય સહન કરે ખરા? એમ કરવાની હિંમત કરે ત્યાં તરત જ તોડફોડ થવાની ભીતિ રહે. આ તો ગુજરાતીઓની અસ્મિતા છે કે આમના જેવાઓની અસભ્યતાને પણ નિભાવી લે છે. આ રીતે સચોટ લખવાનું મારું પ્રયોજન એ જ કે તમને એની અસર થાય, હજી પણ કંઈ મોડું થયું ન કહેવાય. તમે અપનાવેલો માર્ગ ત્યજવા યોગ્ય છે, એ અધર્મ છે, અનીતિનો રસ્તો છે, નવી પેઢીને ગેરમાર્ગે લઈ જનારો છે, અને ગુજરાતીનું અપમાન કરે છે. જાગ્યા ત્યારથી સવાર ગણી તમારી આ પોલિસીને તિલાંજલિ આપો તો તે તમારા હ્રદયની વિશાળતાનો પુરાવો ગણાશે.
  ભૂલચૂક માફ, નહીં માફ નીચું નિશાન…
  જય હિંદ, જય ગરવી ગુજરાત!
  પરેશ કાપડિયા
  પૂણે.

 24. Pingback: ( 467 ) જીવન પોષક સાહીત્યનો ખજાનો — શ્રી ઉત્તમભાઈ ગજ્જરના સન્ડે-ઈ-મહેફીલના લેખો /કાવ્યો ની ઈ-બુકો –

 25. Pingback: ( 467 ) જીવન પોષક સાહીત્યનો ખજાનો — શ્રી ઉત્તમભાઈ ગજ્જરના સન્ડે-ઈ-મહેફીલના લેખો /કાવ્યો ની ઈ-બુકો –

 26. Pingback: ( 467 ) જીવન પોષક સાહીત્યનો ખજાનો — શ્રી ઉત્તમભાઈ ગજ્જરના સન્ડે-ઈ-મહેફીલના લેખો /કાવ્યો ની ઈ-બુકો –

 27. Pingback: ( 467 ) જીવન પોષક સાહીત્યનો ખજાનો — શ્રી ઉત્તમભાઈ ગજ્જરના સન્ડે-ઈ-મહેફીલના લેખો /કાવ્યો ની ઈ-બુકો –

 28. Pingback: ( 467 ) જીવન પોષક સાહીત્યનો ખજાનો — શ્રી ઉત્તમભાઈ ગજ્જરના સન્ડે-ઈ-મહેફીલના લેખો /કાવ્યો ની ઈ-બુકો –

 29. Harishbhai Motibhai Chavda જૂન 3, 2022 પર 7:16 એ એમ (am)

  નવું જાણવાની ઉત્સુકતા તે તરફ જાગૃતતા લાવવાના પ્રયાસો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: