ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

રમેશ પટેલ(આકાશદીપ), Ramesh patel


રમેશભાઈનો બ્લોગ ‘ આકાશદીપ’

“જનજનની શક્તિ ઊભરી, વતનને દીધી આઝાદી
વીરોની આ ભૂમિ ભારતી, ગજગજ ફૂલવે છાતી.”

“અમને લાગે સિંહ બિચારા વગડે
કરવા ક્ષુધા તૃપ્ત ફરે અંધારે
માગું હરિ ભાવ ધરીને અંતર
ભવોભવ બનાવજો કળિયુગી ઉંદર”

“રંગમાં રંગ ભળે ને હાલે રંગોની વણઝાર
રંગમાં રમીએ રંગે રમીએ, દઈ મીઠા આવકાર”

“નવી રાહે નવી ચાહે આભ આશાઓ મલકે છે
સહેજ હવા પ્યારની મળતાં, માળો બાંધવા ઝંખે છે
હૃદય આપણું નાજુક નમણું પંખી છે”

“નથી અમારું નથી તમારું, આ જગ સૌનું સહીયારું ,
મારામાં રમતું તે તારામાં રમતું, અવિનાશી અજવાળું.”

# રચનાઓ  :     – 1 – :    –  2  –

તેમના પરિચયનો સરસ લેખ ( શ્રી. પી.કે.દાવડા)

________________________________________________

સમ્પર્ક 550, બકનેલ વે, કરોના-કેલીફોર્નીઆ (યુએસએ), 92881

જન્મ

 • 16, જુન – 1948 :  મહીસા; તા. મહુધા ; જિ.-ખેડા

ઉપનામ

 • આકાશદીપ

કુટુમ્બ

 • માતા–કાશીબેન; પિતા-ઝવેરભાઈ મુખી
 • ભાઈઓ – વિષ્નુભાઈ, બલવંતભઈ, અશોકભાઈ; બહેન – જશોદા
 • પત્ની-સવિતાબેન ( લગ્ન-19 મે, 1971; જેઠોલી,બાલાશીનોર)
 • પુત્રીઓ – શ્વેતા, મેનકા, વિતલ

અભ્યાસ

 • પ્રાથમિક અને માધ્યમિક – મહીસા
 • ઉચ્ચ શીક્ષણ – 1971 – સરદાર પટેલ યુનિવર્સિટી, વિદ્યાનગર – બી.ઈ.(ઈલેક્ટ્રીકલ) ફર્સ્ટક્લાસ સાથે

વ્યવસાય

 • 1972 – કપડવંજ – ગુજરાત વિદ્યુત નિગમમાં ઈલેક્ટ્રીકલ ઈજનેર તરીકે શરુઆત
 • 2004 – ગાંધીનગરથી એક્ઝીક્યુટીવ ઈજનેર તરીકે નિવૃતી લીધી.

તેમના વિશે વિશેષ

 • પિતા- કેળવણી ક્ષેત્રે આજીવન ટ્રસ્ટી,પ.પૂજ્ય રવિશંકર મહારાજ ના ભૂમીદાન ચળવળના સહયોગી
 • નોકરીમાં વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના નિર્માણ માં મહત્વની જવાબદારી નીભાવી, ૧૪૭૦મેગાવોટ નો વીજ ધોધ, ગુજરાતને ગામેગામ વહાવવામાંસહયોગી બનવાનું અહોભાગ્ય મળ્યું.
 • મેમ્બર ઓફ બોર્ડ એક્ઝામીનર્સ તરીકે, મોર્ડન હાઈ પ્રેશર બોયલરના પ્રેક્ટીકલ નિષ્ણાત તરીકે, ચીફ બોયલર ઈન્સપેક્ટર સાથે, (૧૯૯૯-૨૦૦૧), ગુજરાત સરકારની નીમણૂક મુજબ માનદ સેવા આપી.
 • ગાયત્રી યુગનિર્માણ, મથુરાની હિન્દી પુસ્તીકાઓનું ગુજરાતીમાં અનુવાદકરી, પ્રકાશન કરવામાં સહયોગી બન્યા
 • 2004 – અમેરીકામાં સ્થળાંતર
 • પ્રખર ચીંતક લેખક શ્રીગુણવંત શાહે, ભારેખમ શબ્દો પ્રયોજવાથીજ ઊર્મીઓ પ્રગટ કરી શકાય, એવી વિચાર ધારાવાળી ભાષાશૈલી ને બદલે લોકભોગ્ય શૈલી માટે આગળ આવવા દિશાસૂચન કર્યું.

રચનાઓ

 • કાવ્ય – સ્પંદન, ઉપાસના, ત્રિપથગા

94 responses to “રમેશ પટેલ(આકાશદીપ), Ramesh patel

 1. chandravadan જુલાઇ 24, 2008 પર 6:50 પી એમ(pm)

  Dear Rameshbhai..WECOME ti GUJARATI WEB JAGAT ! All the best for your Blog . I have a Blog CHANDRAPUKAR….PLEASE do visit at>>>>.
  http://www.chandrapukar.wordpress.com >>>Dr. Chandravadan Mistry Lancaster Ca USA

 2. Ramesh Patel જુલાઇ 25, 2008 પર 12:40 પી એમ(pm)

  Shri Mukund Desai,
  My e..mail.. rjpsmv@yahoo.com
  Rameshchandra Patel

 3. Chirag Patel જુલાઇ 25, 2008 પર 3:14 પી એમ(pm)

  આદરણીય શ્રી રમેશભાઈ પટેલ(આકાશદીપ),
  ગુજરાતી સાહિત્ય જગતની વેબ સાઈટ પર, ઘણા સમયથી આપની રચનાઓ ઉલ્લેખનીયરીતે,મનનીય અને પ્રસન્નકર રીતે વહેતી અમને સૌને માણવા મળી છે.આપની કલમમાં કંઇક વિશેષતા કાયમ અનુભવી છે.ભાવ અને ગહન ચીંતન સભર રીતે,સંસ્કૃતિના તાણાવાણા આપે વણ્યા છે..આજે સારસ્વત પરીચયમાં આપનું સ્વાગત અમને ખૂબજ આનંદ આપી જાય છે.કવિલોક,લયસ્તરો,કાવ્યસૂર,રીડ ગુજરાતી,મેઘધનુષ્ય, શબ્દ સાગરને કિનારે, બાલ ફૂલવાડીઅને સહીયારું સર્જનના પટ્ટાગણને આપે ગરીમા આપી છે.
  અમારા અભીનંદન. આપની કૃતિઓ, સંકટ મોચન, પૂનમ વૈશાખની,રણભેરી અને વધામણી વસંતને અમારી મનગમતી કવિતાના સંગ્રહ માં આગવું સ્થાન પામી ગઈ છે.
  ચિરાગ પટેલ

 4. Navinbhai B. Patel જુલાઇ 27, 2008 પર 4:37 પી એમ(pm)

  માનવ તારી શાખ જવાહર , જગ જાણે જવાહર વાત

  આત્મ ખમીરથી ઘૂઘવે સાગર, થઈ મહાસાગરની જાત

  ( આકાશદીપ)

  અભીનંદન, અનુપમ પરીવાર ચેરીટેબલ ટ્રસ્ટ, (ઓડૅ,આણંદ)

  નવિનભાઈ પટેલ(USA)

 5. Ramesh. Patel જુલાઇ 27, 2008 પર 4:50 પી એમ(pm)

  Dear Shri Sureshbhai & Dr. Dilipbhai
  I convey my sincere thanks for inspiring and providing supports through kavyasoor and Kavilok.
  with Regards
  Ramesh Patel(Aakashdeep)

 6. Vital Patel જુલાઇ 29, 2008 પર 10:23 એ એમ (am)

  ભાગ્યવંતો નીરખે જશોદાજીનો લાલ
  મારે આંગણીયે આનંદ ગુલાલ
  I like your above words on kavilok.
  વિતલ પટેલ

 7. Pingback: અનુક્રમણિકા - ર « ગુજરાતી સારસ્વત પરિચય

 8. Chandra. Patel ઓગસ્ટ 1, 2008 પર 4:42 એ એમ (am)

  કોઇ એવું સામે મળે કે ભાવથી ભેટી પડે
  હસી હસાવી માંહ્યલાને ચાહથી ગૂમ્જાવતું રમે
  અનોખી રીતે દિલની વાતો, પ્રેમની વિણા વગાડી આકાશદીપે કહી દિધી.
  પ્રભુ પ્રેમ, માતૃ પ્રેમ્,કુદરત નો લગાવઅને યૌવનનો થનગનાટ ખૂબજ મનનિય રીતે
  માણવા મળ્યો.
  ચંદ્ર પટેલ

 9. keyur Patel ઓગસ્ટ 4, 2008 પર 8:51 પી એમ(pm)

  પથ્થર મનને ઘસી ઘસી ચમકાવી દિવ્ય વ્યાપી થાજો મહારથી
  ગ્યાન કિરણે ઢૂંઢો જગે તો તમને ઈશ્વર સિવાય કંઈ જડશે નહીં
  સ્વયંને પરખ્યા વગર રહી જાશે, સર્વ સાધના જગે અધૂરી
  આત્મીય આનંદે નિષ્કલંક પ્રતિભાનો ,સૂર્ય સ્વયં જાશે પ્રકાશી
  આકાશદીપની ઉપરોક્ત પંક્તીઓ ખૂબ જ ઊંચી વાત કહી જાય છે
  અને આવી સુંદર કૃતિઓ મળતી રહે એવી અભિલાષાસાથે અભિનંદન
  કેયુર પટેલ

 10. Snehal Patel ઓગસ્ટ 10, 2008 પર 1:47 એ એમ (am)

  તારા પીંછાનો વીંઝણો રુપાળો
  કે મોર તું લાગે છે છેલ છોગાળો

  મોર તમે કેવારે કામણ કીધા
  કે હરીએ તમારા સરનામા રે દીધા
  રમેશ પટેલ(આકાશદીપ)તમારી કલમ પ્રસાદી
  ગમતીલી છે.પ્રસન્નતા પ્રેરકછે.અભિનંદન
  સ્નેહલ પટેલ

 11. Snehal Patel ઓગસ્ટ 23, 2008 પર 7:29 પી એમ(pm)

  છલક્યા અમર પ્રેમના પ્યાલા

  કે ખીલ્યા આજ પૂનમના અજવાળા

  ખૂબજ સરસ કૃતિ.રક્ષા બંધનનું મનભાવન ગીત

  સ્નેહલ પટેલ
  On kavilok I enjoyed this lovely poem.

 12. Chirag Patel ઓગસ્ટ 26, 2008 પર 10:27 એ એમ (am)

  શબ્દ સાગરને કિનારે બ્લોગ પર, world Gujarati conference..Aug 2008 ને શુભેચ્છા સંદેશ ની રચના ગુજરાતી છોગાળા ,રમેશ પટેલની શબ્દ રચના ખૂબજ

  ઉત્તમ લાગી.કેટલી સુંદર પંક્તિઓ.

  અમે તમારા તમે અમારા,વિશ્વે રમીએ થઈ રુપાળા

  છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા

  રાષ્ટ્ર પ્રેમથી ધરણી છલકે,વલ્લભ ગાંધી વદતાં મલકે

  વહે દાન પૂણ્યની ધારા,સિંહની ધરણીના અમે લાલા

  છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા

  ધરતી મેઘના મીલન મધુરાં

  એવા સ્નેહના બંધન અમારા

  જન્મ ભૂમિના રતન રુપાળા

  છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા

 13. Paresh Patel સપ્ટેમ્બર 5, 2008 પર 10:37 એ એમ (am)

  Ramesh Patel(Aakashdeep)
  vaah shoonya ,on kavilok ,your ever green poem with deep scence.very very widely covered subjects
  and justified.pl.accept our congratulation.
  Paresh Patel and Aruna(USA)

 14. Pingback: GujaratiBloggers.com » Blog Archive » Gujarati Blogger#20: Rameshchandra J. Patel

 15. Chandra Patel સપ્ટેમ્બર 6, 2008 પર 1:48 પી એમ(pm)

  રમેશ પટેલ(આકાશદીપ)

  આપની કવિતામાં એક પ્રકારની મ્હેક છે અને શ્રી તરુણભાઈના પ્રયાસો તેની સુગંધ સમીર બની ફેલાવી સૌને ઉપકૃત કરી રહ્યાછે.ખૂબજ ધન્યવાદ.શ્રી સુરેશભાઇ જાની નો સારસ્વત પરીચયનું

  યોગદાન પણ અમૂલ્ય છે

  ચન્દ્ર પટેલ

 16. Keyur Patel સપ્ટેમ્બર 11, 2008 પર 1:24 પી એમ(pm)

  What a wonderful combination of Aakashdeep,kavilok,kavyasoor and gujarati bloggers!Readers are very much thankful for such nice effots.I enjoyed the benefits.
  Keyur Patel(USA)

 17. RAZIA MIRZA સપ્ટેમ્બર 19, 2008 પર 5:41 એ એમ (am)

  આદરણીય રમેશભાઇ,
  નમસ્કાર .તા.22/8/2008 ના ગાંધીનગર સમાચાર માં”ધબકાર” દ્વારા આપની ગુજરાતી રચના સાથે મારી એક રચના છપાઇ ત્યાર થી જ આપની વધુ રચનાઓ વાંચવાનું મન હતું. આજે આપના બ્લોગ ની મુલાકાત લઇ ને ધન્ય થઇ ગઇ.

 18. Vital Patel સપ્ટેમ્બર 25, 2008 પર 6:40 પી એમ(pm)

  I like the comments on shabda sagarne kinare,given by kavi
  pragnaju Says:

  September 25, 2008 at 11:52 pm
  એક ગુલાબનું ફૂલ રાજ રાજેશ્વર સમ ખીલે
  એક અભિનવ ના પુરુષાર્થે ભારત વર્ષ મ્હેંકી ઊઠે
  અભિનવને તો સત સત અભિનંદન ખરા જ પણ તેની ગુજરાતી કાવ્યમા પ્રશસ્તી કરવા બદલ કવિ અને બ્લોગને પણ અભિનંદન

  Vital Patel

 19. Vital Patel સપ્ટેમ્બર 27, 2008 પર 10:40 એ એમ (am)

  Read gujarati…A comment for poem of Aakashdeep
  હું તો આજ સાસરિયે ચાલી
  કેવું અંતર વલોવતા શબ્દો બોલી
  જુદાઈની કરુણ કેવી કથની
  થયો રાંક લૂંટાઈ દુનિયા મારી
  આજ સંબંધની સમજાણી કિંમત ભારી
  આંખનાં અશ્રુ બોલે વાણી
  નથી જગે તારા સમ જીગરી
  તું સમાઈ અમ શ્વાસે દીકરી
  તારા શબ્દો ટપકાવે આંખે પાણી
  ઓ વહાલી દીકરી
  ઘર થયું આજ રે ખાલી
  રમેશ પટેલ(આકાશદીપ)

  nilam doshion 27 Sep 2008 at 3:28 pm link comment
  કાવ્ય ખરેખર ખૂબ સુન્દર છે. પહેલા મળ્યું હોત તો બની શકે કે તેની કોઇ લાઇનનો સમાવેશ પુસ્તકમાં થયો હોત.
  ” આકાશદીપ” શ્રી રમેશભાઇને આકાશ જેટલા અભિનન્દન….

  Vital Patel

 20. Chirag Patel ઓક્ટોબર 2, 2008 પર 11:29 પી એમ(pm)

  ઊગ્યું છે પ્રભાત સુંદર થોડી શ્રધ્ધા જગાવી જોઈએ
  અંતરમાં અજવાળા પાથરી થોડી પ્રભુતા પમાડી જોઈએ

  very nice gazal,thanks to share.

  Chirag Patel

 21. Vital Patel ઓક્ટોબર 8, 2008 પર 10:52 પી એમ(pm)

  I like to join and enjoy lovely gazal,and delighted by reading
  comments from

  એ કલા ને એ કલા કંઈ ના વળે (સરસ ! એ કલા કાંઈ એકલા એકલા ન માણવાની હોય !!)

  ”મેળામાં મહાલો આકાશદીપ તો માણીગર આવી મળે”

  સરસ. અભીનંદન અને આભાર.

  By: jugalkishor on October 9, 2008
  at 2:13 am

  અધરથી વાંસળીમાં જો વહાલના સૂરો સરે

  માધવને વૃન્દાવને ઘેલી રાધા દોડી આવી મળે

  ચાર દિવાલોમાં જીંદગી પૂરે કાંઈ ના વળે

  મેળામાં મહાલો આકાશદીપ તો માણીગર આવી મળે

  રમેશ પટેલ(આકાશદીપ)

 22. Vital Patel ઓક્ટોબર 25, 2008 પર 2:12 પી એમ(pm)

  દેશ પરદેશથી રમે સંદેશા, કેવી લાગે રૂપાળી દિવાળી
  શુભ સંકલ્પની પ્રગટાવી જ્યોતિ, વેરઝેરને દેજો દરિયે ડુબોડી
  Aakashdeep on Meghdhanush.

  Good thoughts enlight our life.
  Thanks for sharing such lovely poem.

  Vital Patel

 23. Ramesh Patel ઓક્ટોબર 27, 2008 પર 11:11 પી એમ(pm)

  Thanks and Happy New Year..I have enjoyed love of our Gujarati People.
  એકલાને એકલાથી કંઈ ના વળે
  ભળે સૂરમાં સંગીત તો રંગતો આવી મળે

  Ramesh Patel(Aakashdeep)

 24. Vital Patel ઓક્ટોબર 30, 2008 પર 1:16 પી એમ(pm)

  A message of shri Dr. Dilipbhai on New year Day

  મુરબ્બીશ્રી રમેશભાઈ અને પરિવારજનો.
  શુભ દિપાવલીના પુનિત પર્વ પ્રસંગે આપ સહુ શાશ્વત સુખ અને શાંતિ અનુભવો અને માટે હાર્દિક શુભેચ્છાઓ.
  નૂતન વર્ષ સુખ સમૃધ્ધિ અને સુસ્વાસ્થ્યથી સભર અને પ્રગતિકારક નીવડે એજ પ્રાર્થના.
  આપશ્રીએ સતત કવિઓના લોકમાં પ્રવૃત્તિશીલ રહીને ઉપરાઉપરી ઉત્તમ રચનાઓ રચીને કવિલોકના વાચકોની કાવ્યક્ષુધાને સુપેરે સંતોષી છે.
  અંતરના અભિનંદન અને આભાર સહ,
  દિલીપ ર. પટેલ

  With Thanks
  Vital Patel ,Daughter Of RJPatel(Aakashdeep)

 25. Vital Patel ઓક્ટોબર 30, 2008 પર 1:41 પી એમ(pm)

  blog..Manano vishvas
  Welcomig Divali and New year by Dr.Hiteshkumar Chauhan

  સ્નેહ સંદેશ દિવાળી પર્વે ઝીલું
  ઊજાશ આંગણીએ પાથરી હર્ષ વેરું
  આંખોમાં આંજી અમી દિવાળી ઊજાળું
  હૃદયમાં ભરી ઉષ્મા જ્યોતિ પ્રગટાવું

  ખૂબ જ સુંદર ગહન ચિંતન સભર ઉમદા કૃતિ.દિવાળી વિષેની એક અનોખી કાવ્ય રચના સૌને નવા વરસે ભેટધરવા બદલ હિતેશભાઇ ,તમને અભિનંદન્.

  સાચે જ આકાશદીપ તમે દિપ પ્રગટાવિ દીધો.

  ચન્દ્ર પટેલ

 26. PareshPatel નવેમ્બર 10, 2008 પર 11:35 એ એમ (am)

  શ્રી રમેશભાઈ પટેલ(આકાશદીપ)

  પરેશભાઈ ના ટેક્શાસથી નવા વરસના નૂતન વર્ષાભિનંદન

  કવિલોક એસવી બ્લોગ અને ગુજરાતી માં અમેરીકા ખાતે ગુજરાતને નજીક રાખનાર દિવ્યભાસ્કર અને ગુજરાત ટાઈમ્સ માં આપની દીવાળી

  વિષે ખૂબજ ઘણી કૃતિઓની શીરમોર જેવી કવિતા વાંચી ,હૃદયમાં એક અનેરો ભાવ જાગવાથી દેવદીવાળીએ મારી શુભેછા સ્વીકારશો.

  મારા વાંચનમાં આવી ઉત્તમ વિચારોથી દીવાળીની વધામણી આપથકી મળી અને ખૂબ ખૂબ આનંદ થયો.

  પરેશ પટેલ

 27. NeilPatel નવેમ્બર 20, 2008 પર 9:12 પી એમ(pm)

  what more we have to learn in life?
  Thanks to share such nice thoughts on kavilok..bhale bhalo

  ભલે જમાનો ઘૂમતો ધરીને વેશ રોજ જુદાજુદા
  દિઠો ભલો વિસામો તો એક હરિવડના આશરે

  રમેશ પટેલ ‘આકાશદીપ’

  Neil Patel

 28. Vital Patel ડિસેમ્બર 30, 2008 પર 9:18 એ એમ (am)

  A message from respected Kamaleshbhai.

  khushino khajano

  નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું
  એક બે ત્રણ વદું તો, બા દાદાને લાગે વાહલું
  વન ટુ થ્રી કહું તો,મમ્મી પપ્પાને હસતા ભાળું
  ખુશી ખુશી હું બોલું
  બા દાદા કહે વારતા, શિયાળ કાગડો પુરી
  મોમ કહે હોલ્ડ માય હેન્ડ નહીં તો પડશે ભૂલી
  રમતાં રમતાં ઊંઘું,ઊઘમાં હસું થોડું થોડું
  ખુશી ખુશી હું બોલું

  આદરણીય રમેશભાઈ,

  કુશળ હશો જ.

  વાહ! આજની સવાર તો તમારા પત્રમાં આવેલી ‘ખુશી’એ ઉજમાળ કરી દીધી. હું તો ફાયદામાં રહ્યો! કવિતાને બદલે કવિતા …તે પણ એક મઝાનું બાળગીત! તેમાંય પછી ‘ખુશી’નું હોય પછી જોવાનું શું? … દાદાની લાગણીની ચોરી પણ પકડાઈ ગઈ!! ( “ખુશી” રમીને થાકે પછી દાદા પાસે જ જાય! દાદાએ દાદી-મમ્મી- પપ્પા સુધી તે પહોંચે તે પહેલાં પ્રેમભીનાં બાળગીતમાં ઝાલી જો લીધી.! )

  અભિનંદન ! ખૂબ આભાર.

  નમસ્કાર
  કમલેશ પટેલ
  (શબ્દસ્પર્શ)
  http://kcpatel.wordpress.com/
  comment by Vital Patel

 29. Sweta Patel જાન્યુઆરી 1, 2009 પર 10:53 એ એમ (am)

  A message from Chirag Patel

  દર્શન ભલા

  ના હિસાબી લેખાંજોખાંએ જિંદગીની મજા
  ધર હાથ ગાંડીવ, લાગતા દર્શન ભલા

  સાત રંગી કિરણો છે સૂર્યના જાણે બધા
  વરસે તું તો મેઘધનુષના દર્શન ભલા

  ગમી જાય તેવી કૃતિ.જોમ ભરે,
  માધુર્ય પણ માણવા મળે અને કંઇક અનોખી વાત કહેતી

  રંગભરી રચના મેઘધનુષ પર માણવા મળી.

  ધન્યવાદ રમેશભાઈ ઉમદા વૈચારિક કૃતિ માટે.

  ચીરાગ પટેલ

 30. Ramesh Patel જાન્યુઆરી 2, 2009 પર 10:06 એ એમ (am)

  Dear Rameshbhai,
  Happy new year 2009 to you and your family.
  Thank you for your flourishing gujarati poetry interest and ongoing support to gujarati webworld.

  Dilip Patel

  ગુજરાતી વેબ જગત કવિલોક,કાવ્યસૂર મેઘધનુષ,શબ્દ સાગરને કિનારે,રીડ ગુજરાતી, ગુજરાતી બ્લોગરસ ,ર્શબ્દ સ્પર્શના સુંદર સથવારે

  કાવ્ય જગતમાં રમણા કરવાનો પૂરબહાર આનંદ ૨૦૦૮માં માણવા મળ્યો.આ સૌ સાહિત્યપ્રેમી મહાનુભાવોનો દિલથી આભાર માનું છું.

  નવા વર્ષે સૌ મિત્રોને ઉરના ઉમળકા સાથે શુભેચ્છાઓ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 31. Ramesh Patel જાન્યુઆરી 2, 2009 પર 10:42 એ એમ (am)

  blog..Manano vishvas
  Welcomig New year by my poem, Dr.Hiteshkumar Chauhan,Dr Dilipbhai,as well as close to my heart, Dr chandravadanbhai Mistri(Chandra Pukar)
  Shri Jugalkishoraji vyas ,SV blog and shri Sureshabhai Jani,Neelaben Kadakia,Tarunbhai Patel(vvnagar) pl accept my special thanks.

  Ramesh Patel(Aakashdeep)

 32. Chirag Patel ફેબ્રુવારી 17, 2009 પર 11:53 પી એમ(pm)

  વસંતના વ્હાલ

  આ મ્હેંક્યા વસંતના વ્હાલ
  કે સહિયર શું કરીએ?

  આ મ્હેંદી મૂકી હાથ
  કે સહિયર શું કરીએ?
  આ ફૂલે મઢ્યા ગાલ
  કે સહિયર શું કરીએ?

  આ આભે ખીલ્યો ચાંદ
  ને ફાગણ ખેલે ફાગ
  કે સહિયર શું રમીએ?

  આ કોટે વળગ્યા વહાલ
  કે સહિયર શું કરીએ?

  Enjoyed your geet on Meghadhanush.
  Really brings spring nearer to us.

  Chirag Patel

 33. Neil Patel ફેબ્રુવારી 26, 2009 પર 8:20 પી એમ(pm)

  ખીલી સૃષ્ટી સુમન થકી દેતી સંદેશ મ્હેંકાવતી
  દેખ કૌવત કેવી પલટાવી પાનખરને અમે વસંતમાં
  ભાગ્યશાળી છો તરુઓ તમે પૃથ્વીરજ સમ મિત્રથી
  સીંચે અમી તુજને રળવા સરપાવ સદા વસંતના

  ‘આકાશદીપ’વદે વાહ કુદરત્! તારા કરીશ્મા છે અકળ
  સખા દેજે સર્વને , આ ગુણીઅલ ધૂળ સમા.

  Wov! Really amazing.
  Vital Patel on Beenaben Trivedi web site,
  with thanks

  Neil Patel

 34. Ramesh Patel જૂન 11, 2009 પર 11:07 એ એમ (am)

  Thank you
  Dr shri Chandravadanbhai and Shri Dilipbhai
  for inspiration and.
  welcoming thoughts of my poem

  લીલા નીરખી કુદરત તારી ભજીએ અંતરયામી

  દીધી શીખ જીવનની રીત મધ્યમ માર્ગી રહીએ

  જીવતરના પાઠ સત્સંગી થઈ એકબીજાના થઈએ………
  Nice Rachana & Nice Ending…Rameshbhai
  CHANDRAVADAN MISTRY on June 8, 2009

  By: dilip Gajjar on June 10, 2009

  શ્રી રમેશભાઈ, ઉચ્ચ જીવનની વાત તમે કાવ્યમાં કહી છે..અભિનનંદન…અધ્યાત્મ ના ઉચ્ચ માર્ગે લઈ જાય તે જ સાચી કવિતા ને સતસંગી જીવન જ ભદ્ર જીવન અન્યથા નહિ. મોટાભાગના પ્રેયમાર્ગે રચ્યા રહે છે નહિ કે શ્રેય માર્ગે….

 35. Vital Patel જૂન 11, 2009 પર 11:40 એ એમ (am)

  on kavyasoor,Aabhalu niralu
  saune gami jaya

  Chirag patel Says:
  May 6, 2009 at 10:15 pm
  ઢળે સંધ્યા કે ખીલતું પ્રભાતજી
  વ્યોમ હાટડે વ્હેંચાયા રે આનંદજી

  Real picturisation by words for sky .
  Enjoyed and seen.

  Chirag Patel

 36. Vital Patel જૂન 13, 2009 પર 12:55 પી એમ(pm)

  http://leicestergurjari.wordpress.com/

  જીવતરના પાઠ

  પ્રભુ વંદના પ્રભાતિયાથી પાંગરતી શુભ સવાર

  ……

  યૌવન આવ્યું પાદર છોડ્યું પાઠ જીંદગીના જાણ્યા

  વાયુ વેગે વહી જીંદગી , પૈસા પાછળ દોડ્યા


  જોબન જાતાં વારના લાગી, તૂટ્યા હામને જોમ

  ….
  ભાગ્યા ભેરુ ભૂલ્યા સંગાથી, કરમની છે કઠણાઈ

  લીલા નીરખી કુદરત તારી ભજીએ અંતરયામી

  દીધી શીખ જીવનની રીત મધ્યમ માર્ગી રહીએ

  જીવતરના પાઠ સત્સંગી થઈ એકબીજાના થઈએ

  રમેશ પટેલ(આકાશદીપ)
  Comment

  By: પંચમ શુક્લ on June 12, 2009
  at 4:16 pm

  અંગત અનુભૂતિની રોચક ભાવાભિવ્યક્તિ.

 37. Pingback: રમેશભાઈ પટેલ’આકાશદીપ’નો જન્મદિવસ…વીર અભિમન્યું…..રમેશ પટેલ ‘આકાશદીપ’ « મન નો વિશ્વા

 38. Ramesh Patel જૂન 27, 2009 પર 1:27 પી એમ(pm)

  Dr Shri Chandravadanbhai
  Thank you for your message having sweetness of heart.

  Ramesh Patel(Aakashdeep)

  DR. CHANDRAVADAN MISTRY Says: Your comment is awaiting moderation.
  June 16, 2009 at 7:59 am | Reply
  લડ્યો એક લડવૈયો અભિ મહાભારતે, ધરી રણવીરોની મહા શાન
  યુગો યુગો સુધી કીર્તિ અજવાળશે,
  રણશૂરા અભિમન્યુ તારું નામ
  માપી મર્દાનગી તારી કુરુક્ષેત્રે
  તું વીરનું રળી ગયો યશનામ
  So, now I know that JUNE 16th is the Birthday of Rameshbhai. & I had just talked to him only a few days back….& now I am seeing him for the 1st time in a Photograph…I am Blessed by God ! HAPPY BIRTHDAY, Rameshbhai & wish you many more.
  Today, I read the story of Abhimanyu going in the Battlefield in a Poem by Rameshbhai…As Abhimanyu is remembered, may Rameshbhai be remembered with his Poems & his sacrifices for his Family…..As a true friend, I have Rameshbhai in my heart !

 39. DR. CHANDRAVADAN MISTRY જૂન 27, 2009 પર 6:23 પી એમ(pm)

  Thanks for the Publication of my Comment…which was from my heart!

 40. Ramesh Patel જુલાઇ 8, 2009 પર 11:02 એ એમ (am)

  Thanks to shri Vijaybhai sevak,a lovely personality,as said..

  On June 16, 2009 at 11:15 pm ‘ISHQ’PALANPURI Said:
  સરસ ગઝલ !
  વિજયભાઈ સેવક ને રુબરુ સાંભળવા એ પણ એક લ્હાવો છે. તેઓ નાટ્યકલાના ઊંડા અભ્યાસું માણસ છે,મે એમને કિલ્લા-પારડી [વલસાડ] માં શીબીર માં સાંભળેલા ત્યારે તેમણે નાટ્યકલાની સરસ માહીતી આપેલી તે ઓ સારા ગઝલકાર છે તે આજે જાણ્યું, lots of thanks

  On June 18, 2009 at 6:23 am Vijay Sevak Said:
  આદરણીય શ્રી રમેશભાઈ,
  જન્મદિવસની શુભકામના.
  આપને આપના પુસ્તકથી મળ્યો છું.
  અભિમન્યુ ઢળ્યો નથી. એ મારા-તમારામાં જીવે છે.
  આપનું કાવ્ય તેનું જ સૂચક છે. ગમ્યું.
  વિજય સેવક

  On June 19, 2009 at 10:24 am Vijay Sevak Said:
  આપના કાર્યક્રમમાં મારું હોવું એ તો આપણો સમ યોગ.
  મહિસામાં મજા પડી હતી.
  વર્ષો પછી ગયો હતો મહિસા.
  શાળાના જે નવા મકાનની ઈંટો ઉચકી હતી ત્યાં કાર્યક્રમ હતો.
  સાહિત્ય અને જ્ઞાનવર્ધક વાતો થઈ હતી.
  મુરબ્બી અને મિત્રોને મળાયું હતું. મારા શિક્ષક મુ.શ્રી.વિષ્ણુભાઈ સાથે પણ ઘણી વાતો થઈ હતી- શાળામાં અને પછી ઘરે. મઢી પણ ગયો હતો. મનભરીને માણ્યો હતો પ્રસંગ અને મહિસા- બંન્ને. બધું આપના પુસ્તક નિમિત્તે. બસ, આપની કમી હતી. ક્યારેક તમે પણ મહિસામાં હો ત્યારે કાર્યક્રમ ગોઠવાય એવું કરો. મજા પડશે. ત્યાં સુધી બ્લૉગ દ્વારા મળતા રહીશું.
  જીતુભાઈ અત્યારે અમદાવાદ રહે છે. તેમને તમારી યાદ આપીશ.
  વિજય

 41. Vital Patel જુલાઇ 14, 2009 પર 1:46 પી એમ(pm)

  http://gujaratikavita.wordpress.com” .
  A comment of Chandra Patel

  Chandra Patel
  says:
  July 14, 2009 at 7:01 pm
  વાત નિરાલી તારી કેમ ઉકેલું હું આભાસી
  નથી સમજાતું શું છે ભાઈ આ આભાસી

  હરિ સમાણો કણકણમાં સઘળે
  તોય જગ માયા મહા આભાસી
  વાહ ખેલૈયા ખેલ નિરાલા
  ભ્રાંત દૃષ્ટિની જાળ ગૂંથી છે આભાસી
  ફૂંક મારી તો બંસરી બોલી
  શ્વાસ રુક્યો તો સઘળે સઘળું આભાસી

  – રમેશ પટેલ(આકાશદીપ)

  આભાસી , રમેશ પટેલ ( આકાશદીપ) ની કવિતાઓ એવી ભાવભરી રીતે

  નીખરી આવેછે કે મનન કરતા થઈ જઇએ.વસ્તુ વિષયને આધ્યાત્મિક

  દૃષ્ટિ કોણથી તરબોળ કરતી સુંદર રચના માટે અભિનંદન.

  ચંદ્ર પટેલ

 42. Paresh Patel જુલાઇ 16, 2009 પર 2:40 પી એમ(pm)

  આજે અષાઢ વદ પાંચમ

  [યુ.એસ.એ. સ્થિત શ્રેએ રમેશભાઈ પટેલે સ્વરચિત મોકલાવેલ આ કૃતિ બદલ મેઘધનુષ આભારી છે.]

  વ્યવહાર છે

  રમાડો જો તલવાર તો સદા ઘાવ છે
  તણખતા વેરઝેરના એ વ્યવહાર છે
  ………
  ………

  મેઘ છે તો સદા ભીંના ઉપહાર છે
  મા ધરતીના કેવા લીલુડા વ્યવહાર છે
  છે અષાઢી પૂનમ ને પુનિત ગુરુ ચરણ
  પરખ પ્રભુની એ આતમનો વ્યવહાર છે
  કરુણા ભર્યા જો ભાવ માનવ ઉર છે’
  આકાશદીપ’ એજ તીર્થંકરના વ્યવહાર છે

  Pancham shukla& hellip | July 12, 2009 at 10:32 pm
  તીર્થંકરના વ્યવહાર … પ્રેરક અભિવ્યક્તિ.

  . sweta Patel | July 15, 2009 at 12:03 pm
  પ્રકૃતિ અને સંસાર અજબ વ્યવહારના બંધને

  રમેછે ઘૂમેછે.ગઝલ સદૃશનો વિષય ,સહજ રીતે

  ગહન ચીંતનમાં દોરી જાય છે.

  આવા કવન જ માનવ જાતને ઊંચી ગરીમા

  આપેછે.સુંદર મનનીય વાત માટે બે શબ્દ

  લખવા મન લલચાયું.અભિનંદન.

  સ્વેતા પટેલ

 43. Ramesh Patel જુલાઇ 28, 2009 પર 10:54 એ એમ (am)

  An e mail from su shri neelaben kadakia..
  Equally thanks hearing from you.

  Thank you v.much.
  You are always helping me giving me your good poems.
  Thanx again.

  ૐ નમઃ શિવાય
  Neela Kadakia

  Meghdhanush
  http://shivshiva.wordpress.com/

 44. Ramesh Patel જુલાઇ 29, 2009 પર 9:48 એ એમ (am)

  Thanks..A comment by Shri Dilipbhai

  dilip says:
  July 29, 2009 at 4:23 am
  શ્રી રમેશભાઈ, મને આન્ંદ થયો આપના સ્ંગ્રહનું મુખપ્રુષ્ઠ જોઇ..ત્રિપગથા ને વધાવું છું..લોકભોગ્ય અને શિવભક્ત ગમ્ય બની રહેશે તેવું ચાહુ છું…
  આપની અનેક રચનઆઓ વાંચી આધ્યાત્મિક ભાવોમાં લીન થયો છું..આ સમયમાં આ વિષય પર બહુ ઓછા કવિઅઓ દેખાય છે તેમાંના રમેશભાઈ છે…ત્રિપગથા..ત્રિદલમ ત્રિદલાકાર્ં પ્રિય અએવા શિવજીમાં ઘણી પ્રેરક વિષેશતા ઓ છે એક દિવસ મનમાં વિચાર આવતા..૯૦ જેટલાં ત્રિઅવસ્થા ત્રિદલ શિવજીને મનોમન અર્પણ કરેલા…જેમ કે જીવનની ત્રણ અવસ્થા..કૌમારં યૌવનમ જરા, ભૂત વર્તમાન ભવિષ્ય,સવાર બપોર સાંજ…મારા બ્લોગ પર તેમની રચના અવારનવાર આપતો જ રહું છું..અને તેઅઓ પણ મળતા રહે છે…મૃગેશ, આપે મને ખુબ પ્રોત્સાહિક કર્યો છે આપનું આ કાર્ય સરાહનીય છે…ફરી મળીશું.. જીવને છે શિવનો સ્ંગાથ પણ, ઈન્દ્રિયોને વિષયોની પ્યાસ છે…શીવ જ મારો વિષય બની રહે તો ?…
  http://leicestergurjari.wordpress.com/

  દિલીપ ગજજર, લેસ્ટર, મલ્ટીકલ્ચરલ શહેર

 45. Ramesh Patel જુલાઇ 29, 2009 પર 9:52 એ એમ (am)

  Thanks ro read Gujarati(Shri Mrugeshbhai shah)

  C.B. Kaneria says:
  July 25, 2009 at 10:42 pm
  ત્રિપથગા નામ ખૂબ જ સૂચક.
  ગંગાજી સ્વર્ગ પૃથવીલોક અને પાતાળમાં ગમન કરે
  એટલે ત્રિપથગા તરીકે જાણીતાં થયાં
  આપના પુસ્તકને આદરણીય સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરી અને શ્રી દોલતભાઈ ભટ્ટ
  દ્વારા આવકાર સાંપડ્યો છે.
  આ પુસ્તક પ્રકાશનમાં અમને સહયોગી થવાનો લ્હાવો મળ્યો છે.
  આજે રીડ ગુજરાતી દ્વારા મળેલ અભિવાદન આનંદ આપીગયો.
  આપના કાવ્ય સંગ્રહની પંક્તિઓ વીજની જેમ ચમકે છે.
  શબ્દ દ્વારા પ્રેમને શું સમજાવીએ કે માપીએ
  હૃદય જાણે છે પ્રેમને અને જગત રમતું પ્રેમથી

  નથી અમારું નથી તમારું, આ જગ સૌનું સહિયારું
  મારામાં રમતું તે તારામાં રમતું અવિનાશી અજવાળું

  જ્યાં ચરણ ચારુ રત્નોનાં પડે,અરે મહાસાગર પણ માર્ગો ચીંધે
  પૂનમની ચાંદની બની ખીલે આભે, એને કોણ સીમાડે રોકી શકે?


  પાટણની પ્રભુતા, કચ્છ કસુંબલે ખીલ્યા છે ગુલદસ્ત
  વિશ્વ પથ દર્શક ગાંધી અમારો,મઘમઘતું માનવ પુષ્પ
  અખંડ ભારતનો સ્વપ્ન દ્રષ્ટા ,અડગ વલ્લભ સરદાર
  રંમાડે ખોળે સિંહ સંતાન, શોભે યશચંદ્ર તવ ભાલ
  જય જય યશવંતી ગુજરાત ,શોભે યશચંદ્ર તવ ભાલ

  Reply
  Pravin V. Patel [ Norristown, PA USA ] says:
  July 25, 2009 at 11:34 pm
  ભાઈશ્રી કનેરિયાએ આપની કલમની કસબનું ‘ આચમન ‘ અર્પી યશકલગી ચઢાવી છે.
  ‘રંગો રમાડે————————–ભગવાન.’
  તેમજ
  ‘ પાટણની પ્રભુતા—————–તવ ભાલ ‘
  મન અને તનને તાજગી બક્ષે છે.
  હાર્દિક અભિનંદન.
  આભાર.

  Reply
  Atul Jani (Agantuk) says:
  July 26, 2009 at 7:29 pm
  શ્રી રમેશભાઈ પટેલ (’આકાશદીપ’) ની અન્ય ત્રણ ભાવ/જ્ઞાન સભર કૃતિઓ માણવા નીચેની લિન્ક ઉપત ક્લિક કરશો.

  http://bhajanamrutwani.wordpress.com/tag/આકાશદીપ

 46. Ramesh Patel ઓગસ્ટ 5, 2009 પર 11:41 એ એમ (am)

  રેશમનો દોરો સ્નેહનો ગોટો
  ભાલે તીલક કરી હેતે બાંધ્યો
  આરતી કરે સ્નેહ ફૂવારા
  કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

  ખોલ રે મુખ, ઓ મારા ફૂલ
  આશીષ પ્રસાદે ઓવારું સુખ
  જુગજુગ જીવજો ભાઈલા મારા
  કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

  મંગલ જોડી ભાઈ બહેનની
  વીરો પૂરસે આશડી તારી
  છલકાવું અમર પ્રેમના પ્યાલા
  કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

  શ્રી. રમેશભાઈ પટેલ ‘આકાશદીપ’

  Reply
  8. DR. CHANDRAVADAN MISTRY | ઑગસ્ટ 5, 2009 at 4:00 pm
  Rameshbhai, So nice of you to visit my Blog & after viewing the Post, your Poem as your Comment is a testimony of BROTHER-SISTER Love…So appropriate fot this RAXABANDHAN Day,
  Thanks !…>>Chandravadanbhai

  Let me thanks from deep of heart
  Shri Bharatbhai Suchak
  http://gujaratikavitaanegazal.ning.com

  http://gujaratkavitaanegazal.wordpress.com

  and ૐ નમઃ શિવાય
  Neela Kadakia

  Meghdhanush
  http://shivshiva.wordpress.com/

  Ramesh Patel(Aakashdeep)

 47. Ramesh Patel ઓગસ્ટ 14, 2009 પર 5:58 પી એમ(pm)

  Thanks to http://bhaviraju.wordpress.com/shabda saagaranaa kinare

  Vital Patel Says:

  ઑગસ્ટ 14, 2009 at 6:33 AM
  ગંગાજી હિમાલય અને શીવજીની સાથે શ્રાવણ માસ

  ભારતની ધરતીની સુવાસ.

  આકાશદીપની ગંગા સાથેની આત્મ્યિયતા એકએક પંક્તિમાં

  છલકાય છે.

  આપે મૂકેલ ફોટો દર્શનીય અને અંતરથી માને વંદન કરવા

  પ્રેરે તેવો છે.

  અંતર દ્રવે ને ભાવે અશ્રુ ઝરે
  હિમાલયે એજ જળ ગંગા બને

  મનને શાન્ત કરે તેવી સુંદર રચના માટે અભિનંદન
  Ramesh Patel(Aakashdeep)

 48. Ramesh Patel ઓગસ્ટ 26, 2009 પર 7:13 પી એમ(pm)

  સંકોચાયાં મનડાં – રમેશ પટેલ(આકાશદીપ)
  ઑગસ્ટ 25, 2009 — સુરેશ
  દેશે બાંધ્યા , વેશે બાંધ્યા
  ગામે બાંધ્યા , ગલીએ બાંધ્યા

  ધર્મે બાંધ્યા ,નાત જાતે બાંધ્યા
  વાહ! સ્વાર્થે કેવા વ્યવહારો બાંધ્યા
  સુરેશ Says:
  ઑગસ્ટ 25, 2009 at 5:34 pm
  Very very true though physical prosperity is increasing.
  sapana Says:
  ઑગસ્ટ 25, 2009 at 9:19 pm
  સંકોચાયા મનડાંને પ્રેમને ભૂલ્યા
  હાય! માનવ થયા કેવા અજાણ્યા wow what a line!
  Sapana

  Chirag Patel Says:
  ઑગસ્ટ 26, 2009 at 2:35 pm
  સરસ ભાવ પ્રદર્શીત થયો છે, આત્માનો ઉદગાર…

  With a special thanks FROM THE BOTTOM OF MY HEART for enjoying FIFTITH Good comments.
  THANKS VERY MUCH for constant inspiration ,RESPECTED Shri Sureshbhai

  Ramesh Patel(Aakashdeep)

 49. Vital Patel સપ્ટેમ્બર 3, 2009 પર 11:49 એ એમ (am)

  A message of shri Kantilal Paramar..To Aakashdeep

  http://www.premormisugamsangeet.net
  ————
  તમારી સાઈટ આકાશદીપ મળી. નવા સાક્ષરની મુલાકાતથી મને આનંદ થયો. કૃપાળુ
  પરમાત્મા આપને ક્ષેમકુશળ રાખે અને ગુજરાતી ભાષામાં પ્રગતિ કરતા રહો એ
  પ્રાર્થના.
  આંતરરાષ્ટ્રીય બાળશ્રમિક દિન…સીતાનવમી…એકવીસમી સદીનાં બાળકનું
  વેકેશન…..રમેશ પટેલ ‘આકાશદીપ’
  Filed under: રમેશ પટેલ ‘આકાશદીપ’

  Vital Patel

 50. vital Patel ઓક્ટોબર 5, 2009 પર 10:27 એ એમ (am)

  Thanks Chiragbhai and Neelaben kadakia

  Meghdhanush
  http://shivshiva.wordpress.com/
  Shivalay

  હસતી રાધા કહે શ્યામને,કેમ કરી સૌ સંગ રમશો રાસ?
  રુસણાં લેશે ગોપગોપીઓ, કેમ રીઝવશો સૌને શ્યામ?
  પીળાં પીતામ્બર જરકશી ઝામા, મધરાતે વાયા વેણુના નાદ
  લીન થયા બ્રહ્મનાદે ગુણીજન,ભૂલ્યાં વિરહમાં દેહનાં ભાન

  શરદ પૂર્ણિમાએ ,આકાશદીપ ની ભગવદ્ ભાવે છલકાતી આ કૃતિએ

  ભાવમાં ડૂબાડી દીધા. એક એક પંક્તિ અંતરને છૂતી શબ્દ બની વહી છે.

  રમેશભાઈ અને મેઘધનુષને દિલથી અભિનંદન.ફોટો અને કૃતિની શીતળ

  સુંદરતા.

  ચીરાગ પટેલ

  Vital Patel

 51. Vijay Sevak ઓક્ટોબર 18, 2009 પર 9:43 એ એમ (am)

  આદરણીય શ્રી રમેશભાઈ,

  આપનાં કાવ્યો વાંચવા ગમે છે.
  આપનાં તહેવાર કાવ્યોને સંસ્કૃતિ કાવ્યો કહેવું મને ગમે.

  નૂતન વર્ષાભિનંદન.

  વિજય સેવક

 52. Vital Patel ઓક્ટોબર 18, 2009 પર 11:58 એ એમ (am)

  શુભ દિપાવલી
  આપણા હિન્દુ ધર્મમાં તહેવારોનું ખૂબ મહત્વ છે જે હંમેશા આપણા તન-મનને પ્રફલ્લિત બનાવે છે. એમાં દિવાળીના દિવસે તો રામ, સીતા, લક્ષમણ પોતાનો વનવાસ પૂરો કરી અયોધ્યા પાછા ફરે છે ત્યારે અયોધ્યાવાસીઓ અયોધ્યાને ખૂબ ખુશીથી શણગારે છે અને દિવડાઓ પ્રગટાવી તેમનું સ્વાગત કરે છે ત્યારથી દિવાળીનો દિવસ દિવડાનો દિવસ ગણાય છે.

  આપ સહુને દિવાળીની શુભેચ્છાઓ.

  આપનું નવું વર્ષ સુખમય રહે એવી મારી અંતઃકરણથી પ્રાર્થના છે.

  [હંમેશ મુજબ દરેક તહેવાર નિમિત્તે અમેરિકા સ્થિત શ્રી રમેશભાઈ પટેલ [આકાશદીપ] તેમની સુંદર રચનાઓ મોકલી મેઘધનુષની શોભા વધારે છે તે બદલ હું – નીલા કડકિઆ તેમની ખૂબ જ આભારી છું]

  દિવાળી

  મારું નાનકડું ગામ ,જાણે ગોકુલિયું ધામ
  રુડી સરોવરની પાળ,ઝૂલે વડલાની ડાળ
  હસે પનઘટના ઘાટ.ગાગર છલકે રે વાટ
  દોડી કરીએ દિવાળીએ સ્નેહે સન્માન
  કે મારા …આંગણાના થાજો મહેમાન

  Thanks to ૐ નમઃ શિવાય
  Neela Kadakia

  Meghdhanush
  http://shivshiva.wordpress.com/

  Vital Patel

 53. Vital Patel ઓક્ટોબર 18, 2009 પર 2:23 પી એમ(pm)

  જ્યોતથીજ જગ વિસ્તર્યું ખીલ્યું સત્ત્વે
  નિર્ગુણ શોભ્યું સગુણે છાયી વિશ્વે

  Shri Vijayabhai Sevaka
  આપનો પ્રતિભાવ શ્રીસુરેશભાઈ એ ફોર્વડ કર્યૉ અને હૃદયથી ભાવ ભર્યો સંદેશથી દીપાવલી ઊજાશી ઊઠી.

  ~ નુતન વર્ષાભિનંદન ~

  પ્રભાત નૂતન વર્ષનું

  આવ્યો આસો માસ પુનિત ને દીપાવલીએ ઉજાશ ભર્યા

  પ્રકાશ પર્વ દેશે સમૃધ્ધિ એવા મા દેવીએ વરદાન ધર્યા

  સૂરજ દેવની કરી પરિક્રમા આજ અવનિએ શણગાર સજ્યા

  પ્રગટ્યું પ્રભાત નૂતન વર્ષનું ને હૈયે કલરવ ગાન સર્યા

  સ્નેહ સબરસે પૂરાઇ રંગોળી ને વાણીએ મીઠાશ વણી

  મ્હોંર્યા ભાવ અંતર વિશ્વે ને શુભ સંકલ્પના પ્રમાણ ધર્યા

  સુસ્વાગતમ્ શુભેચ્છાએ નિર્મલ મનના આવકાર ખીલ્યા

  ઝૂલ્યા તોરણીયા દિલ આવકારે ને અન્નકૂટના થાળ ધર્યા

  વ્યોમે ખીલી રંગ ક્યારીઓ ને ઘરઘર આજ મંદિર થયા

  ફૂટ્યા ફટકડા હરખ વેરતા ને સમય ચક્રે સંધાન ધર્યા

  ભૂલશું વેરઝેર તો પ્રગટે આનંદ એવા કુટુમ્બ ભાવ રમ્યા

  આજ હતું તે કાલ થયું ને ‘દીપે નવયુગના મંડાણ ધર્યા

  રમેશ પટેલ (આકાશદીપ)

 54. Vital Patel નવેમ્બર 3, 2009 પર 11:38 એ એમ (am)

  આખા જગતને ચલાવતો કો’ક અજાણ , અણદીઠો ,પણ સર્વ શક્તિમાન માંધાતા.

  લેખ વાંચીને રમેશભાઈના અંતરમાં આ કવિતા સરજાણી. અહીં તે વાંચીને એ ભાવ પ્રદિપ્ત થયો.

  પણ ‘ દીવે દીવો પ્રગટે’ એ પણ અનુભવસિધ્ધ સત્ય નથી?

  ૐ નમઃ શિવાય
  Neela Kadakia
  All the Great…
  Pl accept my thanks to making me happy.

  Vital Patel

 55. Vital Patel નવેમ્બર 3, 2009 પર 11:44 એ એમ (am)

  pl visit Meghdhanush
  http://shivshiva.wordpress and read my second MICRO story .
  http://gadyasoor.wordpress

  Thanks to shri Sureshbhai Jani Pl accept my thanks for making me happy.

  Vital Patel

 56. Ramesh Patel નવેમ્બર 13, 2009 પર 11:51 એ એમ (am)

  Thanks a lot to Su.ShriBinaben and Vital

  Vital Patel Says:

  November 13, 2009 at 4:23 AM
  થઈ નિર્વિકારી , થા અનાસક્ત , આજ તું સ્વધર્મ સંભાળ
  નથી પવિત્ર જ્ઞાન સમ આ સંસારે , નિશ્ચયે તું જાણ

  dharm ,science and reality of life is Geeta.
  very happy to read in gujaratI..by Aakashdeep

  Vital Patel..

  Bina Says:

  November 14, 2009 at 1:24 AM
  સમર્પી આજ જીવન તવ ચરણે , હવે ખેલવો મહા સંગ્રામ
  તું છે કર્તા તુંજ ભર્તા , તુજ વિશ્વાસે કરવું મહા નિર્માણ
  પાર્થે કીધું સર સંધાણ , જગદીશ્વર ભાખે યુગ કલ્યાણ

  Nicely said……Thanks to Akashdeep!

  pl visit…http://bhaviraju.wordpress.com/2009/11/11/1913

 57. Pingback: એવું ના બને? એવુંયે બને « કાવ્ય સૂર

 58. Ramesh Patel જાન્યુઆરી 2, 2010 પર 8:16 પી એમ(pm)

  Thanks to
  દિલિપ ગજ્જર
  સેક્રેટરી ઓફ ગુજરાતી લિટરરી ગ્રુપ ઓફ લેસ્ટર
  Dilip Gajjar…જાન્યુઆરી ૧ ,૨૦૧૦

  ભીતરનું સૌંદર્ય ખીલવીએ તો કેવું?
  નવલા પ્રભાતના સોનેરી સ્વપ્નો ઝીલીએ તો કેવું?

  આકાશદીપ

  શ્રી રમેશભાઇ, ખુબ પ્રેરણા મળી આપની નવા વરસની રચનામાંથી..આપની કવિતમાં હંમેશા માનવજીવન અને સહુનું હિત હોય છે ..

  મને સાથે ગાવાનું મન થાય છે..

  કઈ દિશા ને માર્ગ પર ચરણો ગતિ કરતાં રહ્યાં
  ક્યા જીવન આવી ઉભું વિચાર કર ને બુદ્ધિ કર
  માનવી પર આશ રાખી તે સતત જોતો હશે
  ઉચ્ચ હેતુ ઈશનો સમજાય તો જીવન સરસ

  I

 59. Ramesh Patel જાન્યુઆરી 4, 2010 પર 11:35 એ એમ (am)

  Thanks Neelaben …Meghadhanush
  4. sapana | December 29, 2009 at 8:39 am

  ઘોંઘાટ પ્રકાશને કાગળના ફૂલોથી
  છે ભપકો ભલા ભાઈ બહારથી
  અંતર પટમાં ઝાંખી પરમ પ્યારને
  ભીતરનું સૌંદર્ય ખીલવીએ તો કેવું?
  નવલા પ્રભાતના સોનેરી સ્વપ્નો ઝીલીએ તો કેવું

  રમેશભાઈ ખુબ સરસ વિચાર..
  સપના

  7. નટવર મહેતા | January 3, 2010 at 2:29 am

  નવા વર્ષની શુભકામનાઓ.

  પીરસાયે પ્રસાદ ૠતુ ૠતુના ભાવથી
  કુદરતના ખોળામાં થોડા મહાલીએ તો કેવું?

  કુદરતથી વિખૂટા પડવાની વાતને સરસ વણી લીધી છે. કુદરતને આપણે ઈડિયટ બોક્ષમાં નિહાળીએ એ તો કુદરતને ઠોકર મારવા જેવું છે.
  ચાલો, આજથી આપણે દિવસમાં થોડી પળો કુદરતને શરણે જઈએ.

 60. Vital Patel જાન્યુઆરી 5, 2010 પર 11:39 એ એમ (am)

  Thanks to Shri Panchambhai Shukla
  A comment on a blog Akashdeep
  પંચમ શુક્લ
  January 5, 2010 at 9:22 AM | Reply પંચમ શુક્લ
  સંવેદનથી ભરી ભરી રચના. પરદેશવાસી જ દેશનો ઝુરાપો સમજી શકે, અનુભવી શકે.

  પાદરની ભભૂતિ ની વાત ના છેડજો
  પરદેશની આકરી લાગે આ વેઠજો

  છે છે ઘણુંય આ મસ્તાના દેશમાં
  નથી જડતા દાદા દાદી એના વેશમાં
  બાપથી સવાયા એ ખોળાના હેતડાં
  ખોયાં ને રોયા અમે આવી પરદેશમાં
  હાય ! હેલોમાં ડૂબાડી અમે પ્રીતજો
  વતનની મીઠી વાતો તમે ના છેડજો

  રમેશ પટેલ(આકાશદીપ)
  પરદેશમાં
  http://nabhakashdeep.wordpress.com Invited and a request to visit

 61. Ramesh Patel જાન્યુઆરી 8, 2010 પર 10:32 પી એમ(pm)

  Thanks to Dr shri Kishorbhai

  ડો. કિશોરભાઈ એમ. પટેલ

  મુ.ભાઈશ્રી.રમેશભાઈ

  ગુડ મોર્નિગ

  આપની વસંતપંચમીની રચના વાંચી ઘણો જ

  આનંદ થયો,આવી રચનાઓ મુકતા રહો,સાથોસાથ ગુજરાતી સમાજ્ની આપ

  સારી સેવા કરી રહ્યા છો,એવું આપના બ્લોગની મુલાકાત લેતાં લાગે છે.

  હૈયું ઉભરાય આવે છે,, આવી લાગણી વરસાવતા રહેશો.

  ડો.કિશોરભાઈ એમ.પટેલ

  અડાજણગામ,સુરત્-૯

 62. Ramesh Patel જાન્યુઆરી 13, 2010 પર 5:37 પી એમ(pm)

  Thanks for your visit and comment on blog http://nabhakashdeep.wordpress.com/
  પતંગ

  મસ્ત થઈ ઝૂમતી હું રે પતંગ

  વહોને વાયરા ધીરે,મારે ઊડવું ગગન

  મકર સંક્રાંતિનો પાવન છે પર્વ

  પ્રકૃતિ પ્રેમ દોરે , મારે બાંધવું બંધન

  હું ને પતંગ

  પતંગ તને ઊડવું ગમે

  ને મને ઊડાડવું ગમે

  નખરાળો પવન તને સતાવે ભલે

  મોજથી મનગમતા પેચ લપટાવીએ હવે

  નીરખે ગોગલ્સમાં કોઈ તને

  દૂરથી જુએ કોઈ છાનું મને

  એક આંખવાળો પાવલો સતાવે ભલે

  હાલને મજીયારો આનંદ લૂંટીએ જગે……
  ……… ……. ….
  ખુબ જ સરસ રમેશભાઈ,વિદેશની ધરતી પર રહીને પણ દેશના તહેવાર ની મોજ માણતી કવિતા પીરસીને ખરેખર મોજ કરાવી દીધી. સરસ રજૂઆત…સરસ રચના…

  સહકાર બદલ આભાર

  -પ્રવિણ કે.શ્રીમાળી
  ના વંદન
  Editor : “યુવારોજગાર”I
  Pravin K.Shrimali
  Editor: YUVAROJAGAR

  YUVAROJAGARA GROUP
  President: Freedom Young Group (NGO)

 63. Ramesh Patel જાન્યુઆરી 17, 2010 પર 12:29 પી એમ(pm)

  #
  Thanks from heart…Resp Shri Dilipbhai…pl visit …http://nabhakashdeep.wordpress.com/
  #
  on January 16, 2010 at 10:32 AM | Reply Dilip Gajjar

  શ્રી રમેશભાઈ, ખુબ ભાગ્યશાળી આપ કે તમને આવી દષ્ટિ મળી કે એક ધૂળનાં ઢેફામાં તમે પ્રભ પ્રસાદી જોઈ શકો..આવા માણસ બીજા માણસને હલ્કો કયાંથી સ્મજી શકે તેથી વિપરીત તેને ગૌરવ જ થાય એક પિતાના સન્તાન હોવાનું. રરમેશભાઈ આ રચના ગાઈને આનંદ નીપજે એવી જ છે.બહુ અદભૂત દર્શન અને અનુસંધાન છે કવિનું…ભાવથી ભરપૂર અભિવ્યક્તિ છે..
  ભાવો હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હી કારણમ…..

  તું લહેરાવે મોલ ખેતરે , હરખે જગનો તાત
  અમે જમતા ,પંખી જમતા,જમતી જગની જમાત

  ના મળે તાળું,ના લૂંટે લૂંટાતું,વાહ રે ધૂળનું ઢેફું
  અનંત ઉપકાર જાણી, તારા ખોળે માથું મૂકું

  બહુ સુંદર અહી તો ચરમસીમા છે કૃતજ્ઞતાથી ધરતીના ખોળે કવિનું મસ્તક નમાવે છે..મારી આંખ સામે આ દ્રુશ્ય આવે તે જ મને ભાવવિભોર કરી દે છે અને આ જ મારુ સદ્ભાગ્ય લાગે છે..યાદ આવી જાય વેદવાક્ય,…માતા ભૂમિ પુત્રોહં પૃથીવ્યામ..માતા ભૂમિ પૂત્રોહમ પ્રુથીવયામ…ખુબ આનન્દ થયો સાચા માનવનું ચરિત્રણ મને વર્તાય છે આ કવિમાં, કવિત્વમાં…

  Thanks for your valuable comments…

  1) January 16, 2010 at 11:28 PM | Reply puthakkar

  નિવૃત્ત એક્ઝીક્યુટીવ એન્જીનીયર અને શબ્દોના સાથી ‘‘આકાશદીપ ’’ ને બ્લોગ બદલ અભિનંદન. બ્લોગના માધ્યમથી સાહિત્યની મૈત્રી ગાઢ બને અને પરદેશમાં રહીને માતૃભાષા અને માતૃભૂમિ સાથે સતત અને જીવંત સંપર્ક બની રહે એ જ શુભેચ્છા.
  2)#
  on January 17, 2010 at 3:26 AM | Reply shivshiva

  khub sundar kavya chhe.

  #3)
  on January 17, 2010 at 3:27 AM | Reply Tejas Shah

  “પ્રભુ પ્રસાદી ધૂળનું ઢેફું….”
  ખૂબ સુંદર વિશેષણ.

  કુદરતી સ્વાદસભર મનોરમ્ય રચના
  #4)
  on January 17, 2010 at 9:51 AM | Reply nilam doshi

  nice one..something new..congrats..

 64. Vital Patel જાન્યુઆરી 18, 2010 પર 4:39 પી એમ(pm)

  #

  #
  on January 17, 2010 at 5:51 PM | Reply સુરેશ જાની
  Thanks to shri Sureshbhaai Jani
  ધુળના ઢેફામાં સર્જાતી જીવન પોષક કવીતાનું દર્શન તમારા જેવા ભાવવાહી ભાવુક જ કરી શકે.
  ….pl visit …http://nabhakashdeep.wordpress.com/
  આવું જ દર્શન મને પથ્થરમાં થયું હતું . અહીંના એક તળાવના કીનારે ..

  “ આ પથ્થર જેવો પથ્થર પણ સુર્યના કીરણો મળે તો ચમકતા નાનકડા તારલા પ્રગટાવી શકે છે. પથ્થરદીલ માનવીના અંતરમાં પણ આવા કોઈ જાગ્રુતીના સુર્યકીરણ પડે તો વાલીયામાંથી વાલ્મીકી ઉભરી આવતા હોય છે જ ને? પણ જે કથીર જેવા મોર્ટાર હોય તેમની ઉપર કશીય અસર ન પડે. “

  આખું અવલોકન …

  http://gadyasoor.wordpress.com/2008/02/20/stone_dew/

 65. Vital Patel જાન્યુઆરી 20, 2010 પર 4:46 પી એમ(pm)

  Thanks Jagadishbhai

  ચંદન સ્નેહ – રમેશ પટેલ(આકાશદીપ)

  January 17, 2010 by nabhakashdeep

  નાની નદીના સામસામે કિનારે ,બે નાના ગામ હોય અને સુંદર નાના

  માટીના ઘર હોય. ઘરને શોભા આપવા લીપણમાં આંગળિયારી ભાત હોય.

  જીવનનો ઉત્સાહ કુદરતના ખોળે ઝૂમતો હોય.વનરાજીમાં પંખીઓના કલશોર

  હોય અને નયનો અને દિલની વાતો સહજરીતે મેળા તહેવારોની ઊજવણીમાં

  સંધાય અને આયખુ એકબીજાના સુખમાંજ સમાય જાય ,

  આવો પણ એક જમાનો જીવતોને ગ્રામ્ય જીવનમાં જોયેલો અને અનુભવેલો.

  માણો અને કેવુ લાગ્યું એ કહેજો….

  નથી મીનારા નથી ઝરુખા, નથી મેડી મેહલાત
  નાના ખોરડે શોભે આંગણિયે આંગળિયારી ભાત.

  પંખીના કલરવ કામણગારા, નાચે છાપરીએ મોર
  લીલા પોપટડા પારેવા સંગ ઝીલે કોયલ કલશોર.

