
પ્રેરક અવતરણ
” સત્ય ખોયું તેણે ખોયું સર્વ.”
‘We are to the extent that we are truthful’
______________________________________________________________________
સંપર્ક – 24, નેમિનાથ નગર સોસાયટી, સુરેન્દ્ર મંગળદાસ રોડ, અમદાવાદ – 380 015
જન્મ
- 28 – જાન્યુઆરી, 1930 ; રાજકોટ
કુટુંબ
- માતા – ઝબક બહેન (જયાબહેન) , પિતા – સુખલાલભાઈ
- પત્ની – મંગળાબહેન, સંતાન – ચાર
અભ્યાસ
- પ્રાથમિક શિક્ષણ રાજકોટ
- 1948 – મેટ્રિક
- 1957 – બી.એ. – રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી
- 1959 – એમ. એ.
વ્યવસાય
- 1949 – 54 – રાજકોટમાં કટલરીની દુકાન અને રાજકોટમાં રેલ્વે ક્લેઇમ્સ ઇન્સ્પેક્ટર
- 1959 – 62 – અમદાવાદમાં પ્રકાશ આર્ટ્સ કોલેજમાં અધ્યાપક
- 1962 થી – ગુજરાત લો સોસાયટીની કોલેજોમાં ગુજરાતીના પ્રોફેસર
જીવનઝરમર
- 1980 થી – ગુ.સા.પ. ના ‘ગુજરાતી સાહિત્યકોશ’ના સંપાદનમાં અવિસ્મરણીય સહયોગ
- સર્વપ્રથમ પ્રકાશિત લેખ – વસંતવિજયમાંની જીવનદ્રષ્ટિઓ – “પરબ”ના પ્રથમ અંકમાં
- પાછળથી “પરબ”નું સંપાદન પણ કર્યું.
- પ્રથમ પ્રકાશિત ગ્રંથ – “ભારતીય કાવ્યસિદ્ધાંત” (અન્ય સાથે)
- રૂઢિગત ધાર્મિક વિધિઓમાં ઝાઝી શ્રદ્ધા નહીં. ખાદીના આગ્રહી. સંગીતમાં રુચિ
- સત્યના એવા આગ્રહી કે યુવાકાળે “ગાંધીજી” અને “સત્યમૂર્તિ” ઉપનામોથી નવાજાયાં!
- ગુજરાતીના એમ.એ. કક્ષાના પાઠ્યપુસ્તકના રચયીતા
રચનાઓ
- વિવેચન – ભારતીય કાવ્યસિદ્ધાંત, વિવેચનનું વિવેચન, અનુક્રમ, પ્લેટો-એરિસ્ટોટલની કાવ્યવિચારણા, વ્યાસંગ, ભાષાપરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ,વાંક દેખમ્ વિવેચનો %
- સંપાદન – સુદામાચરિત્ર, નિબંધ અને ગુજરાતી નિબંધ, ટૂંકી વાર્તા અને ગુજરાતી ટૂંકી વાર્તા, એકાંકી અને ગુજરાતી એકાંકી, જૈન ગુર્જર કવિઓ
સન્માન
- 1998 – ગુ.સા.એકેડેમી નો એવોર્ડ %
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર – 3, શ્રી રાધેશ્યામ શર્મા (રન્નાદે પ્રકાશન)
- ગુજરાતી સાહિત્યકોશ ખંડ 2 (ગુજરાતી સાહિત્ય પરિષદ)
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા - જ « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય