ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

A – હેલન કેલરની ભાષા


 આ સાઈન લેન્ગ્વેજ (સંજ્ઞા ચીહ્નોની ભાષા ) કે બ્રેઈલ લીપીની વાત નથી. એ માટે કશું કહેવાની મારી શક્તી કે ઉમેદ પણ નથી.

    આ વાત છે. જુન, 27 – 1880માં અમેરીકાના અલબામા રાજ્યના, માંડ બે હજારની વસ્તી ધરાવતા, નાનકડા ગામ – ટસ્કમ્બીયામાં જન્મેલ હેલન કેલરની ભાષાની- તેની છ વરસ પહેલાંની ઉમ્મર વખતની ભાષાની.

      [ હેલન કેલર વીશે વીશેશ જાણવા અહીં ‘ક્લીક ‘ કરો :
 –   1   –   :  –   2    – :  –   3   –   ]

    ફેબ્રુઆરી-1882માં તેને અકળ બીમારી લાગુ પડી તે પહેલાં બીજા કોઈ પણ બાળક જેવી, કાલી કાલી ભાષા બોલતી, ગોરી, રુપાળી, પોચા ગાભલા જેવી, સોનેરી વાળવાળી અને દુશ્મનને પણ પરાણે વહાલી લાગે તેવી, હેલન 600 એકરની તેના માબાપની એસ્ટેટને પોતાના બાલસુલભ કીલ્લોલથી ગજવતી હતી.

     પણ એ અકળ બીમારીએ બધું બદલી નાંખ્યું. એ બીમારીનો એ જમાનામાં કોઈ ઈલાજ ન હ્તો. અરે! કોઈને એને શું દર્દ હતું તેની પણ માહીતી ન   હતી. ઘરગથ્થુ અને સ્થાનીક, ગામડીયા ડોકટરોને આવડે તેવા ઈલાજો બાદ તે સાજી થઈ ત્યારે; તેણે સાંભળવાની શક્તી સમ્પુર્ણ રીતે ગુમાવી દીધી હતી.થોડાક જ દીવસો બાદ તેની આંખે ઝાંખ આવવા માંડી અને તે સાવ આંધળી પણ બની ગઈ. તેનાં માબાપ માટે તો આ આભ તુટી પડવા જેવી ઘટના હતી. જ્યાં ખબર પડે ત્યાં એ ઈલાજ માટે દોડી જતા. પણ કશી કારગત કામીયાબ ન નીવડી.

     પણ હેલનની અબુધ ઉમ્મર માટે આ દારુણ ઘટનાની કોઈ અસર ન હતી. તેને તો કદાચ એમજ લાગતું હતું કે તે, સાવ શાંત અને અંધારા જગતમાં આવી ગઈ છે. કશીય અશક્તી કે હીનતાનો ભાવ તેના નાનકડા મગજમાં પ્રવેશી શકે તેમ જ ન હતું. પણ એ નાનકડું મગજ અત્યંત શક્તીશાળી હતું. કેવળ સ્પર્શ અને ગંધના સહારે હેલને પોતાની આંતર સુઝથી, કેવળ વાસ્તવીકતાની અનુભુતીથી  પોતાની ભાષા વીકસાવી.

     તેના હાથ જાતજાતની ચીજોને અડતા અને તે પરથી તે શીખતી જતી. દરેક વસ્તુની ગંધ તેને આત્મસાત્ થતી ગઈ. આંખ ને કાનનો સહારો ન હોવા છતાં, તેની જ્ઞાન મેળવવાની અદમ્ય ભુખ તે સંતોષી લેતી.

      અને અભીવ્યક્તી માટે તેણે પોતાની ઘરેલુ ભાષા પણ વીકસાવી હતી. તેને બ્રેડ ખાવી હોય તો બ્રેડ કાપવાની અને માખણ ચોપડવાની સંજ્ઞાથી તેનું કામ ચાલી જતું. આઈસક્રીમ જોઈતો હોય તો તે બનાવવાના સંચાનું હેન્ડલ ફેરવવાની ક્રીયાની તેના નાનકડા હાથ નકલ કરતા. એની માને બોલાવવા માટે તે ગાલે હાથ ફેરવતી. એના બાપને માટે પોતાની આંગળીઓ વડે આંખો પર ચશ્મા પહેર્યા હોય તેવો અભીનય એની સંજ્ઞા હતી.

     એના બાપ ખુરશીમાં બેસી છાપું વાંચતા શું કરે છે, તેની એને સમજ ન પડતી. એટલે એ પણ છાપું હાથમાં ઝાલી, એમ કરવાની નકલ કરતી. પાંચેક વરસ તો આમ એનું ગાડું ઠીક ઠીક ગબડ્યું. એ ગાળામાં શીખતા જ રહેવાની એની જન્મજાત વૃતી પુર્ણ રીતે વીકસીત થઈ ચુકી હતી. પણ હવે વધતા જતા વીચારોની અભીવ્યક્તી માટે તેને મુશ્કેલીઓ પડવા લાગી. બીજા લોકો હોઠ ફફડાવીને કાંઈક કરે છે, એમ તેને ખબર પડતાં તે પણ તેમ કરવા વ્યર્થ પ્રયત્ન કરતી. પણ સામાન્ય બાળક કાનની મદદથી જીભને ટ્રેનીંગ આપતું હોય છે, તે એની નીયતીમાં ન હતું.

     એને ખબર પડવા લાગી કે, તે બીજા બધાં કરતાં કાંઈક જુદી છે. એ અકળામણ તેના ગુસ્સામાં પરીણમતો. તેની વર્તણુંક વધારે ને વધારે આક્રમક, તોફાની અને વીનાશાત્મક બનતી ગઈ. સૌએ એના માબાપને સલાહ આપી કે, તેને 100 માઈલ દુર આવેલી, આવાં બાળકો માટેની, સંસ્થામાં ભરતી કરાવી દે. માત્ર તેની માનું મન માનતું ન હતું. તેની ફોઈને પણ તેની માનસીક ક્ષમતા માટે પુરો વીશ્વાસ હતો.

     અને એક સુભગ સંજોગે કેલર દંપતીને બોસ્ટનમાં આવેલી, અંધજનોને શીક્ષણ આપતી, પર્કીન્સ ઈન્સ્ટીટ્યુટ વીશે માહીતી મળી. એના બાપે એની મુલાકાત લીધી અને ત્યાં શીક્ષણ પામેલી એની સુલીવાનને એમણે પોતાના ઘેર જ, હેલનને શીખવવા રોકી લીધી.

     ત્યાર પછી હેલને જે વીકાસ સાધ્યો એ એક જગવીખ્યાત ઘટના છે.

     પણ.. અહીં, આજે જે વાત કરવાની છે તે છે …

     એ છ વરસમાં હેલને પોતે વીકસાવેલી અભીવ્યક્તી માટેના જુસ્સાની.

    —————

    આજના આ સુભગ દીવસે મારી પોતાની અભીવ્યક્તીની તલાશમાં શરુ કરેલ બ્લોગ ‘ગુજરાતી સારસ્વત પરીચય’  1 લાખ મુલાકાતોને આંબી ચુક્યો છે. આપણી ગરવી ગુજરાતી ભાષાની અભીવ્યક્તીનાં 330 રત્નોની ઉપરછલ્લી ઓળખ આપવા મેં પ્રયત્ન કર્યો છે. થોડાએક કાળ માટે, મારા અન્ય સહધર્મીઓએ પણ આ યજ્ઞકાર્યમાં મદદ કરી હતી. એ સૌનો આ પુણ્યકાર્યમાં યોગદાન દેવા માટે હું ઋણી છું.

     પણ અભીવ્યક્તીની આ યાત્રા નીજાનંદથી એક ડગલું આગળ છે. હું કોઈ સીધ્ધહસ્ત લેખક કે ભાષાશાસ્ત્રી નથી. પણ જ્યારથી આ પ્રવૃત્તી શરુ કરી ત્યારથી મારી એક મુંઝવણ મને કનડતી હતી. અને તે હતી – ભાષાની શુધ્ધીની. મારે માટે તે સાવ અશક્ય કામ હતું.

      જ્યારે મારા પરમ મીત્ર શ્રી, જુગલકીશોર વ્યાસનો નેટ ઉપર સમ્પર્ક થયો ત્યારે, મને ઉંઝા જોડણી વીશે માહીતી મળી. પ્રયોગશીલ હોવાના સબબે, પ્રાયોગીક ધોરણે, મારા બીજા બ્લોગ ‘ કાવ્યસુર’ ઉપર એનો અખતરો કર્યો. શરુઆતમાં તો ચોંસઠ વરસની આદતના જોરે ‘સાચી’ જોડણીમાં શબ્દો લખાઈ જતા, અને પ્રયત્ન કરીને એ ‘ સુધારવા’ પડતા (!). શરુઆતમાં તો વાંચવાનું પણ ન ગમતું. લખાણ પુર્ણ રીતે સમજાતું પણ ખોળીયામાં ધરબાઈને પડેલા સંસ્કાર બહુ જ સુગ પેદા કરતા.

    પણ જેમ જેમ વપરાશ વધતો ગયો, તેમ તેમ લખવાની ટેવ પડતી ગઈ; અને પ્રારંભની એ સુગે પણ વીદાય લઈ લીધી. અને બાપુ! આપણને તો આ સુધારો માફક આવી ગયો હોં ! સાવ બીન્ધાસ્ત રીતે લખવાની આ રીત મને તો બરાબરની જચી ગઈ. મને જણાયું કે, માત્ર ‘ઇ,ઈ,ઉ,ઊ’ પુરતી જ ભુલો થતી ન હતી, પણ ‘શ’ અને ‘ષ’ માં પણ ગોટા વળતા હતા. મેં ‘ષ’ ને પણ તીલાંજલી આપી દીધી.

     અને સાચું કહું?  એ 16 માસની હેલન કેલર જેવો આનંદ મારા સમગ્ર હોવાપણામાં વ્યાપી ગયો. હવે હું આ મર્યાદાથી મુક્ત બન્યો હતો. મારી અભીવ્યક્તી વધુ ને વધુ સર્જન તરફ વળી. કન્ટ્રોલ પેનલ અને સ્વીચગીયરની આગળ પાછળ કામ કરતો આ જણ અવનવા લેખ લખતો થઈ ગયો.

     આ કારણે મને ઘણો અપયશ મળ્યો છે; અને ઉપેક્ષા પણ થઈ છે. બ્લોગરોની નાતની બહાર પણ મુકાયો છું. અરે! ઉંઝા સમર્થકોને પણ ‘ષ’ને મેં આપેલી ફારગતી મંજુર નથી. જો કે એમના દીલમાં તો આવા અનેક સુધારા કરવાના અભરખા હશે; પણ એમની સતત ઉપેક્ષા અને અપમાન કરીને એમને ડરાવી દેવામાં આવ્યા છે. નરસીંહ મહેતા અને નર્મદની સમાજ દ્વારા કરાયેલી દુર્દશાની પ્રણાલીકાની તવારીખનું પુનરાવર્તન આપણા સમાજે અકબંધ જાળવી રાખ્યું છે. 400 શબ્દના, છાપેલા એક પાનાના, લખાણમાં પણ અસંખ્ય ભુલો કરતા લોકો, ભાષાના આ વીદ્વાનો અને સાચા સેવકોને   ભાષાના શત્રુ અને ભાષાનું વસ્ત્રહરણ કરનારા કહી વગોવે; ત્યારે તેમની બાલીશ ચેષ્ટા માટે દયા ઉપજે છે.

   છતાં ’ ‘માંહી પડ્યા તે મહાસુખ માણે’ તે ન્યાયે પ્રાપ્ત થયેલી આ સ્વતંત્રતા છોડવા મન નથી કરતું. પ્રશસ્તી અને પ્રસીધ્ધી ન થાય અને અપમાન અને ગાળો સહન કરવાં પડે તેમ છતાં, આ આઝાદી મહામુલી લાગે છે.

     આ દોઢ વરસના ઉંઝા પ્રયોગ પરથી મને એમ હમ્મેશ આશ્ચર્ય થયા કરે છે કે, શા માટે લેખકો, પત્રકારો અને બ્લોગરો માટે ખાસ સુચવાયેલો આ સુધારો પ્રચલીત થતો નથી? સામાન્ય વાચકને તો આ ફેરફાર ધ્યાનમાં પણ આવતો નથી. એના વીરોધમાં જે મુદ્દા મારા ધ્યાનમાં આવ્યા છે તે છે…

 • માન્ય અને સંસ્કૃતમાંથી ઉતરી આવેલી પ્રણાલીકાનો આ સુધારો હ્રાસ કરે છે.
 • આ સુધારો ભલે શ્રેય હોય પણ પ્રેય નથી. 
 • ગુજરાત વીધાપીઠ અને ગુજરાતી સાહીત્ય પરીષદ માન્ય જોડણીકોશથી અલગ રીતે લખવું; તે અક્ષમ્ય ગુનો છે – પહેલે જ પાને પુજ્ય ગાંધીજીએ એ અંગે નોટીસ આપેલી છે! 
 • અંગ્રેજી કે હીન્દીમાં પ્રણાલીકા જાળવવામાં આવતી હોય; તો આપણે શા માટે પહેલ કરવી જોઈએ?
 • દરેક જણ પોતાને ફાવે તેમ લખે તો અરાજકતા ફેલાય.
 • હવે તો ગુજરાતી સ્પેલ ચેકર પણ વીકસાવવામાં આવી રહ્યું છે , એટલે કોઈ  ગમે તેટલી ભુલો કરે તો પણ તે સ્વયંસંચાલીત રીતે  સુધારી  શકાશે !  

    મારે આ બાબતો વીશે અહીં કોઈ જ ખુલાસો કરવો નથી. ઘણું બધું આ બાબત ચર્ચાઈ ચુક્યું છે. લેખકો, પત્રકારો અને સાહીત્ય રસીક જનતાની બહુમતી આ સુધારાની વીરુધ્ધમાં છે, તે અવગણી ન શકાય તેવી વાસ્તવીકતા છે જ.

     પણ એટલું જરુર કહીશ કે બધી જાતના સુધારાઓને માથે ઝીંકવામાં આવતો, આ સર્વકાલીન અને પ્રત્યાઘાતી પ્રતીસાદ માત્ર જ છે. એમાંના એક પણ મુદ્દામાં તાર્કીકતા નથી. કેવળ સ્થીરતાને વળગી રહેવાનું, પરીવર્તનનો પ્રતીકાર કરવાનું, જમાના જુનું ઝનુન માત્ર જ છે. એ જનહીતાય તો નથી નથી ને નથી જ.

     આ દોઢ વરસના અનુભવનું ભાથું વહેંચું; તો એ વાત નીર્વીવાદ છે કે, છ કરોડની, આખા વીશ્વમાં પથરાયેલી જનતામાંના મોટાભાગનાંને આ સુધારા તરફ  કોઈ સુગ નથી. એ બધા મારા જેવા, સાવ સામાન્ય માણસો છે. મારી એ સાવ સામાન્યતા માટે મને ગર્વ અને સ્વમાન છે. ભાષાના બહુ જાણકાર લોકો મારાં લખાણ ન વાંચે અથવા પ્રતીભાવ ન આપે – એના થકી પેદા થતા નીર્વેદ, નીરાશા, વીરોધ, ઉપેક્ષા, અવજ્ઞા વી. ના સીમીત બંધનોથી હું પર થઈ ચુક્યો છું. મુક્ત ગગનમાં ઉડતા પંખી જેવી અને એ બાળ હેલન કેલરે પોતે વીકસાવેલી ભાષા થકી મળતા,  અભીવ્યક્તીના આનંદ જેવો, આ મહામુલો સ્વાનુભવ, એ મારી મહામુલી મુડી છે.

    દુખ માત્ર એ જ વાતનું છે કે, જે આદરણીય લોકોને અડધી રાતે પણ ઉઠાડીને કાંઈક લાંબું લખાણ લખવાનું કહેવામાં આવે; તો પણ, માન્ય જોડણીકોશ પ્રમાણે એમની એક પણ ભુલ ન પડે – એવા ભાષાના જાણકારોએ ( 200થી વધારે) આ સુધારો સુચવેલો છે. તેમની સામે ભાષાશાસ્ત્ર વીશે સાવ અજ્ઞાન લોકો દ્વારા કાદવ ઉછાળાય છે; તેમની હલકી હાંસી કરવામાં આવે છે. અને માન્ય સાહીત્યકારો આ તમાશો હળવાશથી અને રસપુર્વક નીહાળી રહ્યા છે. આ આપણા સંસ્કારને ખચીત શોભતું નથી.

     પરમ પુજ્ય ગાંધીજી સાથે બાળપણથી માંડીને દસકાઓના ગાઢ સહવાસ વચ્ચે, ગળથુથીમાં એમણે આપેલું શીક્ષણ અને જીવન પધ્ધતી જેમણે આત્મસાત્ કર્યાં છે; તેવા આદરણીય શ્રી, નારાયણ દેસાઈએ બન્ને પક્ષોને વીચાર-વીમર્શ કરવા બોલાવ્યા; ત્યારે ચર્ચાને આગળ જ ન વધવા દઈ ગળે ટુંપો દેનારા પંડીતોને મારે એટલું જ કહેવાનું છે કે, તમે એ હેલન કેલર જેવી અબુધ અને ભોળી પ્રજાના ગળે ટુંપો દઈ રહ્યા છો. સાવ સામાન્ય સમજને બાજુએ મુકી – મારા જેવા અદના માણસને માટે આશીર્વાદરુપ, આ જનહીતકારી સુધારાની ભૃણહત્યા કરવાની ચેષ્ઠા, કદાચ બહુમતી માન્યતા ધરાવતી હશે – પણ મને સ્વીકાર્ય નથી જ. એ સુશીક્ષીત અને વીનય વીવેકથી સભર, સાહીત્યકારોની, સાચા પંડીતોની રીત નથી.

    330 સાહીત્યકારોની જીવન ઝાંખી વીશ્વગુર્જરીને ભેટ ધરનાર આ અદના આદમીની અરજ છે કે, ખુલ્લા દીલની અભીવ્યક્તીને આમ તરછોડો નહીં. હું પત્રકારોને અરજ કરું છું કે આ સુધારાને જનતાની સમક્ષ, મુક્ત મનથી રજુ કરે. છ કરોડની જનતાને એ જાણવા દો કે ‘શું શ્રેય છે અને શું પ્રેય છે? ‘.

    બાળ હેલન કેલરના અભીવ્યક્તીના એ આનંદને જનસમુદાય સુધી  વીસ્તરવા દો.

    મારા જેવા સામાન્ય જણની આ અરજ – આ ‘ અંતરની વાણી’ આપ સૌ સાંભળશો ને?

6 responses to “A – હેલન કેલરની ભાષા

 1. Babakhan ઓક્ટોબર 18, 2009 પર 5:49 પી એમ(pm)

  મિસ્ટર જાની, આને તમે તમારી અંતરની વાણી કહો છો ?
  અંતરનીવાણી બિલકુલ નહીં. ઉંઝાનો ઉકરડો ગામ ઉપર છાંટવાની તમારી મેલી મુરાદ બર આવતી નથી એનો કાચો પાકો ઉકળાટ માત્ર.
  ડોસાજી મગજની દવા કારાવો…ઉંઝાના રવાડે ગાંડા થઇ જશો.

 2. vkvora Atheist, Rationalist ઓક્ટોબર 25, 2009 પર 2:39 એ એમ (am)

  હેલન કેલર ઊંઝા જોડણી લખતી હતી અને બોલતી હતી ઊંઝા જોડણીની ભાષા. દુનીયાના બધા ભાષા અને લીપી શાસ્ત્રીઓની એ ગુરુ હતી.

 3. dhavalrajgeera જાન્યુઆરી 11, 2010 પર 6:42 પી એમ(pm)

  ભાષાઓનો ઉપયોગ વિચારોની આપ લે માટે થાય છે પરંતુ ભાષાઓનો ઉપયોગ ત્યાં સુધી મર્યાદિત નથી.
  સાઈન લેન્ગ્વેજ (સંજ્ઞા ચીહ્નોની ભાષા ) કે બ્રેઈલ લીપી you can learn by going to Parkins School for the Blind in Watertown,MA or our BPA,Amadavad, Gujarat,India.like training places.
  Stop be littleing others.

  Rajendra Trivedi,M.D.

  http://www.bpaindia.org

 4. manvant patel માર્ચ 30, 2011 પર 1:44 પી એમ(pm)

  Are Ram Ram ! Bhashane shu valge bhoor;
  Je ranma jeete te shoor !
  NARMAD.
  AAPNE PARAM KRUPALU PARMATMANI MADAD HO !

 5. Pingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: