
“આદમ ગજબની વાત છે આસ્તિક હતા અમે,
નસ્તિક બની ગયા અમે કારણ ખુદા મળ્યો.” – તેમના પોતાના અવાજમાં સાંભળો
“માનવીને આ જગત, આદમથી શેખાદમ સુધી
એ જ દોરંગી લડત, આદમથી શેખાદમ સુધી.” – # સાંભળો અને માણો
“દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે.”
“હે, વ્યથા! કુમળાં કંઈ કાળજાને કોરતી કાળી કથા. ” – # સાંભળો અને માણો
” ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો
અતિ વરસાદ કૈં ખેડૂતને પ્યારો નથી હોતો.”
“ગાંધી તને ખબર છે તારું થયું છે શું ?
ખુરસી સુધી જવાનો તુ રસ્તો બની ગયો.” – ખુરશી-કાવ્યો
# રચનાઓ : – 1 – : – 2 –
# એક સરસ પરિચય
# એક અંગત પરિચય – ૧ – ;
________________________________________________________________
નામ
- આબુવાલા શેખઆદમ મુલ્લાં શુજાઉદ્દીન
ઉપનામ
કુટુમ્બ
- માતા – મોતીબાઈ; પિતા – મુલ્લાં શુજાઉદ્દીન શેખ ઈબ્રાહીમ
જન્મ
- 15,ઓક્ટોબર – 1929; અમદાવાદ
અવસાન
અભ્યાસ
- બી.એ. (ગુજરાતી) – ગુજ. યુનિ., અમદાવાદ
- એમ.એ. ( અંગ્રેજી અને ઉર્દૂ સાથે)
વ્યવસાય
- ‘ગુજરાત સમાચાર’માં પત્રકાર તરીકે કારકીર્દીની શરૂઆત
- 1956-1974 – ‘વોઈસ ઓફ જર્મની’- બર્લીનમાં હિન્દુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી/ ઉર્દૂ સર્વિસનું સંચાલન
- 1974 પછી – અમદાવાદમાં પત્રકાર

જીવનઝાંખી
- માત્ર 16 જ વર્ષની ઉમ્મરે ‘સંસ્કૃતિ’ જેવા ઉચ્ચ કક્ષાના સામાયિકમાં તેમનું સોનેટ અને ત્રણ ગઝલો પ્રગટ થયાં હતાં.
- એમ.એ. માં ઉમાશંકર જોશીના શિષ્ય
- સામ્યવાદી યુવક મહોત્સવમાં મોસ્કોની મુલાકાત બાદ પોલેન્ડ અને જર્મનીમાં સ્થળાંતર
- ‘ચાંદની’ તેમનો પ્રથમ પ્રયોગલક્ષી કાવ્યસંગ્રહ( પૃથ્વી જેવા લગભગ અગેય અને બીજા સંસ્કૃત છંદોમાં પણ ગઝલો લખેલી છે.)
- અખબારોમાં કટારો – સારા જહાં હમારા, માનવી ને આ જગત, આદમની આવડત, જમાલપુરથી જર્મની
- મિત્રો – ગણ્યા ગણાય નહીં એટલા – ગોલીબાર ખાનદાનની ત્રણ પેઢી દાદા.બાપ,પૌત્રથી માંડી બધાજકવિઓ,લેખકો, સાહિર.લુધ્યાનવી,નીરજ,મોહંમદ રફી,વિનોદ ભટ્ટ,નીરુભાઈ દેસાઈ,જયંત પરમાર,ઉમાશંકર જોષી,મરીઝ,શૂન્ય પાલનપુરી,સૈફપાલનપુરી,શેખચલ્લી,હબીબ,બેકાર,બદરી કાચવલ,અમીરી,ઘાયલ,માજી વડા પ્રધાન વી.પી.સીંઘ,માજી મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકી વિ.
- આંતરડાની બીમારીથી અવસાન
રચનાઓ – 33 પુસ્તકો
- કાવ્ય – ચાંદની,અજંપો, હવાની હવેલી, સોનેરી લટ, ખુરશી, તાજમહાલ
- નવલકથા– તમન્નાના તમાશા, તું એક ગુલાબી સપનું છે, આયનામાં કોણ છે?. નીંદર સાચી, સપનાં જૂઠાં, રેશમી ઉજાગરા, ફૂલ બનીને આવજો, સમગ્ર ગઝલ – દીવાને આઝમ
- અનુવાદ– શ્રેષ્ઠ જર્મન વાતો
- આત્મકથા. સ્વાનુભવો – હું ભટકતો શાયર છું, યુરોપની હવામાં
- ડાયરી – હમ ભી ક્યા યાદ કરેંગે
- મુલાકાતો – તસ્વીર દિખાતા હૂં
- ઉર્દૂ ગઝલો – घिरते बादल- खूलते बादल , अपने ईक ख्वाबको दफनाके आया हूं
લાક્ષણિકતાઓ
- તેમની રચનાઓમાં તીવ્ર ભાવસંવેદનો, આરતભરી અભિવ્યક્તિ, સૌંદર્યનો કેફ, પ્રણયની ગુલાબી મસ્તી, સ્વપ્નિલ તરંગોની લીલાનું ચાતુર્ય છે.
- રાજકીય/ સામાજિક વિષયો પર કટાક્ષ કરતાં ‘ ખુરશી કાવ્યો’ નોંધનીય છે.
- નવલકથાઓમાં માનવતાવાદી અભિગમ છે.
સાભાર
- ગુજરાતી સાહિત્યકોશ ખંડ -2
- શ્રી. મહમ્મદઅલી ભેડુ – ‘ વફા’
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા - શ « ગુજરાતી સારસ્વત પરિચય
thanks…Indeed, he was a gr8 shayar.
Great mind blowing blog shayri………..
nice thaught & post
Pingback: શેખાદમ આબુવાલા……… | shraddhahospital's Blog
મને કોઈ એક પ્રસંગે , તેમના બે પુસ્તકો ભેટ મળેલા અને
પછી જે રંગ લાગ્યો ના પૂછશો વાત…અમારા એક મિત્ર
સમારંભના સંચાલન વખતે , તેમની શેર શાયરીથી શ્રોતાઓને
ઝૂમતા કરી દેતા…શ્રી શેખાદમજીને ઝાઝા ઝુહાર.
રમેશ પટેલ(આકાશદીપ)
મેં દીવાને આદમ એમનો ગઝલ સંગ્રહ ચાર વખત રીફર કર્યો છે એક વાર હાથ મા લો અને મુકવાનું મંજ નથાય. મને તેમની કબ્બર (સમાધિ) ક્યાં આવેલી છે તે કોઈ કહી શકશો…………?
Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
સરસ અંગત પરિચય…વેબ ગુર્જરી પર –
http://webgurjari.in/2016/07/04/memories-of-shekhadam_1/
માન્ય શ્રી શેખાદમ આબુવાળા જનસતા માં પણ 1એક કોલમ લખતા હતા”દેખા સો લિખા”” જેમાં દર શુક્રવારે નવી આવે ફિલ્મ ની વાર્તા કહેવાની તેમની લઢણ થઈ હું ઘણો પ્રભાવીત છું અને આજે પણ તેમને મનથી યાદ કરું છું..