ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

વિપિન પરીખ, Vipin Parikh


“મને મારી ભાષા ગમે છે
કારણ બાને હું બા કહી શકું છું.”

____

“માણસ નામે નબળું પ્રાણી,
એની ઊંઘ એને ઘણી વહાલી !
તમે અચાનક એને ઢંઢોળો તો
ક્રોધથી ગાંડોતૂર થઈ
ક્રોસ ઉપર તમને લટકાવે નહીં તો શું કરે ?
અથવા
હાથમાં જો બંદૂક આવે તો શું તમને જતા કરે ?
તમે તો સર્વજ્ઞાની –
આટલું પણ ન જાણ્યું કે
કાચી ઊંઘમાંથી કોઈને જગાડાય નહીં ?”

“યાદ આવે છે:
પહેલી વાર સ્મશાને ગયો તે પછી
કેટલીય રાત જંપીને સૂઈ ન’તો શક્યો,
પણ હવે તો
મને નનામી બાંધતા પણ આવડી ગઈ છે.”

“સફળ માણસો કવિતા નથી લખતા.’

“રાવણના રાજ્યમાં જીવવાની
મને જડીબુટ્ટી જડી ગઈ છે.
મને રોજ રાતે
રામરાજ્યનાં સ્વપ્નાં આવે છે.”

# રચનાઓ    :   –  1  –    :    –  2  –

______________________________________________________________

જન્મ

  • 26, ઓક્ટોબર- 1930, મુંબઈ
  • વતન ચીખલી- વલસાડ
અવસાન
  • 16, ઓક્ટોબર, 2010 – મુંબઇ

અભ્યાસ

  • બી.કોમ , મુંબાઈ યુનિ.

વ્યવસાય

  • મુંબાઈમાં વેપાર

રચનાઓ

  • ગદ્યકાવ્યો – આશંકા, તલાશ, મારી, તમારી, આપણી વાત – સમગ્ર કવિતા

લાક્ષણિકતાઓ

  • કાવ્યોમાં કટાક્ષ અને કરૂણાનો સુભગ સમન્વય; નગરજીવનનાં દોડધામ, ભીડ, પ્રદૂષણ, નિર્મમતા, યાંત્રિકતાનું મર્મલક્ષી ચિત્રણ. સરળ પ્રાકૃતિક જીવન તથા માનવ માનવ વચ્ચેના સંબંધમાં પ્રેમ અને આત્મીયતાની કવિની ઝંખના વ્યક્ત થાય છે.

સાભાર

  • ગુજરાતી સાહિત્યકોશ , ભાગ -2
  • www.narmad.com

17 responses to “વિપિન પરીખ, Vipin Parikh

  1. Nirlep Bhatt ઓગસ્ટ 6, 2008 પર 10:13 એ એમ (am)

    thanks for intro….just to add about his one more book “coffee house”

  2. Heena Parekh ઓગસ્ટ 7, 2008 પર 9:00 એ એમ (am)

    વિપિન પરીખ મારા પ્રિય કવિ છે. બહુ સરળ ભાષામાં ચોટદાર વાત કહેવા માટે એમની કવિતાઓ જાણીતી છે.

  3. chandra. ઓગસ્ટ 7, 2008 પર 1:21 પી એમ(pm)

    wonderful explanation about manas naame nab-du
    prani. i very much enjoyed.
    comment by Chandra.

  4. Dhwani joshi ઓગસ્ટ 17, 2008 પર 5:38 એ એમ (am)

    many many thnx Dada… i really impressd by Vipinji… he is a grt peot/writer… wanted to know somethng more abt him.. n Thnx to Nirlep Bhatt.. he gave the key to find it out..!

  5. Neela સપ્ટેમ્બર 2, 2008 પર 6:03 એ એમ (am)

    મારા મોટાભાઈના પ્રિય મિત્ર. વાંચો વિપીન પરીખની કલમે.
    http://shivshiva.wordpress.com/2008/03/02/sa-thio-27/

    • JAGDISH SHAH મે 5, 2011 પર 12:05 પી એમ(pm)

      Dear Friend:

      I love to read and write poetry and small gujarati stories. I came to USA in 1972 and hence have limited touch with gujarati literature in recent years.

      I run a “Sunshine Seniors Association” in Diamond Bar, CA for many years. We are approximately 400+ members. I am arranging mothers’ day program and looking for Vipin Parikh’s poem where he descibes mother’s thoughts about his son and his treatment to her when she is very old and will be unable to serve/help her son. I am planning to have this song sung by a local artist.

      Can anyone help?

      Thanks.

      Jagdish

  6. Pingback: અનુક્રમણિકા – વ « ગુજરાતી પ્રતિભા પરિચય

  7. Vijay Dharia સપ્ટેમ્બર 28, 2012 પર 11:47 પી એમ(pm)

    વિપિન પરિખ મારા અતિ પ્રિય કવિઓમાના એક છે. ડો.સુરેશ દલાલે એમના વિશે ક્હયું છે કે વિપિન પરિખની કવિતામાં પૂંછડીએ ડંખ હોય છે.

  8. Hemang PArekh ડિસેમ્બર 3, 2012 પર 9:26 એ એમ (am)

    can anyone tell me where to get his SAMAGRA KAVITA?

  9. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

  10. raju mehta જુલાઇ 9, 2013 પર 12:56 એ એમ (am)

    I want to read all books of vipin parikh can u help me?

  11. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  12. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  13. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: