
પ્રેરક અવતરણ
“ તારા સુધી આવી શક્યો, તે શબ્દની કૃપા
મારા સુધી જ પહોંચવા કરતો મથામણો.”
“મીઠી હવાની લ્હેરમાં ઝૂલ્યો હશે
વરસી જતી કો વાદળીના નેહથી ખીલ્યો હશે!
તે આ જ આ
શેકાયેલો દાણો મકાઈનો
સરી મુજ હાથથી
પરસાળની પગથી પરે જઈને પડ્યો.
ધીરે ઉપાડી હું હથેળીમાં ધરું છું ત્યાં જ –
મારી આંખની કીકી તણા ઊંડાણને ભેદી અને પૂછી રહ્યું કો’ પ્રશ્ન
‘ શું આ હું જ છું?’
” અને એમ નદીની છાતી પર એક નદી ઊગતી જાય.”
“ દેવળોમાં ઘંટારવ સાથે મારાં સ્તોત્રો ગવાય છે એવું કામ કર્યું હોવા છતાં ઈશ્વર વિશે હું અવઢવમાં રહ્યો છું.” – યોસેફ
# રચનાઓ : – 1 – : – 2 –
# સાંભળો
# વહુ બેટો ( એક વાર્તા)
______________________________________________________________
સમ્પર્ક સી-4, સનરાઈઝ એપાર્ટમેન્ટ , ડો. રાધા કૃષ્ણન માર્ગ, અમદાવાદ – 380 015
જન્મ
- 20, ડીસેમ્બર- 1940; અમદાવાદ
- વતન – માલાવાડા ( માતર તાલુકો)
કુટુમ્બ
- માતા – મરિયમ; પિતા- ફિલિપ
- પત્ની – 1) 1960-67, 2) સ્વ. સાબીના ઉર્ફે સુરભિ : લગ્ન – 1973
- સંતાન – બે
અભ્યાસ
- 1968 – બી.એ. ( ગુજરાતી) , ગુજ. યુનિ.
- 1970– એમ.એ. ( ગુજરાતી), ગુજ. યુનિ.
- 1975– બી.એડ, ગુજ. યુનિ.
વ્યવસાય
- 1963થી – ચી,ન, વિદ્યાલય, અમદાવાદમાં શિક્ષક
જીવન ઝરમર
- એસ.એસ.સી.માં ઘરના સંજોગોને કારણે મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસમાં હેલ્પર તરીકે નોકરી પણ કરી છે. પણ સખત મજુરી છતાં સાવ ઓછો પગાર મળતાં ગને તેમ થાય , આગળ ભણવાનું નક્કી કર્યું.
- ‘કુમાર’ની બુધસભામાં કવિત્વનો વિકાસ
- રાજેન્દ્ર શાહ , નિરંજન ભગત અને ક.મા.મુન્શીની રચનાઓનો ઘણો પ્રભાવ
- પ્રથમ મૌલિક કૃતિ – અરવતા – ‘સંસ્કૃતિ’માં પ્રગટ થઈ.
- તેમણે બાઈબલના સ્તોત્રોનો કરેલો, છંદોબધ્ધ અનુવાદ ઘણા ગુજરાતી દેવળોમાં ગવાય છે અને તેની ઓડીયો કેસેટ પણ બની છે.
- ઘણા વાર્તાલેખક ‘ જોસેફ મેકવાન’ અને તેમને એક જ માનતા રહ્યા છે.
- આકાશવાણી પર ઘણા કાર્યક્રમો આપ્યા છે.
- ‘વૈશાખી’ – કવિતાનું દ્વૈમાસિક ત્રણ વર્ષ ચલાવ્યું
- વર્ણાશ્રમ અને સામાજિક કુરૂઢિઓ પ્રત્યે નારાજગી
હોબી
રચનાઓ – 11 પુસ્તકો
- કાવ્ય – સ્વગત, સૂરજનો હાથ ( છંદમાં તેમજ અછાંદસ )
- બાળકાવ્યો –તોફાન, ડિંગડોંગ ડિંગડોંગ
- કાવ્યરસાસ્વાદ– ક્રોસ અને કવિતા
- અનુવાદ – સ્તોત્રસંહિતા
સાભાર
Like this:
Like Loading...
Related
yosef sir amara teacher hata .. ane halma emne malvanu pan thayu
teo sheth chi. na. vidyalayama teacher hata
nice to read about him
કેમ છો… મજામાં,
ગુજરાતી ભાષા અને ગુજરાત વિશેની દરેક ગુજરાતીની લાગણીઓ નેટ જગતમાં છલકી રહી છે, લાગે છે હવે તે ટુંક સમયમાં ઉભરાઇ જશે, આવીજ એક લાગણી સાથે એક નાનકડી વેબસાઇટ http://www.wahgujarat.com નવા રંગ-રૂપ અને આપની મદદથી રજુ કરેલ છે, તો http://www.wahgujarat.com ” ગુજરાતી સાયબર વિસામો ” બની રહેશે કે કેમ ? તે વીશે આપના બ્લોગ પર એક પોસ્ટ ત્થા લીંક મુકવા વિનંતી.
( સંજય બાપુ, અમરેલી. )
Pingback: અનુક્રમણિકા – ય « ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – ય | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય