ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

યશવન્ત ત્રિવેદી, Yashwant Trivedi


પ્રેરક અવતરણ

“જેમ ડુંગળીનાં ફોતરાં ઉતારતાં ઉતારતાં કેવળ છોંતરાં જ રહે ને કાંઈ સાર નીકળે નહીં; તે જ પ્રમાણે વિચાર કરતાં ‘હું’ જેવી કોઈ ચીજ મળશે નહીં. બાકી જે રહે તે જ આત્મ – ચૈતન્ય.”
– રામકૃષ્ણ પરમહંસ

“તલવારના ઘા પર ઘા કર્યે જાઓ દોસ્તો!
હું ટટ્ટાર ઊભો છું, પાણીના સ્તંભની જેમ.”

” મને થયેલ અન્યાય માટે
આખું બ્રહ્માંડ સાંભળે એટલી મોટી મેં ચીસ પાડી હોત.
પણ તો મારી કવિતા નષ્ટ થઈ જાત.”

“ ફુલોની પાંડુલિપિ સવારની સાડી પર ભરતકામ કરી રહી છે.
વરસાદથી ભીંજાયેલી પાંખો પસવારીને
પંખીઓ નિતાંતને કોઈ શુભ સંદેશ આપી રહ્યાં છે.”
– એક ગદ્ય કાવ્ય

“ દુનિયાનો કોઈપણ મુકદ્દમો ચાલે છે ત્યારે બહારના અને અંદરના યશવંત વચ્ચે જ ચાલે છે.”
– પ્રો. અમૃત ઉપાધ્યાય

# એક રચના

____________________________________________________________

સમ્પર્ક      2-એ, વાટિકા, બાપ્ટિસ્ટા રોડ; વિલે-પાર્લે( પશ્ચિમ) , મુંબાઈ- 400 056

જન્મ

  • 16, સપ્ટેમ્બર- 1934; પાલીતાણા
  • વતન – મહુવા

કુટુમ્બ

  • માતા– રંભાબેન; પિતા– રામશંકર
  • પત્ની– જ્યોત્સ્ના( લગ્ન- 1960, મુંબાઈ) ; સંતાન – એક પુત્ર, બે પુત્રી

અભ્યાસ

  • 1956 – અર્થશાસ્ત્ર / આંકડાશાસ્ત્ર સાથે બી.એ.
  • 1965 – ગુજરાતી સાથે એમ.એ.
  • 1979 – પી,એચ.ડી.

વ્યવસાય

  • મુંબાઈ યુનિ. ના ગુજરાતી વિભાગના અધ્યક્ષ

જીવનઝરમર

  • પ્રેરણામૂર્તિ – પરમાત્માનું નારીસ્વરૂપ
  • ‘બોદલેર’ ઉપર પી.એચ.ડી. કરેલું છે.
  • પ્રથમ મૌલિક, પ્રકાશિત કૃતિ –‘ એ સૂરજ ઊગે’ વાર્તા
  • અનેક વાર આકાશવાણી પર કાર્યક્ર્મો આપ્યા છે.
  • પાઠપૂજા, ક્રિયાકાંડમાં, વર્ણાશ્રમમાં માનતા નથી.
  • માનવધર્મ કરતાં કશું જ ઓછું અસ્વીકાર્ય.
  • ન્યાય અને સત્ય માટે ઊભા રહેવાની પ્રતિબદ્ધતા; પ્રતિબદ્ધતા વિષે 80 પાનાંનો લેખ અને 50 જેટલાં કાવ્યો લખેલાં છે.
  • ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવે છે.\
  • યુરોપ, અમેરાકા, કેનેડા વિ. દેશ અને ભારતમાં અનેક પ્રવચનયાત્રાઓ કરેલી છે. 3000 જેટલાં પ્રવચનો કરેલાં છે.
  • પ્રદ્યુમ્ન તન્ના અને પ્રિયકાન્ત મણિયાર ખાસ મિત્રો

રચના   – 55 પુસ્તકો

  • કવિતા– ક્ષિતિજને વાંસવન, પરિપ્રશ્ન, પરિદેવના, પશ્ચિમા, આશ્લેષા; પરિશેષ – તેમના 100 પ્રતિનિધિ કાવ્યોનું પ્રમોદકુમાર પટેલે કરેલું સંપાદન; પ્રલંબિતા- તેમનાં 76 કાવ્યોનો પ્રો. રમેશ શુકલે સંપાદિત કરેલ સંગ્રહ
  • નિબંધ– થોડીક વસંત, થોડાંક ભગવાનનાં આંસુ ( ગદ્યકાવ્ય/ લલિતનિબંધ), અહિંસાનું દર્શન, મન અને પરબ્રહ્મ, પ્રેમધર્મનું જાગરણ, પૂર્ણતાનું આચ્છાદન
  • વિવેચન– ઈષિકા, અશેષ આકાશ
  • પ્રવાસ – ગ્રુસડાઈન ગોટ
  • સંપાદન – 12 પુસ્તકો; કવિતાનો આનંદકોશ, ઝુમ્મરો, ગાંધીકવિતા, સ્વાતંત્ર્યોત્તર કવિતા
  • સંશોધન – કાવ્યની પરિભાષા
  • વ્યાકરણ– ભાષાવિહાર
  • અનુવાદ – પ્રતિયુદ્ધ કાવ્યો, પાબ્લો નેરૂદાની કવિતા, આંતરરાષ્ટ્રીય કવિઓ
  • અંગ્રેજી – Selected poems, Gujarati- language and literature, The beacon light
  • પ્રકીર્ણ – ઈન્ટરવ્યૂ

સન્માન

  • 1878- સોવિયેત લેન્ડ નહેરુ એવોર્ડ
  • સંત તુકારામ નેશનલ એવોર્ડ
  • ગુ.સા. પરિષદ એવોર્ડ
  • પાંચ વાર સાહિત્ય અકાદમી એવોર્ડ
  • ‘કવિલોક’ પ્રથમ પારિતોષિક
  • કુલ 16 એવોર્ડ/ પારિતોષિક

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર, રાદ્ગેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
  • ગુજરાતી સાહિત્યકોશ , ભાગ -2

6 responses to “યશવન્ત ત્રિવેદી, Yashwant Trivedi

  1. Pingback: અનુક્રમણિકા - ય « ગુજરાતી સારસ્વત પરિચય

  2. Pingback: ગીત મને કોઈ ગોતી આપો - યશવંત ત્રિવેદી « કવિલોક

  3. Pingback: અનુક્રમણિકા – ય | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: