ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

^બાઈ – પુસ્તક પરીચય, કેપ્ટન નરેન્દ્ર


        આ એક પુસ્તક પરીચય તો છે જ; પણ તેથી ઘણો વધારે આ એક અનોખા જીવનનો પરીચય છે. ‘બાઈ’ એક વાર્તા છે; સત્યકથા છે; ખરેખર તો એ એક લગભગ અભણ કહી શકાય તેવી, સાદી સીધી સ્ત્રીની આત્મકથાત્મક ડાયરી છે –  ભાગ્યેજ કોઈ તારીખના ટાંચણ વીનાની ડાયરી. ઘણાં જીવનચરીત્રો અને આત્મકથાઓ વાંચ્યા; પણ એ બધાથી ‘બાઈ’ એક સાવ જુદી જ વાત કહી જાય છે. વીચારતા કરી મુકે, અનેક પ્રશ્નો આપણા માનસપટ ઉપર ઉભા કરી એક જુદી જ અસર કરી જાય છે. આપણી સંવેદનશીલતાને હલબલાવી દે તેવી આ કથા છે. આમ જુઓ તો તે ઘણા બધા સંદેશ આપણને આપી જાય છે

                                                                              baai.jpg

         ‘બાઈ’ એ મા માટે મરાઠી કુટુમ્બોમાં વપરાતો શબ્દ છે. ‘બા’ અને ‘આઈ’ નું મીશ્રણ. કથાની નાયીકા મરાઠી ભદ્રસમાજની એક નારી છે, જેનું આખું જીવન ગુજરાતમાં વીત્યું છે. સુખી જમીનદારની પૌત્રી તરીકે બાળપણમાં; અને એક લશ્કરી લેફ્ટેનન્ટની મા તરીકે મૃત્યુના એકાદ વરસ પહેલાં – બસ!  આ બે જ નાના અમથા ટુકડા સુખના. શેશ જીવન ધગધગતા જ્વાળામુખી જેવું – કેવળ દુખ, યાતના, આંસુ, અવજ્ઞા, અપમાન અને સ્વજનો દ્વારા નકરી છેતરપીંડીથી ભરેલું.  ‘બાઈ’  અભાગણ માની છ દીકરીઓમાં પાંચમી દીકરી હતી. ઓગણીસ વર્શની ઉમ્મરે પોતાના બાપની ઉમ્મરના અને છ સંતાનોના પીતા એવા દારુડીયા પુરુશ સાથે લગ્ન થયા. ( તેનો સૌથી મોટો સાવકો પુત્ર તો તેનાથી પણ ઉમ્મરમાં મોટો હતો! ) માત્ર અગીયાર વર્શના ઝેર જેવા લગ્ન જીવનમાં ચાર સંતાનોને જન્મ આપી તે વીધવા બની. સાવકી માએ બાળકોને દુખ દીધાની વાતો તો ઘણી હોય છે, પણ સાવકી માને બાળકો હડધુત કરી સાવ ગુલામડી જેવી ગણે તે તો આ કથામાં જ જોવા મળ્યું. છેક બાળપણથી ઉપેક્ષીત, તીરસ્કૃત રહી. પીયર તેમજ સાસરી પક્ષ બન્ને તરફથી.  બધાંએ તેની રહી સહી મુડી પડાવી લીધી અને પાટુ મારતાં રહ્યાં. તેની સેવાઓનો લાભ ભરપેટ લીધો, પણ તેને નરક યાતનામાં સબડવા દીધી. સુખની કોઈક અલપ ઝલપ લહેરખી મળી ન મળી અને છીનવાઈ ગઈ. અને છતાં ઉલ્કાપાત જેવા દરેક અનુભવ બાદ માત્ર એક જ ઉચ્ચાર – શુદ્ધ કાઠીયાવાડી ભાશામાં….. ‘હશે.’ સદાય લુંટાતી જ રહેલી આ ‘બાઈ’ સદાય દીલથી સૌને આપતી જ રહી, આપતી જ રહી. તેણે કદી દુશ્મનને ય ‘મેર’ નથી કીધું.

           આ જીવનકથામાં કોઈ સાહીત્યીકતા શોધવા જઈએ તો નીરાશ જ થવાય. માત્ર ચાર ધોરણ સુધી ભણેલી આ બાઈ સતત સંઘર્શોથી ભરેલી જીવનકથામાં કઈ કલ્પનાનાં ઉડ્ડયનો લખે? કેવળ હકીકતો જ હકીકતો અને ક્યાંક, જવલ્લે જ, દબાવેલી રાખેલી લાગણી તરફ માત્ર અંગુલીનીર્દેશ જ. કોઈ ફરીયાદ નહીં, કોઈ ઉપદેશ, સાર, સ્વૈરવીહારી રંગરોગાન, શબ્દલાલીત્ય કે ફલશ્રુતી નહીં. આ કથાનકમાં કોઈ નાટ્યાત્મકતા, ચરમસીમા, ચમત્કૃતી, ઉપમા કે અલંકાર નથી. કદીક વાંચતાં કંટાળો પણ ઉપજે તેવી અંગત સંબંધોની વીગતોય ઠેકઠકાણે મળી જાય છે.

          પણ આ બધી વાંચન-વીટંબણાઓને ધૈર્યપુર્વક પાર કરો તો, ઈસુ કે ગાંધીની કક્ષાની માનવતા ઉપસી આવે છે. કેવળ યાતના, ઉપહાસ, તીરસ્કાર, અવજ્ઞા, દરીદ્રતા, મુર્ખામી જેવું લાગે તેવું ભોળપણ અને અજ્ઞાન – એ બધાને અતીક્રમી માનવતાથી મઘમઘતા એક પુશ્પનો પરીમલ આપણા સમગ્ર અસ્તીત્વમાં છવાઈ જાય છે. કરુણતાથી ભરેલા જીવનમાં કરુણાનો સાગર છલકાતો આપણે સ્પશ્ટ રીતે જોઈ શકીએ છીએ. માની મમતા શું કહેવાય; તેનો આનાથી સારો પરીચય ભાગ્યે જ વાંચવા કે જાણવા મળશે.

जुल्म सह कर भी, उफ् नहीं कहते,
उनके दिल भी अजीब होते है।

———————————————————

જેની તકદીર હો ધગધગતા જહન્નમ જેવી,
એ ભલા ક્યાંથી નીચોવી શકે ગુલજારોને? 

         આ પંક્તીઓ સહજ જ આ જીવનકથા વાંચતાં આપણા મુખમાંથી સરી પડે છે.  અને છતાં ય આ સતત દુખમય જીવનના પાર્શ્વભુમાં, શીક્ષણ મેળવવા અને પોતાનાં સંતાનોને પેટે પાટા બાંધીને શીક્ષણ અપાવવા માટેની તેની ઉત્સુકતા, એક અજીબોગરીબ ખુમારી ઉપસાવતી રહે છે. તેના પરીપાક રુપે આ માતા જીવનના છેવટના ગાળામાં દીકરાને ઘેર કાશ્મીરમાં સુખ અને ચેનનો અહેસાસ કરે છે; ત્યારે આપણે પણ હર્શાશ્રુથી તેના સુખના આ નાના ટુકડાને આપણું પોતાનું સુખ માનવા લાગી જઈએ છીએ. તેની અધુરી રહેલી કથાનું અનુસંધાન જોડી આપતી તેના પુત્રની કહાણી આપણને જણાવી જાય છે કે, આ માનાં બે સંતાન હાલ અમેરીકામાં બહુ જ સુખી રીતે નીવાસ કરે છે.

          અને કેટકેટલું કહી જાય છે આ ‘બાઈ’ – તેની લગભગ અબોલ વાણીમાં? એક તરફ ભદ્રસમાજના દંભ, અસહીશ્ણુતા, અસંવેદનશીલતા અને કેવળ સ્વાર્થનું નગ્ન દર્શન આપણી અંદર પ્રબળ આક્રોશ જન્માવે છે. તો બીજી તરફ ગરીબાઈ, અશીક્ષીતતા, કચડાઈ ગયેલું સ્વમાન, અને મુર્ખતા કહેવા લાલાયીત કરે તેટલી હદ સુધીનું ભોળપણ આપણને રડાવી પણ જાય છે. હમ્મેશ જેને કોઈ પણ હક્ક, તક કે સુખથી વંચીત જ રાખવામાં આવી છે; એવી આ ‘બાઈ’ કેવળ અસ્તીત્વ માટે સતત ઝઝુમતી જ રહે છે. અને છતાં કોઈને માટે કદી એક હરફ પણ તેની જબાન પરથી નીકળતો નથી. કોઠાસુઝવાળી સ્થીતપ્રજ્ઞતા સતત ઉજાગર થતી રહે છે. શીક્ષણની તાતી જરુરીયાત અને જીવનસ્તર પર તેનો નીસંશય પ્રભાવ કશા દોરીસંચાર વીના અભીપ્રેત છે.

         આ આત્મકથાનક પ્રયત્ન કરીને પણ વાંચવા જેવું છે. સાવ અસાહીત્યીક હોવા છતાં, આપણને બહુ ઉંડા ચીંતનમાં મુકી દે તેવું તેનું પોત છે. તેમાં આપણા સમાજના પાયાને હચમચાવી મુકે તેવી પ્રબળ વીપ્લવાત્મક તાકાત છે તો, ભડભડતા દાવાનલમાંય પાંગરતું આ પુશ્પ આપણને જીવવાની એક અજબ ખુમારીની પ્રેરણા પણ આપી જાય છે. ‘શીક્ષણ એ વીકાસની પાયાની જરુરીયાત છે’ અને ‘પ્રેમ એ જીવનનો પાયો છે.’ આ બે વાત નીર્વીવાદ સત્ય આ કહાણીમાંથી નવનીતની જેમ ઉપસી આવે છે.

     આવી અનેક ‘બાઈઓ’ સમાજમાં ખુણે ખાંચરે મોજુદ હશે. પણ વિમલા ‘બાઈ’ એ આ ડાયરી લખીને આવી અનેક મહાન અને પુજ્યપાદ માતાઓનાં આંતરવૈભવથી ભરપુર જીવનોને અંધકારમાંથી પુર્ણ પ્રકાશમાં સ્થાપીત કર્યાં છે.

       આભાર ‘બાઈ’ !  તને અમારાં શત શત પ્રણામ….

—————————————————————————————————-

ટુંકાણમાં

  • શીર્શક – ‘બાઈ’
  • લેખક – ‘વિમલા બાઈ’ ( લીલા) – મરાઠીમાં હસ્તલીખીત ડાયરી [ જન્મ – 1915 , વડોદરા ; અવસાન – 1968, અમદાવાદ )
  • પ્રકાશમાં લાવનાર – તેનો દીકરો ‘નરેન’ – અમેરીકા
  • ગુજરાતીમાં અનુવાદક – કેપ્ટન નરેન્દ્ર – અમેરીકા
  • પ્રસ્તાવના – ‘એક લાંબી, ધીમી તપતી ઉનાળાની બપોર’ – વર્ષા અડાલજા
  • પ્રકાશક – સ્વાતિ પ્રકાશન – અમદાવાદ
  • પૃશ્ઠ સંખ્યા – 117
  • કીમ્મત – …….  ( મારી દ્રશ્ટીએ અમુલ્ય)
  • પ્રાપ્તીસ્થાન – ગુર્જર એજન્સી, નવભારત સાહિત્ય મંદિર
  • અમેરીકામાં 2.50 $ ની ટીકીટ મોકલવાથી છેવટની પંદર કોપીઓ, ‘વહેલા તે પહેલા’ ધોરણે મેળવવા
    સમ્પર્ક captnarendra@gmail.com
  • માહીતી માટે આભાર – શ્રી. વિશ્વદીપ બારડ – હ્યુસ્ટન

32 responses to “^બાઈ – પુસ્તક પરીચય, કેપ્ટન નરેન્દ્ર

  1. SUNIL SHAH નવેમ્બર 14, 2007 પર 1:51 એ એમ (am)

    ‘બાઈ‘ની સંઘર્ષ કથા–ડાયરીનો સુંદર પરીચય કરાવ્યો. આવી અનેક કહાનીઓ સમાજમાં જોવા મળેછે. ક્યાંક લખાય છે તો ક્યાંક વણલખી રહી જાય છે. જીંદગીનું બીજું નામ મથામણ છે. ઝઝુમવું એ નીડરતાનું પ્રતીક છે. સફળતા મળે કે ન મળે પ્રયત્ન કરતા રહેનારા જ વીરત્વ પામે છે.

  2. HIMANSHU PATHAK નવેમ્બર 14, 2007 પર 2:39 એ એમ (am)

    Superb expression for reality in a lucid manner which touches the bottom of the heart and gives lots of inspirations.
    congratulations

  3. neeraj yajnik નવેમ્બર 14, 2007 પર 6:09 એ એમ (am)

    i have often wondered about the sanity of the UNJHA JODNI, but this review on ‘BAAI’ really takes the cake.

    those who insist on UNJHA JODNI in gujarati are very confortable in using the hrasva i and u in hindi – do they think my mothertongue to be ‘shun shan paisa chaar’?

    i would be obliged for a public reply.

  4. વીજેશ શુક્લ નવેમ્બર 14, 2007 પર 7:12 એ એમ (am)

    It is said that every man has his own story.There are so many men in this world who live in obscurity but they have really done herculean things in the world without being praised.Hundreds od salaam to that son and you too who have brought into lime light the story of conflict of a BAI

  5. Harnish Jani નવેમ્બર 14, 2007 પર 8:48 એ એમ (am)

    There are thousands of “Bai”s in our society.It is how we react is imp-Writer has done good job-

  6. DR. CHANDRAVADAN MISTRY નવેમ્બર 15, 2007 પર 3:00 પી એમ(pm)

    I read BAI…the PUSTAK PARICHAY..& I really liked it..MY VANDAN to the brave lady….I wish I can get a copy of the book….

  7. VinodPrajapati નવેમ્બર 18, 2007 પર 3:50 એ એમ (am)

    Dr.chandravadanbhai Mistry tarfti temni Sahitya Yojana ma pubvlished thayel pustakoni yadi moklu chhu Samaj Sudharna mate fist

  8. nilam doshi નવેમ્બર 20, 2007 પર 8:16 એ એમ (am)

    દાદા, ખૂબ સુન્દર પરિચય કરાવેલ છે. પુસ્તક મેં વાંચેલ છે. કોઇ પણ ભાવકને હચમચાવી શકવાની ત્તેના સીધા સાદા શબ્દોમાં છે. સમાજમાં આવા પાત્રો આજે પણ અગણિત છે જ.

    બધા તો બહાર પણ કયાં આવી શકે છે ? વ્યકત પણ કયાં થ ઇ શકે છે ? કે વાચા પણ કયાં મળે છે ?

  9. Jugalkishor નવેમ્બર 20, 2007 પર 8:26 પી એમ(pm)

    સરસ બુક; સરસ પરીચય.

    આમ જ ગમતાંનો ગુલાલ કરીને ઉડાડતાં રહેવું જોઈએ. સુરેશભાઈએ આમ જ ઘણાં માઈલસ્ટોન ગોઠવ્યા કર્યા છે. ઈતીહાસ આની નોંધ લેશે જ.

    અભીનંદન અને હજીય વધુ અપેક્ષા !

  10. neetakotecha જાન્યુઆરી 28, 2009 પર 7:47 એ એમ (am)

    he nari tu ka aavi udar dil vadi…
    ke je taru bagade ..enu pan tu n bagadi sakti….
    karan e tara swabhav ma j nathi…
    pan shu duniya kadar kare che???
    ane aa duniya e j nari ne aaj ni nari ne nari raheva didhi nathi…
    have to bas badha ma joi laishu ni pratha aavi che….
    ane dadaji ek vat kahu…aaj na bachchca o duniya same ladva mate sauthi moto aashro potana bhanatar no le che….
    ke bad sarkhu bhani laiye pachi karsu duniya ne barobar..
    to shu sarasvati mataa ne dukh nahi thatu hoy…
    aap mansho nahi pan sara ma sara bhanela bachchao na modha ma thi etla kharab shabdo sambhadiya che ne em thay ke aa kevu bhantar????
    aape je pustak parichay aapyo…e vachvani ichcha thai che..jarur thi vachish…

  11. અક્ષયપાત્ર માર્ચ 7, 2009 પર 1:28 પી એમ(pm)

    સુરેશભાઈ, આવી જ એક બાઈના બાર સંતાનો (સાવકા અને પોતાના મળીને)માંની હું એક ક્યારેક મારી માતાના ધુપસળી જેવા જીવન વિષે લખી શકીશ એવી આશા રાખુ છું. તેના જેટલો ત્યાગ….ખેર, પ્રસંગો જાણ્યા વગર સમજાય તેવું નથી.ક્યારેક દુનિયાને હલબલાવીને પુછવાનું મન થાય કે પ્રેમ એ સ્ત્રીની શક્તિ કે ગુનો?

  12. Maheshchandra Naik માર્ચ 7, 2009 પર 2:28 પી એમ(pm)

    It is very nice of you to bring it to us reality of BAI & AAi, mother is always mother in any form, GREAT for GUJARATI book review, Thanks I wish I can get the book even by paying, not only stamps/postages.

  13. rkpatel માર્ચ 7, 2009 પર 4:40 પી એમ(pm)

    Indeed the story of BAAI or MAA or MOTHER is good,in fact very good;because IT WAS ABOUT LOVE.

    Because the story was about FEMALE-LOVE,I mean MOTHER-LOVE,IT HAS HAD TO BE GOOD..!!

    LET’S NOT TALK ABOUT US-HUMANS FOR A MOMENT,but if we would OBSERVE even INSECTS,BIRDS,BEASTS,BRUTES,ANIMALS-FEMALES/MOTHERS etc,we will find that FEMALE-MOTHERS LOVE their OFF-SPRINGS,like human-females or mothers love her child/children;no matter who was FATHER..!!

    Having said that I want to tell you that I have had been RESEARCHING about WHAT IS LOVE..!!

    In fact I am MAD about FINDING OUT WHAT IS LOVE,because IT SEEMS TO MYSELF THAT LOVE,so to speak;IS THE GLUE WHICH JOINS US or BINDS US..!!

    And therefore I WONDERED that,like for WEIGHT,DISTANCE etc we have INVENTED KG,MM,CM,KM etc;similarly with WHAT we-humans should COMPARE human,insect, bird,beast,brute,animal-love etc..!!

    Because if human-love was limited to ONLY our child or children or our NEAR and DEAR ie ME or MINE,like insects,birds,BEASTS,BRUTES,ANIMALS etc,which presently IT HAS BEEN LIMITED TO;then eventhough I WOULD BE THE FIRST-HUMAN TO OBJECT TO LUMP US-HUMANS with birds,insects,beasts,brutes or animals, BECAUSE OBVIOUSLY WE-HUMANS are SEPARATE and DIFFERANT from them,I ASK YOURSELF THROUGH MYSELF that in what SENSE are WE-HUMANS,ie MALES or FEMALES;SEPARATE and DIFFERANT FROM INSECTS, BIRDS,BEASTS,BRUTES,ANIMALS etc..!!

    Think about that for a moment..!!

    rkpatel,
    wn,nz.

  14. rkpatel માર્ચ 7, 2009 પર 4:53 પી એમ(pm)

    I BELIEVE somehow the book [English-Traslation also..!!] should be DIGITISED and either put it on the WEB-SITE for anyone to read it for FREE or cds sold/distributed at COST-PRICE.

    Think about that for a moment..!!

    rkpatel,
    wn,nz.

  15. Nilesh Vyas માર્ચ 7, 2009 પર 11:56 પી એમ(pm)

    નરેનભાઈ એ સપ્રેમ ભેંટ આપેલ આ પુસ્તક જ્યારે વાંચ્યું ત્યારે હ્રદયના તાર જણજણી ઉઠ્યા હતાં, મનને હલબલાવી નાંખનાર આત્મકથા વાંચીને સમાજ પ્રત્યે ધીક્કાર જન્મી ગયો હતો.

    નીડરતાથી જીંદગી સાથે ઝઝુમનાર વિમલાતાઈ ને સત સત પ્રણામ !

  16. rkpatel માર્ચ 8, 2009 પર 3:10 એ એમ (am)

    We all think,say,write,read,discuss,debate,sympathise etc with TRUTH or LOVE but I have seen at time and again that in an actual situation WE KEEP QUIET ie WE DO NOT SAY ANYTHING,LET ALONE DO ANYTHING;BUT WE DO NOT STAND BY THE PERSON VICTIMISED.

    Therefore I consider that we-humans in general and we-Indians in particular are not like INSECTS,BIRDS,BEASTS,BRUTES or ANIMALS;BUT WE ARE EVEN LOWER THAN THEM..!!

    Think about that for a moment..!!

    rkpatel,
    wn,nz.

  17. Aabid Surti માર્ચ 8, 2009 પર 11:22 એ એમ (am)

    I believe, every human being is a living novel. Some are fascinating, some are interesting and some are dull and drab too. To spot the right one is an art that only a translator knows. My compliments to Captain Narendra for giving us the glimpse of Baai through this blog and made me anxious to read the whole book…AABID

    • rkpatel મે 14, 2013 પર 9:29 પી એમ(pm)

      Dear Aabidbhai Surati,

      By the way,according to OUR-INDIAN-RELIGION,called SANAATAN-DHARMA ALL-NAMES and ALL-FORMS ,for 100s and 1000s of years ie AGEShave been BELIEVED as FALSE/UNREAL/UNTRUE etc..!!

      In that RESPECT WE-HUMANS in general and WE-INDIANS in particular were SAME as INSECTS,BIRDS,BEASTS,BRUTES or ANIMALS..!!

      Think about that for a moment..!!

      By the way,since the INSECTS,BIRDS,BEASTS,BRUTES or ANIMALS CAN NOT KNOW;therefore I BELIEVE that WE-HUMANS were even LOWER than THEM..!!

      Think about that for a moment..!!

      By the way,neither WE-HUMANS in general and WE-INDIANS in particular KNOW THIS;nor DO WE WANT TO KNOW IT..!!

      rkpatel,
      wn,nz.

  18. Dr.Ashok Mody માર્ચ 8, 2009 પર 12:24 પી એમ(pm)

    BAI -‘બાઈ’ એ મા માટે મરાઠી કુટુમ્બોમાં વપરાતો શબ્દ છે. There is some cnfusion. I may be wrong. As I know ‘બાઈ’ is using for different purpose and word ‘AAi’ એ મા માટે મરાઠી કુટુમ્બોમાં વપરાતો શબ્દ છે.

  19. અખિલ સુતરીઆ મે 13, 2009 પર 10:12 એ એમ (am)

    સાને ગુરુજી લીખીત ‘શ્યામચી આઈ’ નામની બાળકોને સુસંસ્કૃત કરવા સક્ષમ ફિલ્મમાં પણ કેન્દ્ર્સ્થાને રહેલા પાત્રનું વર્ણન પણ મહદ અંશે ‘બાઇ’ જેવું જ છે. કદાચ બધી ‘બા’ અને બધી ‘આઇ’ બધી જ જગ્યાએ આવી જ હોતી હશે.

  20. shashikant shah ઓગસ્ટ 31, 2009 પર 7:02 પી એમ(pm)

    Very heart- touching story of real life..It will encourage so many unhappy mothers
    of the world. I highly admire your services to the community.Thank you for your special favor to me.
    -Shashikan Shah.

    • rkpatel મે 14, 2013 પર 9:11 પી એમ(pm)

      Dear Sashikantbhai,

      By the way,WE-HUMANS have to CARE FOR OURSELF and OUR NEAR and DEAR ie ME and or MINE as WE have BODY-BRAIN-INTELLECT-MIND etc..!!

      But,according to OUR-ETERNAL-RELIGION or SANAATAN-DHARMA the CHALLANGE is to LIVE as if WE have had NO-NAME and NO-FORM or NO-BODY-BRAIN-INTELLECT-MIND etc..!!

      Think about that for a moment..!!

      By the way,it was possible to be FREE-OFF or FREE-FROM OURSELF and OUR NEAR and DEAR ie ME and MINE ONLY in HUMAN-BODY=BRAIN-INTELLECT-MIND etc ie ONLY in HUMAN-AVATAAR..!!

      Think about that for a moment..!!

      rkpatel,
      wn,nz.,

  21. Pingback: જિપ્સીની ડાયરી – પુસ્તક પરિચય | ગુજરાતી પ્રતિભા પરિચય

  22. Pingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય

  23. Ramesh Patel મે 2, 2013 પર 7:07 પી એમ(pm)

    રત્નો પકવતો દરિયો ખારાશથી ભરપૂર છે અને દેશને સાચા રત્નો દેતું માવતર પણ આટલું પાવન અને તપભર્યું હોય તેની આ…સત્ય જીવંત કથા છે. આદરણીય કેપ્ટનશ્રી નરેન્દ્રભાઈ અને આ માનું હૃય વંદનનું અધિકારી છે…પાવન કથા છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    • rkpatel મે 14, 2013 પર 2:38 એ એમ (am)

      Dear Rameshbhai,

      WE-HUMANS will have to CARE FOR OURSELF and OUR NEAR and DEAR ie ME and or MINE;because WE have BODY-BRAIN-INTELLECT-MIND etc..!!

      But,according to OUR-RELIGION WE will have to be FREE-OFF or FREE-FROM OURSELF and OUR NEAR and DEAR ie ME and MINE..!!

      Think about that for a moment..!!

      By the way,it was possible to be FREE-OFF or FREE-FROM OURSELF and OUR NEAR and DEAR ie ME and MINE ONLY in HUMAN-BODY=BRAIN-INTELLECT-MIND etc ie ONLY in HUMAN-AVATAAR..!!

      Think about that for a moment..!!

      rkpatel,
      wn,nz.

  24. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  25. readsetu એપ્રિલ 15, 2015 પર 5:21 એ એમ (am)

    મારા લીસ્ટમાં આ પુસ્તક તાત્કાલિક ખ્હરીદવાના લીસ્ટમાં મૂક્યું. રેખાની વાત સાચી છે, આવી કેટલી માતાઓ, શોધવા બેસીએ તો મળે ! માત્ર પુસ્તક પરિચય વાંચીને હૃદય ભીંજાઇ ગયું.
    સુરેશભાઈની આભારી છું..
    લતા હિરાણી

  26. Rajul Kaushik ડિસેમ્બર 11, 2021 પર 5:28 પી એમ(pm)

    ‘બાઈ’- થોડામાં ઘણું વ્યક્ત થયું છે. એક નારી એની ભારોભાર વ્યથા, વેદના, અવહેલના પછી પણ ટકી શકી એનું આત્મબળ કેવું હશે?
    સમાજમાં આવી ઘણી વ્યથાઓ વેરાયેલી હશે, આપણાં સુધી પહોંચે ત્યારે એની પીડા સમજાય.

  27. Pravina સપ્ટેમ્બર 23, 2022 પર 5:15 પી એમ(pm)

    “બાઈ” નવલકથા ઘણું કહી જાય છે. નારીનું જીવન વેદના સભર હોવા છતાં જીવંત રાખવામાં નારી પોતાની સમગ્ર શક્તિનો પરચો બતાવે છે. નારીને વ્વ્દના માત્ર પુરુષ નથી આપતો. ઘરના કુટુંબી જનો પણ તેમાં ભાગ ભજવ્તા હોય છે. છતાં નારી સહિષ્ણુતાની મૂર્તિ પોતાનું કાર્ય કરવામાં પાછી પાની કરતી નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: