ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ધીરેન ગાંધી, Dhiren Gandhi


dhiren-gandhi.jpg 

પ્રેરક અવતરણ:
ઈશ્વરની ભાષા શીખો. મૌન તેની ભાષા છે.

__________________________________________________________________________

સંપર્ક      –     2, રામકૃષ્ણ નગર, રાજકોટ

જન્મ

  • 10 માર્ચ, 1917, પોરબંદર

કુટુંબ

  • માતા – કાશીબેન; પિતા – વ્રજલાલ
  • પત્ની – પુષ્પા ગાંધી (લગ્ન– 12 મે, 1955); સંતાન – બે પુત્ર, એક પુત્રી

અભ્યાસ

  • સત્યાગ્રહ આશ્રમ, સાબરમતી (ત્યાં કોઇ ડિગ્રી નહોતી)

વ્યવસાય

  • દેશસેવા??? પ્રકાશન – મુદ્રણ? ?

જીવનઝરમર

  • ગાંધીજીના ગ્રાન્ડ-ભત્રીજા. સત્યાગ્રહ આશ્રમમાં બાળપણ
  • કવિ, પ્રસંગ-આલેખક, ચિત્રકાર, કલાપ્રેમી દેશભક્ત.
  • સર્વપ્રથમ મૌલિક પ્રકાશિત કૃતિ નાનકડી વાર્તા ‘બાલજીવન’માં બાર વર્ષની ઉંમરે પ્રગટ થઈ.
  • શાંતિનિકેતન ગુરુદેવ ટાગોરના સાન્નિધ્યમાં કલાગુરુ નંદલાલ બોઝ પાસે ચિત્રકલાશિક્ષણ
  • સંગીતપ્રેમી ધીરેનભાઈને સિતારવાદનના અભ્યાસ માટે માત્ર ઓગણીસ વર્ષની ઉંમરે વડોદરા મ્યુઝિક કોલેજની સ્કોલરશિપ મળી હતી.
  • એંશી વર્ષે પહોંચવા છતાં ન ક્યારે ય ચા-કોફી પીધાં, ન માથામાં તેલ નાખ્યું! હંમેશા સફેદ ખાદીનાં વસ્ત્રો જ પહેર્યાં.
  • ન પાઠપૂજામાં શ્રદ્ધા, ન બાધા-આખડી-વ્રતમાં વિશ્વાસ.
  • ઈશ્વર, દેવ, ગુરુ વિશે વિશ્વાસ “ખાસ નહીં”.

શોખ

  • સિતાર, જલતરંગ, દિલરુબા, ફિડલ જેવા અસામાન્ય વાદ્યોના વાદક-જાણકાર

મુખ્ય રચનાઓ

  • કલા –  બે આલ્બમ. ચાર પુસ્તકો
  • કાવ્ય –  હાઈકુસંગ્રહ  – “ઊડતાં ફૂલ”

સન્માન

  • ગુજરાત કલા અકાદમી તરફથી એવોર્ડ

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર – 3 શ્રી રાધેશ્યામ શર્મા (રન્નાદે પ્રકાશન)

3 responses to “ધીરેન ગાંધી, Dhiren Gandhi

  1. Pingback: અનુક્રમણિકા - ધ « ગુજરાતી સારસ્વત પરિચય

  2. Pingback: અનુક્રમણિકા – ધ | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: