ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચીમન મારવાડી, Chiman Marawadi


chiman_marwadi.jpg

_________________________________________________________________

જન્મ

ઇડર

અવસાન

17, એપ્રિલ, 1986, મુંબાઇ

કુટુમ્બ

પિતા – અંબાલાલજી દોલજીભાઇ મારવાડી

પત્ની – કમળાબાઇ કર્ણાટકી

અભ્યાસ

ગુજરાતી બે ચોપડી

જીવનઝરમર

પિતા નામી કલાકાર

બાળપણમાં જ સંગીત અને અભિનયની તાલીમ લીધી હતી

શરુઆતમં પિતા સાથે દેશી નાટક કમ્પનીમાં બાળ ભૂમિકાઓ ભજવી, ‘રાજા હરિશ્ચન્દ્ર’ નાટકમાં શુદ્ધ હિન્દીમાં કુંવરનો પાઠ અદા કર્યો હતો

પિતાના અવસાન બાદ ચીમનલાલ બકોરદાસની નાટક કમ્પનીમાં અને પછી નવીન દેશી નટક કમ્પનીમાં કામ કર્યું,

‘શારદા’ નામના નાટકમાં સ્ત્રી ભૂમિકા ભજવી – તે માટે સરોજિની નાયડુએ તેમને ઈનામ આપ્યું હતું

ન્યુ આલ્ફ્રેડ કમ્પનીમાં કાનપુર, લખનૌ, બરેલી, બનારસ વિ. જગ્યાઓએ હિન્દી અને ઉર્દૂમાં નાટકો કર્યા

શારદા વિજય નાટક કમ્પની, મુંબાઈ ગુજરાતી નાટક કમ્પની, શ્રી દેશી નાટક ક મ્પની માં ઘણા ગુજરાતી અને હિન્દી નાટકો કર્યા

છેવટે પોતાની ‘દેશોદય નાટક કમ્પની’ સ્થાપી, જેમાં તેમના નાના ભાઇ અમૃતલાલ અને ઘણા નામી કલાકારો અને વિખ્યાત અભિનેત્રીઓ પણ જોડાયાં.

આ કમ્પનીનું ‘વીરપસલી’ નાટક વડોદરા અને મુંબાઇમાં સળંગ 350 નાઇટ ભજવાયું હતું.

‘સાંભરરાજ’ નાટકની પાંચ રૂપિયાની ટિકીટના 100 રૂ. ભાવ મળતો હતો.

મુંબાઇમાં તેમના નામ માત્રથી લોકો નાટક જોવા આવતા હતા.

દિગ્દર્શન અને ખલનાયકી પણ કર્યાં હતાં.

‘પૃથ્વીરાજ – સંયુક્તા’ નાટકમાં સ્ટેજ પર સાચો ઘોડો લઇ આવ્યા હતા.

આઝાદી પહેલાંના જમાનામાં જૂના ગુજરાતી ચલચિત્રોમાં પણ કામ કર્યું હતું.

તેઓ નૃત્ય પણ જાણતા હતા.

જીવનમાં અનેક ચડતી- પડતી જોઇ હતી, છેલ્લે ગુજરાતી ચલચિત્રોમાં આર્થિક મુશ્કેલીઓના કારણે નાની નાની ભૂમિકાઓ પણ કરવી પડી હતી.

સન્માન

ગુજરાત રાજ્ય તરફથી ગુજરાતી રંગભૂમિ શતાબ્દી વર્ષની ઉજવણીમાં સન્માન અને માસિક બસો રૂ. નું પેન્શન

5 responses to “ચીમન મારવાડી, Chiman Marawadi

  1. Pingback: અનુક્રમણિકા … ચ - થી - ઝ « ગુજરાતી પ્રતિભા પરિચય

  2. Pingback: અનુક્રમણિકા – ચ « ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: અભિનેતાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: