પ્રેરક વાક્ય “ જાગૃતિ એ જ જીવન”
‘ગામ્ભીર્ય અને હાસ્યની વચ્ચે અધ્યાત્મનું પૂરણ સાચવી શકનાર લેખક “ – રાધેશ્યામ શર્મા
_________________________________________________________________
સમ્પર્ક – ‘સંતસ્મૃતિ’, 1. એસ.બી.આઇ. ઓફિસર્સ સોસાયટી, નારાયણનગર, અમદાવાદ – 380 007
જન્મ
કુટુમ્બ
- માતા– મનહરબેન, પિતા– મહાસુખરાય
- પત્ની– અરુણા ( લગ્ન- 1958, અમદાવાદ), સંતાન -2
અભ્યાસ
- 1958 – બી.એ.
- 1960– એમ.એ.
- પી.એચ.ડી.
વ્યવસાય
- 1961થી – એચ.કે. આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક
જીવન ઝરમર
- ‘આનંદશંકર (ધ્રુવ)ની ધર્મભાવના’ વિષય ઉપર પી.એચ.ડી.
- પ્રથમ મૌલિક કૃતિ – મોજ મજાક અને મહેફિલ
- પહેલી કૃતિ ‘નવચેતન’માં પ્રકાશિત થયેલી.
- 1961– ‘ગુજરાત સમાચાર’ માં ‘વક્રકેતુ’ નામની હાસ્યલેખ શ્રેણી અને ‘ ફેર ફુદરડી ફરતાં ફરતાં’ નામની રાજકીય શ્રેણીના લેખક
- ‘લોકનાદ’માં ‘આંખનું કાજળ ગાલે ઘસ્યું’ એ રાજકીય લેખ શ્રેણીના લેખક
- ‘જનસત્તા’ માં ‘બાવો બોલ્યો’ લેખ શ્રેણીના લેખક
- આકાશવાણી ઉપર ઘણા કાર્યક્રમો આપેલા છે. તેમનું લખેલું એક નાટક ભજવાયું પણ છે
- બાધા આખડી, પુજા પાઠમાં શ્રધ્ધા નથી. ઈશ્વર અને ગુરુમાં વિશ્વાસ છે.
- ‘હરિવાણી’ નામના દ્વિમાસિકનું સંપાદન
- સાહિત્યમાં ડોક્ટરેટ ઉપરાંત હોમીયો પથી અને બાયોકેમીક ઉપચાર પધ્ધતિ જાણનાર નિષ્ણાત
- ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી રહી ચુક્યા છે.
- શ્રી. અરવિંદ ઘોષના તત્વચિંતનમાં અને શ્રી. મોટામાં ઘણો વિશ્વાસ
રચનાઓ
- હાસ્યનિબંધો – મોજ. મજાક અને મહેફિલ, હાથને કહો ચડાવે બાંય, ગપગોષ્ટિ, હાસ્યરૂપ જૂજવાં
- વિવેચન – આસ્વાદન, ’69 નું લલિતેતર સાહિત્ય, પરિચયન, વિલોકના વિ. 6 ગ્રંથો
- નિબંધ – 11ગ્રંથો
- ચરિત્ર – ચિદાકાશ, રાણી રાસમણિ, શ્રી. મોટા, આત્માનંદ સરસ્વતી
- સંપાદન – જિજ્ઞાસા, કૃપા, કર્મ ઉપાસના, પ્રેમ, ગુણ વિમર્શ, મૌન એકાંતની કેડીએ, મુક્તાત્માનો પ્રેમ સ્પર્શ વિ. 15 ગ્રંથો
- સંશોધન – પૂજ્ય શ્રી, મોટા : જીવન અને કાર્ય, અખાની જીવનસાધના, પૂજ્ય મોટાનો જીવનસંદેશ, આનંદશંકર (ધ્રુવ)ની ધર્મભાવના
- આરોગ્ય – શરીરસુખ, સ્ત્રીરોગો પર બાયોકેમિક ઉપચાર,
શોખ
સાભાર
- ‘સાક્ષરનો સાક્ષાત્કાર’ – રાધેશ્યામ શર્મા
- ગુજરાતી સાહિત્યકોશ , ખંડ – 2
Like this:
Like Loading...
Related
Awesome gujju articles… first time have seen such wonderful collection of Gujarati articles, keep it up.. i am trying to provide some technology related articles on my blog http://www.gujarati.tk
Thanks
Dharmesh vyas (Dubai)
Pingback: અનુક્રમણિકા – ર « ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય