પ્રેરક અવતરણ :
I was ever a fighter, one fight more – લોર્ડ બાયરન
” અમે લયનું લૂંટાવ્યું ગામ, કે લેંચુ લટકેલો.
તમે વાણીનો કરજો વેપાર, કે લેંચુ ચસકેલો.”
” મારો રસ્તો વૃક્ષોનો છે.
મારો અવાજ પાણીનો છે.
ને મારો પડછાયો પારેવાંનો છે.
હું ઊભો છું, ત્યાં જ છું.
એવો ને એવો રોજ રોજ જેવો.”
____________________________________________________________
સંપર્ક – 2, મલબાર હિલ રો હાઉસીસ, પ્રેમચંદનગર રોડ, અમદાવાદ, 380 015.
નામ
જન્મ
- 19 જાન્યુઆરી, 1940, રૂપાલ (જિ. સાબરકાંઠા)
કુટુમ્બ
- માતા – સ્વરૂપકુંવરબા , પિતા – કરણસિંહ
- પત્ની – સરલાબહેન (લગ્ન – 1972); સંતાન – બે પુત્રીઓ, બે પુત્રો
અભ્યાસ
- 1967 – બી. એ. ; ગુજ. યુનિ.
- 1969 – એમ.એ. ; ગુજ. યુનિ.
વ્યવસાય
- 1975 થી – ISRO માં પટકથા લેખક અને નિર્માતા
જીવનઝરમર
- છ ફૂટ એક ઈંચની પ્રભાવશાળી ઊંચાઈ.
- પ્રથમ મૌલિક પ્રકાશિત કૃતિ અછાંદસ રચનાઓનો કાવ્યસંગ્રહ “કિંતુ”
- શરૂઆતની કૃતિઓ ક્ષિતિજ, રુચિ, કૃતિ આદિ સામયિકોમાં પ્રકાશિત.
- ઓમિસિયમ તથા સંભવામિ સામયિકોના સંપાદક.
- લિટલ થિયેટર નામક બાળરંગભૂમિ-સંસ્થાના સ્થાપક-નિયામક.
- રે મઠના સક્રિય સભ્ય.
- આકંઠસાબરમતી અને હોટેલ પોએટ્સ મંડળોના સ્થાપક સભ્ય.
- તેમના પ્રોગ્રામ-ઈન્ટરવ્યુ બી.બી.સી. ઉપરાંત ફ્રાંસ, જર્મની, જાપાન વગેરે દેશોની ટીવી ચેનલ્સ પર આવી ગયા છે.
- ગુરુ કે ઈશ્વર પર શ્રદ્ધા નહીં.
શોખ
- સંગીત, ચિત્રકલા, હાર્મોનિયમ વાદન
મુખ્ય રચનાઓ – અગિયાર પુસ્તકો પ્રકાશિત
- કાવ્યસંગ્રહ – રોમાંચ નામે નગર, કિંતુ
- નાટક – હું પશલો છું , ફક્કડ ગિરધારી (ભવાઇ, પપેટ્રી, એબ્સર્ડ આદિ પ્રયોગોનો એકાંકીસંગ્રહ)
- નવલકથા – મોશનલાલ માખણવાળા
- બાળનાટક – ઝૂનઝૂનઝૂ બૂબલાબૂ, જંગલ જીવી ગયું રે લોલ
- સંપાદન – સાબરમતી
સન્માન
- બટુભાઈ ઉમરવાડિયા પારિતોષિક
- ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર–3 શ્રી રાધેશ્યામ શર્મા (રન્નાદે પ્રકાશન)
- ગુજરાતી સાહિત્યકોશ ખંડ 2 (ગુજરાતી સાહિત્ય પરિષદ)
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા - અ « ગુજરાતી સારસ્વત પરિચય
ITS FENTASTIC.
Excellent work. We are proud of you!
રાજપૂત સાહિત્યકારો બહુ ઓછા છે ગુજરાતીમાં.ગર્વની વાત છે અમારા માટે ઇન્દુ પુવાર જય હો.
Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
આ પછી ઘણી રચનાઓ રચાયેલી છે.
ગુજરાત સરકાર નો ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે. નાટ્ય લેખનમાં.