  રાત ઢળે ને ઢળે ઢોલીયા, હરખે આભલે રમતા તારા,
  પડવો પાંચમ ગણતાં ગણતાં,થાયે પૂનમના અજવાળાં.
  on January 20, 2010 at 11:57 AM | Reply Jagadish Christian(USA)

  રમેશભાઈ બહુજ સરસ લાગણીઓનું ઉપવન સજાવી દીધું. તમારી કવિતાઓમાં ગુજરાતના ગામડાં આંખો સામે સ્પષ્ટ તરી આવે છે અને આંખોના ખૂણા ભીના થઈ જાય છે. એ બધું ગુમાવ્યાનું પારાવાર દુઃખ છે પણ જેવો દેશ તેવો વેશ કરી જીવનને નિભાવવું પડે છે.
  Vital Patel

 66. Ramesh l Patel જાન્યુઆરી 24, 2010 પર 1:21 પી એમ(pm)

  Thanks Himanshubhai

  on January 23, 2010 at 6:22 PM | Reply himanshupatel555
  http://nabhakashdeep.wordpress.com
  તમારા ૠતુકાવ્યોથી કાંતના ખંડકાવ્યો સમસ્ત મનો જગતમાં ફરિવળ્યા, અને કાંતવાળુ કામણ ફરિ રમણે ચડ્યું…
  Ramesh Patel(Aakashdeep)

 67. Ramesh Patel ફેબ્રુવારી 2, 2010 પર 11:16 પી એમ(pm)

  http://nabhakashdeep.wordpress.com

  ગાજે મેહૂલીઓ ને સંભળાયે સાવજની દહાડ

  જાણજો એજ મારું વતન ગુજરાત
  …ના પૂછશો કોઈને કેવડું મોટું ગુજરાત
  જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં મ્હેંકતું ગુજરાત
  રમેશ પટેલ(આકાશદીપ)
  સબરસ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલી જાન્યુઆરી,૨૦૧૦

  ગીત/કવિતા/ગઝલ વિભાગમાં આ ગીત પુરસ્કૄત થયેલ છે.

  અને આપના ભાવભર્યા સ્વાગતથી આનંદ થયો,આભાર
  Ramesh Patel(Aakashdeep)
  1)
  on February 2, 2010 at 11:30 AM | Reply ડૉ.મહેશ રાવલ

  વાહ રમેશભાઈ
  મા ગુર્જરીની અસ્મિતાને અનુરૂપ અને સુંદર લયબધ્ધ્તા સાંકળી સરસ “ગુજરાત-ગાન” લખાયું છે.
  -અભિનંદન
  2)
  on February 2, 2010 at 4:48 PM | Reply સુરેશ જાની

  ગુજરાતની ગરીમાને ગજવતું ગૌરવ સભર ગીત …

 68. Ramesh Patel ફેબ્રુવારી 18, 2010 પર 1:16 પી એમ(pm)

  Thanks Panchambhai.
  E-mail : spancham@yahoo.com
  URL : http://www.spacham.wordpress.com
  ……………………….
  લડવું પડશે જ તારે…રમેશ પટેલ(આકાશદીપ)

  નથી લડવું બોલ્યો અર્જુન જ્યારે

  વદે શ્રીકૃષ્ણ લડવું પડશે જ તારે

  જગાડે કુસંપ આ હિંસા દવ

  ને માનવતા રડતી લાગે શવ

  ડંખે મનડું અત્યાચારથી તવ

  પોકારે વત્સ સ્વધર્મ અંદરથી જ્યારે

  વદે શ્રીકૃષ્ણ લડવું પડશે જ તારે
  To read more….
  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit

  With regards

  Comment:

  રમેશ પટેલ(આકાશદીપ)
  1.
  on February 18, 2010 at 9:40 AM | Reply Pancham Shukla

  યદા યદા હિ….અને ગીતાની ઓથે રચાયેલું સાંપ્રતને સ્પર્શતું કાવ્ય. ઐતિહાસિક ઘટનાઓ અને શિઘ્રતમ ઘટમાળને સાંકળવાની તમારી કાવ્યશક્તિને સલામ.

 69. Ramesh Patel ફેબ્રુવારી 18, 2010 પર 1:20 પી એમ(pm)

  Thanks Makarndbhai.

  Markand Dave

  આદરણીય શ્રીરમેશભાઈ,

  આપની રચનાની ઉચ્ચ ગુણવત્તા બાબતે શું કહું..!!

  બડભાગી જયઘોષ જગવજે હામે

  વદે શ્રીકૃષ્ણ લડવું જ પડશે તારે

  આનંદ થયો.

  આવી રચનાઓ ઈશ્વરદત્ત હોય છે. માઁ સરસ્વતીની કૃપા આપ પર સદાય વરસતી રહે,
  એજ પ્રાર્થના.
  માર્કંડ દવે.

 70. Ramesh Patel માર્ચ 4, 2010 પર 3:07 પી એમ(pm)

  Thanks and more happy.

  આકાશદીપ….blog..http://nabhakashdeep.wordpress.com
  નામ મારું છે ખુશી

  નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું
  એક બે ત્રણ વદું તો, બા દાદાને લાગે વાહલું
  વન ટુ થ્રી કહું તો,મમ્મી પપ્પાને હસતા ભાળું
  ખુશી ખુશી હું બોલું
  on March 2, 2010 at 4:40 PM | Reply Pancham Shukla

  મેં મારી એક ઓફીસર તરીકેની ધીર ગંભીર જવાબદારી બાદ આવી હળવી પળોની મજા,કેટલીય ક્લબોના મનોરંજન પ્રોગ્રામ માણેલા તેના કરતાં પણ મને વિશેષ લાગી.

  vaah…At such times your ‘being’ feels like a poetry in itself!

  #
  on March 2, 2010 at 6:23 PM | Reply nilam doshi

  અરે..વાહ..મજા આવી ગઇ..ખુશીએ તો સાચેસાચ ખુશી આપી દીધી..

  જીવનમાં આવી હળવી પળો જ જીવનને સભર અને સાર્થક બનાવે છે..ને ?

  આવી નાની નાની પળોને ઝિલતા માણતા રહેવાથી જીવન રળિયામણું બની રહે છે.

  #
  on March 2, 2010 at 10:21 PM | Reply arvind adalja

  વાહ ખૂબ મજા આવી ખુશી માણવાની ! હળવા થઈ જવાયું ખુશીની અને આપની ખુશી જોઈ ને ! સુંદર રચના ! ધન્યવાદ ! સૌ દાદા-દાદી અને નાના-નાની આજ રીતે ખુશી માણતા રહે તેવી શુભેચ્છા સાથે ! આવજો !
  સ-સ્નેહ
  અરવિંદ

 71. Ramesh Patel માર્ચ 4, 2010 પર 3:15 પી એમ(pm)

  Thanks shri Dilipbhai
  Dilip Gajjar

  આ પોષ્ટ્થી…. કવિના મનોવિશ્વમાં ઉતરવાની તક મળી…કે કઈ રીતે કવિ જુએ છે પોતાની ખાસ દ્રુષ્ટિથી દિવસ, વાર તહેવાર ,સમય,આકાશ ઋતુ,આકાશ, પ્રકૃતિ, પરિવાર….આ બધુ તે જુદી જ રીતે જોતો હશે અને તેના શાન્ત મનમાં જે ભાવ લહેર ઉદભવે છે તે આપણિ સમક્ષ લઈ આવે છે..કાવ્ય અને કવિતામાં ભાગીદાર કરે છે તેની મધુર, મસ્ત, હર્ષ, આનંદ, સુહાની પળ અને ખુશી ખુશી…
  આ રીતે અમારી સમક્ષ કાવ્ય અને મનોજગતને પ્રત્યક્ષ કરવા બદલ કવિ શ્રી રમેશભાઈનો ખુબ આભાર..મજા આવી ગઈ આ પોષ્ટ વાંચવાની..

 72. Ramesh Patel માર્ચ 29, 2010 પર 3:04 પી એમ(pm)

  Thanks Valibhai Musa;
  URL : http://www.musawilliam.com
  for your comment……

  હું કોને કહું ? …રમેશ પટેલ(આકાશદીપ)

  ધન્ય ઈન્દુ! ધરે જગે શીળી ચાંદની

  સદા સૂણું મધુરા રવ ઉરે

  છું ચન્દ્ર પણ દાઝું,

  સૂર્ય કિરણોથી કોને કહું?
  …… ……..
  …… ………
  શ્રેષ્ઠ સર્જન પ્રભુ પ્યારું,

  દેવત્ત્વ પ્રગટાવવા જગે ધરું

  તું માણસ જ મટી જાય,

  તો પ્રભુ કહે, હું કોને કહું?

  રમેશ પટેલ(આકાશદીપ)

  Valibhai Musa

  ભાઈશ્રી રમેશ પટેલ,

  ઉત્તમ કૃતિ. ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર.

  ઘણાં વર્ષો પહેલાં ‘અખંડાનંદ’માં વાંચ્યાનું યાદ છે કે ઈશ્વરે મનુષ્યને દેવત્વના ગુપ્ત નજરાણા સાથે પૃથ્વી ઉપર મોકલવાનું વિચાર્યું. દેવોને એકત્ર કરીને અભિપ્રાય માગ્યા. કોઇકે કહ્યું ‘પાતાળે’ અને કોઇકે કહ્યું ‘અવકાશે’ છૂપાવવું. કોઇકે વળી ‘પૃથ્વી’ ઉપર જ તેને રાખવું તેમ સૂચવ્યું; બધાનો સર્વસામાન્ય મત હતો કે માનવીને ‘દેવત્વ’ સરળતાથી પ્રાપ્ત ન થવું જોઈએ. ઈશ્વર તો પોતાના જ સર્જન એવા ‘માનવી’ની શક્તિઓથી પરિચિત હતા જ. માનવી ત્રણેય લોકમાં ફરી વળશે અને ‘દેવત્વ’ને શોધી લેશે. આખરે તેમણે જ ફેંસલો કરી લીધો કે માનવીને ‘દેવત્વ’ તેના અંતરમાં જ આપવું. તે ‘દેવત્વ’ને પામવા બહાર ભટકશે, પણ અંતરના ઊંડાણે જવાનું વિચારશે જ નહિ.

  કાવ્યના સમાપને આપે ઈશ્વરની વ્યથાને સરસ રીતે સમજાવી કે ‘દેવત્વ’ને પ્રગટાવવાની વાત તો બાજુએ રહી, પણ તેણે તો મનુષ્યત્વને જ ગુમાવી દીધું. એટલે જ તો પેલા ગુજરાતી કવિએ બરાબરનું જ કહેવું પડ્યું છે કે ‘હું માનવી માનવ થાઉં તો ઘણું!’ બીજા એક ગુજરાતી કવિએ વળી લખ્યું છે કે ‘નાથ્યાં વરાળવીજળી, મન તો અનાથ્યું; આંબ્યા ગ્રહો, નિજનું અંતર તો અજાણ્યું!’

  કોઇ પણ કાવ્યમાં કોઈ એક જ શબ્દ કે ભાવ કાવ્યના આત્મારૂપ હોય છે અને તેને કેન્દ્રમાં રાખીને જ કવિ પોતાનું ધ્યેય પાર પાડતો હોય છે. આત્મારૂપ એ શબ્દ-શબ્દો કે ભાવમાં ચમત્કૃતિ હોવી જોઈએ અને સાચે જ ખરા દિલે કહું છું કે સમગ્ર કાવ્યના પ્રાણરૂપ એવા તમારા કાવ્યના શબ્દો ‘કોને કહું?’ પાસેથી તમે સરસ કામ કઢાવી શક્યા છો. ફરી એકવાર ધન્યવાદ, પણ આ જશે ‘કોને કહું?’ના હિસ્સે જ!

  સ્નેહાધીન,

  વલીભાઈ મુસા

 73. Ramesh Patel એપ્રિલ 15, 2010 પર 10:15 એ એમ (am)

  Thanks for inspiring comments…..
  Aakashdeep
  #1)
  dhavalrajgeera

  ‘હું જ વામન હું જ વિરાટનો દે દાખ વૃક્ષ બીજનો,
  થા જે સરળ, મંત્ર જપતું અટ્ટહાસ્યનું પગરવ ધમે,
  આ સૃષ્ટિ ને માયાપતિ કોઇ ગૂઢ નિયમોથી ઝૂલાવે છે.’

  આકાશદીપ

  Keep puuting your feelings in words…..

  Rajendra
  http://www.bpaindia.org

  #
  on એપ્રિલ 15, 2010 at 5:05 AM | Reply Pancham Shukla

  સચરાચરની લીલાથી વિસ્મિત કવિ કલમ આવા કાવ્યો આપે છે. સરસ કાવ્ય.

  #
  on એપ્રિલ 15, 2010 at 6:08 AM | Reply pragnaju

  હું જ વામન હું જ વિરાટનો દે દાખ વૃક્ષ બીજનો
  થા જે સરળ, મંત્ર જપતું અટ્ટહાસ્યનું પગરવ ધમે

  અસ્ત ગૂઢ ને ઉદયના ચક્રે તું હિતૈષી દિસે
  ને આ ‘દીપ યાત્રા , ધરે અવિરત કલરવ જગે
  ખૂબ સુંદર
  ઘણીવાર આવા ગુઢ જ્ઞાનના વિષયમા આપની સમજુતી ઉમેરવા વિનંતિ
  …………………http://nabhakashdeep.wordpress.com/
  To read more…

  આ સૃષ્ટિ ને માયાપતિ કોઇ ગૂઢ નિયમોથી ઝૂલાવે છે.

  તેના ન્યાય ,પ્રેમ અને નિસ્પૃહિતાને સમજવી કઠીન છે.

  પ્રેમ ,ધૃણા ,કરૂણા ને પ્રકૃતિના તાંડવ નૃત્ય અથવા તો અસીમ

  કૃપા આ સઘળા કૌતુકો સદા યુગોયુગોએ નીરખેલા છે.આ

  રાસલીલા રમાડતા ભાવોને આ કાવ્યમાં ઉતારેલ છે.

  વિશ્વ તારું જટીલ…-રમેશ પટેલ (આકાશદીપ)

  વિધાતા વિશ્વ તારું જટીલસું કૌતુકોથી મઢ્યું
  અલોપાય તત્ત્વે સમાઈ સહજ મહારવ તટે

  ઊષા ને મધ્યાન્હ સંધ્યાના છે ભીન્ન વેશો અતિ
  મસ્તીથી ઢળે રાતને શીતળતા તું નીરવ રમે

  …… ……. …….

 74. Ramesh Patel મે 6, 2010 પર 3:21 પી એમ(pm)

  Thanks… SabrasGujarati.com
  પ્રથમ ઈનામી કવિતા– ધરા સ્વજનસી — રમેશ પટેલ(આકાશ દીપ)
  May 2nd, 2010 ગઝલ, દિલ થી 6 Comments

  છંદ…બસીત (ગઝલ)

  ગાગાલગા ગાલગા ગાગાલગા ગાલગા

  લાગે ભલી મધુર આ વાતો બધી ગગનની

  ગમતી મને લીલુડી મારી ધરા સ્વજનસી

  કેવી રૂડી ખીલતી ઋતુઓ ધરા ચમનથી
  કેમ તુજને વિસરું જ દુલારી ધરા સ્વજનસી
  ….. …… …… ………
  ડૉ.મહેશ રાવલ રવિવાર 02 મે, 2010 ના રોજ કહે છે..

  શ્રીરમેશભાઈ ની કલમમાં નજાકત અને અભિવ્યક્તિમાં એક આગવો પ્રભાવ મેં હંમેશા અનુભવ્યો છે.
  પ્રસ્તુત રચના, પ્રયોજાયેલ છંદ અને એની રવાની સાથે કવિએ સાધેલું સાતત્ય લયબધ્ધ અને સુંદર ભાવ વિશ્વ ખડું કરી ખરેખર ગુણવંતી બની શકી છે.
  પ્રથમ ક્રમાંકે પુરસ્કૃત થવા બદલ અભિનંદન અને ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કરતા રહો એ અભ્યર્થના
  2)
  ઈનામને યોગ્ય સુંદર ગઝલને પ્રથમ ઈનામ મળવા માટે શ્રી રમેશભાઈને ખૂબ અભિનંદન.
  ગાગાલગા ગાલગા ગાગાલગા ગાલગા
  તેના આ શેરો તો સહેજે ગમી જાય તેવા છે

  ઘૂમે નભે નજર તું બની વાદળી વિરહની
  મ્હેંકે મમતથી ઉરે પ્યારી ધરા સ્વજનસી

  મેઘલ જલ અમી ભરી હરખાવતા વતનને
  કલરવ થકી ગાય એ ન્યારી ધરા સ્વજનસી

  ઘૂમું ગગન મધ્યમાં બંધન લઈ ધરણનાં
  ‘દીપ જલતાં ખીલતી પ્યારી ધરા સ્વજનસી
  બીજી રચનાઓ પણ મઝાની છે
  Pragnanju

 75. Ramesh Patel જુલાઇ 16, 2010 પર 11:59 પી એમ(pm)

  Thanks to shri Popatbhai Patel and Shri Govindbhai Patel( સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ )

  વતનને આંગણે….રમેશ પટેલ(આકાશદીપ)

  વતન,જ્ન્મભૂમિ દરેક વ્યક્તિના જીવન સાથે આજીવન એક મધુર

  બંધનથી ધબકે છે. આ માટીના કણકણની ઓળખાણની એક મારી
  કવિતા વાંચી,મારા પર ઍટલાન્ટાના શ્રી નવિનભાઈ
  (અનુપમ પરિવાર,ઑડ ગામ)નાએ ફોન કરી તેમાંની બે પંક્તિઓ

  વાંચી ગદગદ ભાવે એક સૌજન્ય પૂર્ણ પ્રસ્તાવ આપતાં કહ્યું..’આપની

  “ઉપાસના”કાવ્યસંગ્રહની એક લાખ રૂપિયાના પુસ્તકો ગુજરાતની

  વિવિધ શાળાની કોલેજની લાયબ્રેરી૦માં ભેટ આપવા માગું છું.’

  આર્કિટેક્ટ એન્જીનીયર અને રીટાયર થયા બાદ વિદ્યાનગર

  શૈક્ષણિક સંસ્થાનોમાં નવી કોલેજો ઉભી કરવામાં માનદ સેક્રૅટરીની

  સેવા આપવા વતન પણ તેઓ પહોંચી જાય છે તે વાત જાણી

  ખૂબ જ આનંદ થયો.

  તેમના નાનાભાઈશ્રી નટુભાઈ અને નીરૂબેને સાહિત્યકાર શ્રી દોલતભાઈ ભટ્ટ,

  પ્રો.શ્રી કિશોરસિંહ સોલંકી અને સાહિત્યવિદ પ્રો.વિજયભાઈ સેવક(સુરત)

  સાથે મારા વતન મહિસા પધારી, હું અહીં પરદેશમાંહોવા છતાં પુસ્તકને

  બહુમાન આપવા પધાર્યા હતા એ બદલ આજે પણ ધન્યતાઅનુભવાય છે,

  વતનને આંગણે.…રમેશ પટેલ(આકાશદીપ)

  આ માયુડી માટીના કણકણ મને ઓળખે
  વતનના વગડે વિહંગોના વહાલ મને સાંભળે

  હૃદયના બંધનથી બંધાયો નાતો મીઠડો
  માટીના કણકણથી રંગાયો મારો મનખો

  શિશુવયે આલિંગન દીધાં મને વહાલથી

  2.
  on June 8, 2010 at 3:39 PM | Reply sapana

  6.
  on June 9, 2010 at 9:41 PM | Reply પટેલ પોપટભાઈ

  મા. શ્રી રમેશભાઈ

  શ્રી નવિનભાઈ, પોતાની રીતે મા સરસ્વતી પૂજા કરવા સાથે ગુજરાતી સાહિત્યની સેવા કરી. એક ગુજરાતી તરીકે કદર કરું છું.

  “શિશુવયે આલિંગન દીધાં મને વહાલથી
  એવા દિન પછી ના ભાળ્યા અમે આયખે
  હશે જગને કિંમત ભલે હીરા માણેકની
  મારા માંહ્યલાને માટીની મહેક સવા લાખની”

  વિદેશમાં ઘણા બધા એવા છે, જેઓ અનેક કારણસર જઈ નથી શક્યા, વતનની યાદ સાથે જીવે છે તેઓને તમારા તરફ્થી……..
  સુંદર ભાવ ભીનુ કાવ્ય.

  7.
  on July 16, 2010 at 9:00 PM | Reply swapn jesarvakar

  શ્રી રમેશભાઈ, = આકાશદીપ =
  આપના રંગ બેરંગી પતંગીયા માં ઉડીને સફર કરી. ખરેખર કોઈ
  ઉપવનમાં વિહાર કરી રહ્યો હોઉં તેવો અનહદ આનંદ અનુભવ્યો.
  સચિત્રો સાથેના કાવ્યો અતિ સુંદર લાગ્યા.
  અને આપનું વતન અંગેનું કાવ્ય અત્યંત હદય સ્પર્શી લાગ્યું.
  છેને ખેડા જીલ્લાની ખુમારી’
  “ખુમારી ખેડાની જગ વિખ્યાત કહેવાય,
  રજવાડા વિલય કર્યા એ સાચો વીર સમજાય.”

  ” હશે જગને કીમત ભલે હીરા માણેકની ,
  મારા માંહ્યલાને માટીની મહેક સવા લાખની.”
  ખુબ ખુબ સુંદર લેખન અને હદય સ્પર્શી રજૂઆત નો રાજકુમાર એટલે “આકાશદીપ”

  સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ )

 76. Ramesh Patel નવેમ્બર 12, 2010 પર 4:46 પી એમ(pm)

  
  Thanks for insping me with e-mail
  શ્રી રમેશભાઈ,

  ૨૩જૂલાઈ ૨૦૦૮ ના ગુજરાતી સારસ્વત પરિચયમા આપનો Bio-Data વાંચ્યો. આસચર્યની વાત તો એ છે કે બ્લોગ્સ પર મને ગમતા મોટાભાગના રચનાકાર એંજીનીઅર્સ છે!!
  મેં ૧૯૬૧ મા વડોદરાની M.S.University માંથી સિવિલ એંજીનીઅરીંગમા બી.ઈ. કર્યું. પણ ગુજરાતીમા લખવાનું જુલાઈ ૨૦૧૦ થી ચાલુ કર્યું !!!

  આપની ઘણી બધી કવિતાઓ મેં વાંચી. આપના ઉપનામ ‘આકાશ દીપ” ને આપ સાર્થક કરો છો. ક્યાંક સૂર્ય જેવી ઉષ્મા તો ક્યાંક ચંદ્ર જેવી શિતળતા જોવા મળે છે. ક્યાં ધ્રુવતારા જેવું દિશાસુચન તો ક્યાં શુક્ર જેવી તેજસ્વીતા જોવા મળે છે.

  આપને મારા ખૂબ ખૂબ અભિનંદન.

  -પી.કે.દાવડા

 77. Ramesh Patel જાન્યુઆરી 8, 2011 પર 12:29 એ એમ (am)

  ધરા સ્વજનસી…..રમેશ પટેલ(આકાશદીપ)

  January 7, 2011 by nabhakashdeep

  લાગે ભલી મધુર આ વાતો બધી ગગનની

  ગમતી મને લીલુડી મારી ધરા સ્વજનસી

  કેવી રૂડી ખીલતી ઋતુઓ ધરા ચમનથી
  કેમ તુજને વિસરું જ દુલારી ધરા સ્વજનસી

  …………………………………………………………………………..
  અક્ષયપાત્ર/Axaypatra
  દેશભક્તિની ભાવના વાળી આવી સુંદર ગઝલ બહુ ભાગ્યે જ વાંચવા મળે છે. ધન્યવાદ !
  ……………………………………………
  praheladprajapati

  ઘૂમું ગગન મધ્યમાં બંધન લઈ ધરણનાં
  ‘દીપ જલતાં ખીલતી પ્યારી ધરા સ્વજનસી
  heart teaching line
  ………………………………..
  with thanks
  Aakashdeep

 78. Ramesh Patel જાન્યુઆરી 27, 2011 પર 1:03 પી એમ(pm)

  Comment by Dr. Kishorbhai Mohanbhai Patel
  સંતોને વીરોની ભૂમિ મા મહાન,

  ચરણ પખાળતા જોશીલા જવાન

  સીંચતો ત્રિરંગો કણકણમાં શૂરાતન,

  વહાલું વતન મારું વહાલું વતન

  પ્રાણથીય પ્યારી પુનિત ધરતી મંગલ,

  કરશું વંદન શિરે બાંધી કફન,

  વટ ને વચનથી કરશું જતન,

  વહાલું વતન મારું વહાલું વતન

  સંસ્કૃતિની શોભાથી વિશ્વને કરશું મગન

  વહાલું વતન મારું વહાલું વતન

  રમેશ પટેલ(આકાશદીપ)
  ………………………..

  આદરણીયશ્રી. રમેશભાઈ

  વતનપ્રેમ એજ આપનું સાચુ રતન છે,

  આપ પણ આ ભારત દેશના ભરત જેવા રત્ન છે.

  અભિનંદન
  ……………………………………………………………………
  « રાજપથ પર જોવા મળ્યું ‘નાનું ભારત’…સંકલન…રમેશ પટેલ(આકાશદીપ)
  વહાલું વતન…રમેશ પટેલ(આકાશદીપ)

  January 26, 2011 by nabhakashdeep

  ભારતની એ ભવ્ય સાંસ્કૃતિક વિરાસત સમયની થપાટોમાં અવગતી પામી રહી છે અને તેનું મુખ્ય કારણ

  કૌટુંબિક સંસ્કાર સીંચવાનું કાર્ય પેઢી દર પેઢી ઢીલું પડવું તે છે. સારપને વધાવવાની સામાજિક શક્તિઓનું

  નાપાણી થવું તે છે, છતાં આ વિકટ પરિસ્થિતિ જ દૈવત્ત્વ ઘડવાનું નિમીત્ત બને છે એટલું જ સાચું છે.

  હૃદયમાંથી એક અવાજ ઊઠશે તો આ કોટિબાહુબળ અને બુધ્ધીધન નવયુગની શરૂઆત કરશે જ..

  આજે ફરીથી એ ભાવોને રમાડી ને એ ગરીમાને હૃદયસ્થ કરીએ…

  Ahilya Fort
  Maheshwar, India

  Highly recommended for families
  Ahilya Fort is a delightful 18th century heritage property located on a cliff above the banks of the Narmada river

  Thanks to webjagat for this picture

  વહાલું વતન…રમેશ પટેલ(આકાશદીપ)

  બાંધતી ભાવે ભારતી પાવન બંધન,

  અવતરતા શ્રીપતિ છોડી ગેબી ગગન.

  ધીંગી ધરાએ નીપજ્યાં અમૂલખ રતન

  વહાલું વતન મારું વહાલું વતન

  પૂર્યા શ્રધ્ધાથી અમે પથ્થરમાં પ્રાણ

  ગાયાં અમે સંસારે ગીતાંનાં જ્ઞાન

  સીંચ્યાં અહિંસાથી સ્નેહનાં સીંચન,

  વહાલું વતન મારું વહાલું વતન

  સાગરની ભરતી પખાળતી ચરણ,

  પંખીડાં ગીત ગાઈ કરતાં રંજન

  પ્રગટાવ્યાં પૃથ્વી પર પ્રેમનાં સ્પંદન,

  વહાલું વતન મારું વહાલું વતન

  હેતથી હિમાળો ગાતો પુનિત કવન,

  સંપદાથી શોભતાં વગડા ને વન

  પાવન સરિતાને કરીએ વંદન,

  વહાલું વતન મારું વહાલું વતન

  સંતોને વીરોની ભૂમિ મા મહાન,

  ચરણ પખાળતા જોશીલા જવાન

  સીંચતો ત્રિરંગો કણકણમાં શૂરાતન,

  વહાલું વતન મારું વહાલું વતન

  પ્રાણથીય પ્યારી પુનિત ધરતી મંગલ,

  કરશું વંદન શિરે બાંધી કફન,

  વટ ને વચનથી કરશું જતન,

  વહાલું વતન મારું વહાલું વતન

  સંસ્કૃતિની શોભાથી વિશ્વને કરશું મગન

  વહાલું વતન મારું વહાલું વતન

  રમેશ પટેલ(આકાશદીપ)

  33.835101 -117.564664

  Posted in કવિતા, http://feedcluster.com/ | 7 Comments
  Like
  4 bloggers like this post.
  SHAKIL MUNSHI પરાર્થે સમર્પણ Piyuni no pamrat( પિયુનીનો પમરાટ ) pragnaju
  7 Responses

  1.
  on January 26, 2011 at 2:22 PM | Reply પરાર્થે સમર્પણ

  આદરણીય શ્રી રમેશભાઈ, ( આકાશદીપ )
  પ્રાણથીય પ્યારી પુનિત ધરતી મંગલ,

  કરશું વંદન શિરે બાંધી કફન,

  વટ ને વચનથી કરશું જતન,

  વહાલું વતન મારું વહાલું વતન

  સંસ્કૃતિની શોભાથી વિશ્વને કરશું મગન

  વહાલું વતન મારું વહાલું વતન

  વહાલા વતનની અમર ગાથા ગાતું ને શબ્દે શબ્દે વતનની સુવાસને

  મ્હેકાવતું અનેરું સર્જન. ધન્ય છે કવિશ્રીને અને ધન્ય એમની લાખેણી

  કલમને એ બેના સમન્વય દ્વરા એક કાવ્ય સર્જન થયું. અભિનંદન.

  2.
  on January 26, 2011 at 5:56 PM | Reply praheladprajapati

  સરસ ,સુંદર, માં ભોમ ની રાક્ષણ કાજે કઈ પણ કરવા તૈયાર

  પ્રાણથીય પ્યારી પુનિત ધરતી મંગલ,

  કરશું વંદન શિરે બાંધી કફન,

  વટ ને વચનથી કરશું જતન,

  વહાલું વતન મારું વહાલું વતન

  3.
  on January 26, 2011 at 9:40 PM | Reply Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )

  wonderful……! કરશું વંદન શિરે બાંધી કફન,

  વટ ને વચનથી કરશું જતન,

  વહાલું વતન મારું વહાલું વતન

  સંસ્કૃતિની શોભાથી વિશ્વને કરશું મગન

  વહાલું વતન મારું વહાલું વતન…. no more words to say!

  4.
  on January 26, 2011 at 10:08 PM | Reply jjugalkishor

  વતનનું વહાલ અને વતનને વહાલ !
  Thanks for inspiration.
  Ramesh Patel(Aakashdeep)

 79. Pingback: એવુંયે બને…શ્રી સુરેશભાઈ જાની « આકાશદીપ

 80. Ramesh Patel ફેબ્રુવારી 6, 2011 પર 10:58 પી એમ(pm)

  ઉરના ઓવારે વસંતના બોલે
  વાસંતી વગડો…લોકગીત…રમેશ પટેલ(આકાશદીપ)

  આ પ્રેમનું પટારું કોણ ખોલે?
  સહિયર મોરી,વગડો વીણવા જઈએ

  નાચંતા મોરલા,વસંતના વાયરા
  કુંજકુંજ ગાજંતા, કોયલના ડાયરા

  કેસુડે ચઢીને કોઈ બોલે
  જગ આખું ઝીલીને ડોલે
  સહિયર મોરી,વગડો ઝીલવા જઈએ

  himanshu patel…on February 6, 2011

  વસંતના વાયરામાં વણાયેલું,હૈડાના ઉમંગે રંગાયેલું,શબ્દના હિલ્લોલે ઝુલતું
  વાસંતી ગીત સુંદર સંભળાયું.
  Thank you shri Himanshubhai.
  Ramesh Patel(Aakashdeep)

 81. vandita rajyguru dave એપ્રિલ 29, 2011 પર 4:35 એ એમ (am)

  rameshbhai, nmskar.
  ghna smy thi hu aapne sbrsgujrati ma vachu 6u tmaro blog pn joyo. khub j sundr lkho 6o tme, congreats for it. AAJ KAL (bhuj) ma srjko na prichy ni mari colam chale 6e e antrgt aap aapno smpurn bio-deta, sahityjgt ne lgti aapna jivn ni sari-nrsi ghtnao, 2 pasport phota, amuk chunanda rchnao vigere….. tunk ma aapna vise ni tmam vigt mne bnti tvra thi moklavo. aabhar…

  -VANDITA RAJYGURU DAVE, DHORAJI, MO.-9727032753

 82. nabhakashdeep સપ્ટેમ્બર 30, 2011 પર 12:12 પી એમ(pm)

  Thanks to Resp. Sharadbhai Shah ……………..
  ઢોલને દરબારે…..રમેશ પટેલ(આકાશદીપ)

  September 29, 2011 by nabhakashdeep

  ઢોલને દરબાર હું તો હાલી મારા વાલીડા

  સોળે શણગારે છલકી મલકું મારા સાથીડા

  પૂનમનો ચાંદલિયો ચમકે વ્યોમે મારા વાલીડા

  પહેરી માથે પાઘ રમવા આવો મારા સાથીડા

  કેડિયાનાં કામણ મીઠાં લાગે મારા વાલીડા

  મનમાં મલકી મલકી હાલું મારા સાથીડા
  …………………….

  on September 29, 2011 at 11:44 PM | Reply Sharad Shah

  પ્રિય રમેશભાઈ;
  પ્રેમ.
  તમને શું પ્રતિભાવ આપવા? જેના માથે મા સરસ્વતિના ચારેય હાથ હોય, હૃદય પ્રેમથી ભરેલું હોય ત્યાં “જે બોલે તે હરીકથા” જેવો ઘાટ છે. એકથી એક સુંદર રચનાઓ, ભાવ અને ભક્તિ સભર. I can simply hats off your inner being and blessed pure heart.
  પ્રભુશ્રીના આશિષ.
  શરદ

 83. Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય

 84. Pingback: એવું ના બને? એવુંયે બને | સૂરસાધના

 85. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 86. Pingback: કોનો આભાર માનું ને કોને જ વિસરું…..રમેશ પટેલ(આકાશદીપ) | આકાશદીપ

 87. Ramesh Patel જૂન 30, 2014 પર 6:34 પી એમ(pm)

  કોનો આભાર માનું ને કોને જ વિસરું…..રમેશ પટેલ(આકાશદીપ)

  આપ સૌના પ્રેમ થકી..અમે ઘણું ઘણું મેળવ્યું છે…આ નેટ જગતના મેળે મનભરી મેળાપ થતાં,આપ સૌની વિદ્વતાની ઝાંખી મારે હૈયે નીત રમી છે ને પથ દર્શક બની છે.આપના આ ભાવ ને આદરણીય શ્રીપી.કે.દાવડાજીની આ શ્રેણી ‘મળવા જેવા માણસ’ની ..તેમના પરખની અનુભવી આંખોએ ,અમને પણ સદભાગી બનાવ્યા છે…અણજાણી ભોમકાએ..તમે અમને ગૌરવ બક્ષવા કલમ ઉપાડીને..સ્વજન જેવા બ્લોગર મિત્રોએ જે સહજાનંદ પીરસ્યો એનો આભાર વ્યક્ત કર્યા વગર કેમ રહેવાય?

  કોનો આભાર માનું ને કોને જ વિસરું…..રમેશ પટેલ(આકાશદીપ)

  અણજાણી ભોમકાએ ભોમિયા થવા,

  હરખે વધાવ્યાતા;

  સાઈઠના ચોતરાના સાદ

  માણીએ એ મીઠડી સૌગાદ

  વસતા દૂર તોયે મેળે મહાલતા

  જાનીદાદાની અંતરે જ વાહ!

  હળવેથી પોરસ પીરસે પ્રજ્ઞાજી

  ભમશું સૌ ચોતરે ઝીલીને ચાહ

  શમણાં મીઠાં વતનનાં માણતાં ઉરે

  પરિચયની પાંખડી પ્રસારી ખંડ સાત

  ના ઓળખે એ નાત બહાર એવી જ

  થઈ ગઈ અમારી નટખટ જમાત

  કોનો આભાર માનું ને કોને જ વિસરું

  નત મસ્તકે દાવડાજી ઝબુકૂ રે આજ

  તમે મળ્યા ને મળ્યું અમને જીંદગીનું વ્યાજ(૨)

  રમેશ પટેલ(આકાશદીપ)

 88. Pingback: ( 481 ) મળવા જેવા માણસ……. શ્રી રમેશ પટેલ …… આલેખન…….. શ્રી .પી. કે. દાવડા | વિનોદ વિહાર

 89. Pingback: આજે ૨૯ નવેમ્બર…વસંતે કલશોર કર્યો ભાઈ……રમેશ પટેલ(આકાશદીપ) | આકાશદીપ

 90. Pingback: ૨૯ નવેમ્બર, ૨૦૧૮…”આકાશદીપ” બ્લોગની  મંગલ યાત્રા ૧૦-મા વર્ષમાં પ્રવેશ….રમેશ પટેલ | આકાશદીપ

 91. Gunavant Patel નવેમ્બર 29, 2020 પર 4:34 પી એમ(pm)

  ભાઈશ્રી રમેશભાઈ,
  નમસ્કાર 🙏
  આપના બ્લોગ ‘આકાશદીપ’ ની આજે જ પ્રથમ વાર
  યાત્રા કરી.
  આપના બ્લોગના ૧૨મા વર્ષમાં મંગલ પ્રવેશ ટાણે
  ખૂબ ખૂબ અભિનંદન. ઉત્તરોત્તર વિકાસ સાધતા રહો તેવી
  શુભકામના.💐
  ગુણવંત પટેલનાં વંદન🙏.

 92. nabhakashdeep ઓગસ્ટ 7, 2022 પર 10:19 એ એમ (am)

  આઝાદી અમૃત મહોત્સવ નિમિત્તે- ગુજરાતનું ગૌરવ ગાન કરતો સંચય સંગ્રહ સર્જકશ્રી રવજીભાઈ ગાબાણીએ , ઝેડ-કેડ પબ્લિકેશન દ્વારા અર્પણ કર્યો.

  અભ્યાસી ઉપાસનાએ , સિધ્ધ હસ્ત કવિઓ..નર્મદ, પ્રેમાનંદ, ખબરદાર, ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ, રઘુવીર ચૌધરી, વિનોદ જોશી, તુષાર શુક્લ, હરદ્વાર ગોસ્વામી, ઉષા ઉપાધ્યાય ને અવિનાશ વ્યાસ ,સુંદરમ જેવા અનેક મેઘાવી સર્જકોની – ગુજરાત મોરી મોરીની ભાવનાથી પ્રચુર રચનાઓનું સંકલન કર્યું, ને નવોદિત શ્રેણીના કવિઓની કલમને પણ પિછાણી સંચયને એક ગરીમા અર્પી.- શ્રી ભાગ્યેશ જ્હા સાહેબે જેને એક અમૃત કુંભનું આચમન કહી વધામણી દીધી – એવો મૂલ્યવાન ૧૦૧ કૃતિકાવ્ય સંગ્રહ- ઝેડ-કેડ પબ્લિકેશન / મનીષ પટેલ દ્વારા લોકાર્પણ થયો . દરેક સર્જક ને બે કાવ્ય સંગ્રહ – તેમના સરનામે મોકલી -ગુજરાત ગૌરવ ગાનના સહભાગી બનવા માટે ભેટ આપી અભિનંદન આપ્યા.
  આવા શિખરસ્થ કવિગણ સાથે , અમારી બે રચનાઓ દ્વારા અમને પણ , આ ‘ ગુજરાત- ગીતો’ માં સ્થાન મેળવવાનું સદભાગ્ય મળ્યું.
  સંપાદકશ્રી રવજીભાઈ ગાબાણીની ચીર સ્મરણીય ભેટ- વતનને ચરણે ધરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

  સાદર
  રમેશ પટેલ( આકાશદીપ)
  …..
  ૧) યશવંતી ગુજરાત
  ૨) આ ધરામાં કઈંક છે એવું.

  ધન્યવાદ… આપના સ્નેહ માટે આભારી. 🎉🙏😎
  રવજીભાઈ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: