ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

*ગુજરાતી બચાવ ઝુંબેશ – એક સમાચાર


    ઈન્ટરનેટ ઉપર જે વ્યક્તી ગુજરાતી વાંચે છે; તેને ગુજરાતી ભાષા માટે લાગણી છે. જે લખે છે, તેને આ લાગણીના વ્યાપમાં રસ છે. આ સૌને સતત સતાવતી ચીંતા છે –

“શું ગુજરાતી ભાષા મરવા પડી છે?”

   ગુજરાતી પ્રજા સૈકાઓથી ગુજરાતની સીમાઓ ઓળંગી બહાર રહેવા ટેવાયેલી પ્રજા છે. છતાં તેણે પોતાની ગુજરાતીતા પેઢી દર પેઢી જાળવી રાખી છે. આથી કદી આવી ચીંતા પેદા થઈ ન હતી.

   પણ સતત વધતા જતા વૈશ્વીકરણની એક અસર રુપે આ ચીંતા ઉદભવી છે. વધારે અને વધારે કુટુમ્બો ગુજરાતમાંથી બહાર જવાની હીજરતમાં જોડાવા માંડ્યા છે. ગુજરાત રાજ્યે પણ વીશ્વના સમૃધ્ધ દેશોની હરોળમાં પોતાની સ્થીતી હાંસલ કરવાની દોડમાં, વીશ્વ કક્ષાના નેતાની દોરવણી હેઠળ હરણ ફાળ ભરી છે.

    આના કારણે ગુજરાતી ભાષા અંગે ઉદાસીનતા વ્યાપક થયેલી જોવા મળે છે. આ ઘર ઘરની કહાણી છે. ઓફીસે ઓફીસની કહાણી છે. આ ચીંતા દરેક ગુજરાતીના હૃદયની ચીંતા છે.

    આના શક્ય ઉકેલ શોધવા ગુજરાતના પ્રથમ કક્ષાના સાક્ષરોની સાન્નીધ્યમાં ‘ ગુજરાતી બચાવ ઝુંબેશ ‘ યોજવામાં આવી છે.

દીવસ

14 ફેબ્રુઆરી – 2009 : શનીવાર

સમય

સવારે દસ વાગે

સ્થળ

1) ગુજરાત વીધાપીઠનો દરવાજો અને

2) ગુજરાતી સાહીત્ય પરીષદના મકાનમાં આવેલ હોલ
– અમદાવાદ

મુખ્ય વક્તાઓ

શ્રી. સુરેશ દલાલ

શ્રી. ગુણવંત શાહ

શ્રી. રઘુવીર ચૌધરી

વીગતવાર માહીતી જાણવા આ સાથેની ફાઈલ ડાઉન લોડ કરો.

આ કાર્યક્રમને આનુષંગીક ‘ ગુજરાતી ભાષા પરીષદ’ ના મંત્રી શ્રી. કિરણ ત્રિવેદીનો સંદેશ 

————————————————————-
વ્હાલા ગુજરાતીઓ,

  ઉપરોક્ત ‘ ગુજરાતી બચાવ ઝુંબેશ’ના ચાર ઉદ્દેશ છે

  1. માતૃભાષામાં શીક્ષણ – વૈશ્વીકરણની આક્રમક પ્રક્રીયા અને વ્યાપારીકરણના પ્રતાપે શીક્ષણના માધ્યમ તરીકે અંગ્રેજીનું મહત્વ સતત વધતું રહ્યું છે. વીશ્વભરના શીક્ષણકારોનો એવો અભીપ્રાય રહ્યો છે કે, બાળકને શીક્ષણ તેની માતૃભાષામાં જ આપવું જોઈએ. આ શાણપણ સામાન્ય માણસના મનમાં સ્થાપીત કરવા માટે આપણે કામ કરવું જોઈશે.
  2. ભાષાનું સરલીકરણ – તાગ ન પામી શકાય તેવા વ્યાકરણ અને જોડણીના નીયમોના કારણે, ગુજરાતી ભાષાનો વપરાશ ઓછો થતો રહ્યો છે. લીપી નવા જમાનાની ટેક્નોલોજી માટે જટીલ અને બીન વ્યવહારુ બની ગયેલી છે. જોડણી અને અન્ય ભાષાકીય સુધારા અપનાવવા માટે આપણે જાગવું જરુરી બની ગયું છે. આ માટે સરકારી તંત્ર અને સક્ષમ સંસ્થાઓની સંવેદનશીલતા જગવવા અને જાહેર જનતાનો અભીપ્રાય બુલંદ બનાવવા આપણે સૌએ જાગૃત થવાની જરુર છે.
  3. ગુજરાતી સાહીત્યનો વ્યાપ – ગુજરાતની જનતામાં ગુજરાતી વાંચન માટે ખાસ રસ નથી. ગુજરાતી ભાષાના વાતચીત સીવાય ઘટતો જતા ઉપયોગના કારણે, ગુજરાતી સાહીત્ય તરફ તેમની ઉપેક્ષા વધી રહી છે. આને કારણે ગુજરાતી સંસ્કૃતી તરફ પણ અભાવ વધતો રહ્યો છે. આથી ગુજરાતી સાહીત્ય વાંચવાની ટેવ વીકસે અને વધુ સાહીત્યનું સર્જન થાય તે માટે આપણે પ્રયત્નો કરવા જરુરી છે.
  4. અંગ્રેજી માટે બીન જરુરી ઘેલછાનો ઉકેલ – વૈશ્વીક ભાષા બની ગયેલી, અને જ્ઞાન અને દુરંદેશી માટે અનીવાર્ય, અંગ્રેજી ભાષાની જરુર અને મહત્વનો આપણે અનાદર કે અવગણના ન જ કરી શકીએ. પણ વાલીઓની આ માટે વધતી જતી ઘેલછા અને શાળાઓની વેપારી મનોવૃત્તી અને સરકારની ખાનગીકરણની નીતી અને પહેલા ધોરંણથી અંગ્રેજી માધ્યમ અમલી કરવાની નીતીનો આપણે વીરોધ કરવો જરુરી છે.

      આ બધા ઉમદા હેતુઓના સંવર્ધન માટે, આ ઝુંબેશને ટેકો આપવા, આ સાથે જોડેલી પુસ્તીકા વાંચવા, તેને બને તેટલા વધારે લોકોને વંચાવવા, યોજેલ રેલીમાં ભાગ લેવા અને જ્યાં શક્ય હોય ત્યાં અને તે રીતે તે અંગે આપની અભીવ્યક્તી કરવા હું આપ સૌને વીનંતી કરું છું.

–  કિરણ ત્રિવેદી
મંત્રી , ગુજરાતી ભાષા પરીષદ

11 responses to “*ગુજરાતી બચાવ ઝુંબેશ – એક સમાચાર

  1. Ramesh Patel માર્ચ 5, 2009 પર 10:06 એ એમ (am)

    આજે છે તારીખ માર્ચ પાંચની,
    આજે છે બર્થ ડે સુરેશભાઈની,

    આદરણીય શ્રી સુરેશભાઇ

    સાબરમતીના નીર,ગુજરાતી ખમીર ,એન્જીયરીંગ કૌશલ્ય અને ભૂદેવના સંસ્કાર

    અને વ્હાલભર્યો વ્યવહાર તમારો અમે યાદ કરીએ અને વધુ કહું તો અમારો પરીચય આપી આપે અમને ડાકોરની પદયાત્રામાં

    જોડી કવિ બનાવી દીધા.

    આજે આપના જન્મ દિને શુભેચ્છા પાઠવતાં એક આત્મીય જન જેવો ઉમળકો થાય છે.

    આદરણીય ડૉ શ્રી ચન્દ્રવદન્ભાઈના ચન્દ્રપુકાર પરની બે પંક્તિ સાથે શુભેચ્છા .

    રમેશચન્દ્ર પટેલ્આકાશદીપ)

  2. paresh08 માર્ચ 14, 2009 પર 12:14 પી એમ(pm)

    ઓ પ્રિયતમ ! હું તેમને ખુબજ પ્રેમ કરું છું. અરે ! આખી દુનિયાંને ખુબજ પ્રેમ કરું છું. કારણકે “તું” તેમને ખુબજ પ્રેમ કરે છે! મારી માટે એટલું જ બસ છે. તે ભોળાંઓ આ વાત ક્યારે સમજશે ?
    જુઓ બ્લોગ=http://paresh08.blogspot.com/

  3. Aradhana Bhatt એપ્રિલ 21, 2009 પર 9:01 પી એમ(pm)

    Listen to Mehash Dave in conversation with Aradhana Bhatt- an interview about Gujarati Bhasha Bachao Rally- b’cast on Sur-Samvaad gujarati Radio Sydney. Follow the link http://www.sursamvaad.net.au/current_aff.html

  4. Rajendra Karnik surat મે 1, 2009 પર 10:58 એ એમ (am)

    Bhasha bachavo zumbesh is to be led with tooth and nail.We did five programmes in south gujarat. Two were by sahitya sangam surat and gujaratmitra respectively and three were by bhalchandra shikshan kendra at surat, navsari and dharampur.

  5. Health Facts જૂન 20, 2009 પર 9:18 એ એમ (am)

    Respected Sir,

    After read this article,I also download your shared file…

    Surely share it with mine other friends.

    — Mansi Pathak

    Ahmedabad – Navrangpura

  6. bankimchandra shah સપ્ટેમ્બર 8, 2009 પર 2:37 પી એમ(pm)

    In 8th standard, I learnt capital letters in English.While in S.S.C.(1970), I could hardly write a small paragraph in English correctly. I chose English as a medium of instruction for further studies. I sincerely tried to learn English insofar as it concerned my studies, job and profession. Today I can read Gujarat Samachar and Times of India in same breath. My employers have found me quite proficient in English to draft leagl documents to be used in the Courts. It is my conviction that English can not substitute your mother tongue and cannot be placed above Gujarati in our culture and life. Learn English because it is need of the hour but love Gujarati because it is our Mother Tounge. Every Gujarati child must learn Gujarati language before he or she is 15, to the level that they can read and appreciate Pannalal Patel, Chunilal Madia, Ishwar Petlikar, Dhumketu, Kalapi, Mariz, Saif, Shunya, Befam etc.To sum up, first step – teach child Gujarati at early stage (even if he is put to an English Medium School).Second step- By the time he reaches 11th/12th, create enough interest in him to read and love Gujarati literature. Feel ashamed to say that your child can’t read or write Guajarati.My experience of interecting with many students who did not know Gujarati, says that they are neither very good at English nor have they been able to enjoy the treasure of rich Gujarati literature. I am prepared to work for the cause of Gujarati Language.

  7. Ranjan સપ્ટેમ્બર 28, 2011 પર 11:10 એ એમ (am)

    Respected Sir,
    I download your shared file—-
    Surely share it with my family & friends.
    Ranjan Bhalja

    Atlantic city, New Jersey, U. S. A.

  8. Pingback: shraddhahospital's Blog

  9. Pingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય

  10. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: