ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

રતિલાલ નાયક, Ratilal Nayak


ratilal-nayak.jpg

પ્રેરક અવતરણ
‘તપ ત્યાં તેજ’

——————————————————————————————-

સંપર્ક    – 23, રચના સોસાયટી, સેટેલાઈટ રોડ, અમદાવાદ- 380 015

ઉપનામ

  • દિગંત

જન્મ

  • 1- ઓગસ્ટ, 1922; કડી (જિ. મહેસાણા)

અવસાન

  • ૨૮, જાન્યુઆરી – ૨૦૧૫; અમદાવાદ

કુટુંબ

  • માતા – ડાહીબેન , પિતા – સાંકળચંદ
  • પત્ની – મેનાબહેન (લગ્ન – 1944) ; સંતાન – ચાર

અભ્યાસ

  • એમ. એ., એસ. ટી. સી.

વ્યવસાય

  • શિક્ષણક્ષેત્ર

જીવનઝરમર

  • સર્વપ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ ‘અલકમલકની વાતો’
  • પાંચેક હજાર પુસ્તકોનું સમૃદ્ધ અંગત પુસ્તકાલય.
  • ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ઉપરાંત સંસ્કૃતનું ઊંડું જ્ઞાન.
  • હિંદીમાં પણ બાળવાર્તાઓ લખી છે.
  • ભાષાશુદ્ધિ અને જોડણીશુદ્ધિના પાકા આગ્રહી.
  • મોતીના દાણા જેવા સુંદર હસ્તાક્ષર માટે ખ્યાતનામ લેખક.
  • અંબાજીના ભક્ત. શ્રીમદ ભગવદ્ ગીતા પર શ્રદ્ધા.
  • આકાશવાણી પર કાર્યક્રમ ‘અમૃતધારા’

મુખ્ય રચનાઓ      સોથી વધારે પ્રકાશનોનાં લેખક-સંપાદક-સંયોજક,

  • બાળસાહિત્ય – વિવિધ પુસ્તક શ્રેણીઓ, શિશુબાળવાર્તાવલિ, કલ્લોલબાળવાર્તાવલિ
  • વાર્તાસંગ્રહ – હૈયાનાં દાન
  • સંપાદન – જોડણીપ્રવેશ, નાનો કોશ, વસંતવિલાસ

સન્માન

  • એનસીઈઆરટીનો નેશનલ એવોર્ડ
  • બાળ ઘડતરનાં સૌથી વધારે પુસ્તકો પ્રગટ કરવા માટે બાલશિક્ષા પરિષદ, નવી દિલ્હીનો વિશેષ એવોર્ડ

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર – 3 શ્રી રાધેશ્યામ શર્મા (રન્નાદે પ્રકાશન)
  • ગુજરાતી સાહિત્યકોશ –  ખંડ 2 (ગુજરાતી સાહિત્ય પરિષદ)

5 responses to “રતિલાલ નાયક, Ratilal Nayak

  1. Pingback: અનુક્રમણિકા - ર « ગુજરાતી સારસ્વત પરિચય

  2. Chiman Patel "CHAMAN" ઓગસ્ટ 29, 2007 પર 8:17 એ એમ (am)

    રતિલાલ સાહેબને કેમ ભુલાય!
    હું તો ઍમનો વિધાર્થી કડીમાં
    અમદાવાદમાં એમના ઘેર એકવાર મળવાનો મોકો મળેલો.
    ઝભ્ભો,ટોપી અને ઘોતીમાં વગૅમાં આવી ગુજરાતી ભણાવતા અમને.
    કોકવાર એમના લખાણો વાંચતા અને સુધારતા એ યાદ આવે છે.
    એમના પરિચયની પાછળ મારો પરિચય છપાતાં આનંદ અનુભવું છું.
    શુભેચ્છા સાથે વિરમું છું.
    ચીમન પટેલ ‘ચમન’

  3. Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: