
હરનિશ જાની
લેખક
પ્રકાશક
પ્રસ્તાવના
પ્રકાશન વર્ષ
પાનાં
ખરીદવા માટે
- અમેરિકા / કેનેડા/ યુ.કે. – હરનિશ જાની
- harnish5@yahoo.com
- Phone : 609-585-0861
- ભારત
જાણીતા હાસ્યલેખક અને હાસ્યકાર શ્રી. હરનિશ જાનીનું આ બીજું પુસ્તક છે. તેમાં એમના નવા હાસ્યલેખોનો સંગ્રહ છે. ( પહેલું પુસ્તક – ‘સુધન’ ). લેખકના માતા અને પિતાના નામ પરથી આ પુસ્તકોનાં નામ પાડવામાં આવ્યાં છે.
જેમની સાથે વાત કરતાં જ ઉચ્ચ કક્ષાની રમૂજવૃત્તિનો અહેસાસ થયા વિના ન રહે , તેવા શ્રી. હરનિશ જાનીના લેખો વાંચતાં એમની સાથે વાતો કરતા હોઈએ તેમ જરુર લાગે.
આ પુસ્તકમાં 32 લેખો છે. પહેલા જ લેખ ‘ એક દિલ સો અફસાને ‘ – હૃદયની એન્જીયોપ્લાસ્ટી કરાવ્યા બાદ, મુલાકાતીઓના સૂચનો બાદ તેમનું યાદગાર વાક્ય ‘ મેથી. તેલ અને લસણ – હવે તમારે મારો વઘાર કરવો છે? ‘ એમની લાક્ષણિક શૈલીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઠેર ઠેર વેરાયેલ પડેલાં ગમતીલા સુવિચાર, ગીત, ગઝલનાં અવતરણ એમની કાવ્યરસિકતાની અને જીવનનાં ઉચ્ચ મૂલ્યોની ચાડી ખાય છે.
‘હરિ તારાં હજારો નામ’, ‘ મોરે પિયા ચલે પરદેશ’, ‘રૂપ તેરા મસ્તાના’, ‘મેરા જૂતા હૈ જાપાની’ વિગેરે લેખો કુટુમ્બ જીવન, લગ્ન જીવન, નોકરી, નિવૃત્તિ, રાજકારણ જેવાં વિવિધ પાસાંઓની હળવાશ ભરી માવજત કરવાની સાથે સાથે ગર્ભિત અંગુલી નિર્દેશ પણ કરતા જાય છે. એમના લેખોમાં વિષય વૈવિધ્ય ઊડીને આંખે વળગે છે. ખાસ કરીને વિદેશોમાં વસતા ગુજરાતીઓની લાક્ષણિકતાઓને તેમણે ઉજાગર કરી છે. એમના લેખોમાં વ્યંગ જરુર છે, પણ ક્યાંય કડવાશ નથી. જીવનને હળવી દૃષ્ટીથી જોવાની એમની રીત વાચકને એક અત્યંત અનુકરણીય દિશાસૂચન કરી જાય છે.
એમની આગવી શૈલીથી એમણે ગુજરાતી હાસ્ય સાહિત્યમાં એક નવું પરિમાણ ઉમેર્યું છે. આ પુસ્તક હાથમાં લીધા બાદ બાજુએ મૂકવાનું મન ન થાય એવું છે.
છેક 1969 ની સાલથી અમેરિકામાં સ્થાયી થયેલા, વ્યવસાયે કેમિકલ એન્જીનીયરનો પરિચય વાંચવા અહીં ‘ક્લીક’ કરો.
Like this:
Like Loading...
Related
Hope we get your SUSHILA soon!
Geeta and Rajendra
I have already booked my copy of “SHUSHILA” with local friend to purchase from publishesr at Amadavad. Thanks for reference…….
Sureshbhai, I am taking liberty to post my review here itself.
દેવાંગ વિભાકર
રાજકોટ
તા. ૦૩/૧૦/૨૦૦૯
પુસ્તક: ’સુશીલા’, હાસ્યરચનાઓ.
લેખક: હરનિશ જાની, અમેરિકા
’સુશિલા’ – દરેક વ્યક્તિના જીવનને ક્યાંકને ક્યાંક સ્પર્શતિ હાસ્યરચનાઓનો ખજાનો.
ડગલે ને પગલે મુશ્કેલીઓ ભરેલા આ મનુષ્ય જીવનમાં અન્યને સલાહો ઠોકવી, વ્યાજે નાણા આપવા અથવા માથે હાથ રાખીને મદદ કરવી તેના કરતા હસાવવું એ પાંચ હજાર ગણુ સારુ કર્તવ્ય છે એવો મારો મત છે. અને આવુજ કામ શ્રી હરનિશભાઇ જાનીએ લાગલગાટ બીજીવાર તેમની હાસ્યરચનાઓના પુસ્તક ’સુશીલા’ દ્વારા ખુબજ સારી રીતે નિભાવ્યુ છે.
એક ચવાઇ ને ચોળાઇ ગયેલી વાત છે કે માનો કે કોઇ વ્યક્તિ ઘરેથી આત્મહત્યાના ઇરાદા સાથે નીકળે છે અને એવુ ઇચ્છે છે કે જો કોઇપણ એકજ વ્યક્તિ તેની સામે સ્મિત કરશે તો તે આત્મહત્યાનો પ્લાન મોકુફ રાખશે. મારી દ્રષ્ટિએ આ પુરાણકથા(!)ના લેટસ્ટ વર્ઝનમાં સ્મિતની જગ્યાએ હરનિશભાઇનું ’સુશીલા’ પુસ્તક રાખીએ તો પણ પ્રશ્ન હલ થઇ જાય.
તેઓ કહે છે કે ’મારું લખાણ એજ મારો પરિચય છે’, અને આ વાત બિલકુલ સાચી છે. તેમની સાથેના ઇ-મેઇલ પત્રવ્યવહારમાં તેમની હાસ્યવ્રુતિ હંમેશા પ્રસ્તુત થાય છે.
’સુશિલા’ની અમુક ક્રુતિઓ દ્વારા તેઓએ સમાજનુ વાસ્તવિક પ્રતિબિંબ હાસ્ય સ્વરૂપે ઠાલવ્યુ છે. જેમકે, ’સ્વામી વિવેકાનંદે કહ્યુ છે કે…’ ક્રુતિમાં તેઓએ લોકોની નબળી માનસિકતાને વણી છે. આપણા બધાનો અનુભવ રહ્યો હશેકે ક્યારેક આપણે ખુબજ સરસ વાત બીજાને કહિ હોય પરંતુ તેની અસર સામાવાળા પર થતી જ ના હોય અને હરનિશભાઇ જેમ કહે છે તેમ “સાલુ, આપણા બોલનું વજન નથી.” એવુ ચોક્ક્સપણે લાગે ત્યારે ઘણીવાર મગજની કમાન છટકતી હોય છે.
ભારતથી દુર રહેવા છતા તેમનામાં ભારતીયતા પુરેપુરી છલકાય છે. તેઓ ગુજરાતી અને અમેરિકન લાઇફસ્ટાઇલ અને સંસ્ક્રુતિ પર ચાબખા પણ મારી શકે છે, અને જોવાની ખુબી તો એ છે કે સાલુ કોઇને ખોટુ પણ ના લાગે એવી રીતે બીજાની લુંગી ઉતારી શકે છે! ખરેખર, આ નાની લાગતી સિધ્ધિ એક લેખક માટે ખુબજ વિશાળ છે. ’તમારે જોક સંભળાવવો છે?’માં તેઓએ જોક કહેવા થનગનતા પરંતુ તેમા હાસ્ય જ ન ઉમેરી શકતા વિરશિરોમણીઓને ચાબખા ફટકાર્યા છે. દેવયાની બહેનના જોકની વાતમાં જે પોતેજ હસે રાખે છે તે પણ ખુબજ હાસ્ય રેલાવનાર વાત છે.
’સુશિલા’ના બધા લેખોમાં માત્ર અમુક વાક્યો પણ તમને હસાવવા માટે પુરતા છે. ’એક દિલ સો અફસાને’માં તેમના હાર્ટએટેક સંદર્ભે તેઓ લોકોની માનસિકતાને “જો, અમે તમને નહોતા ચેતવ્યા?” વાક્ય દ્વારા પ્રસ્તુત કરે છે. પછી તો તેમને મરીઝનો શેર યાદ ના આવે તો જ નવાઇ!
પુસ્તકની ૩૨ ક્રુતિઓમાંથી મને ખુબજ ગમી હોય તેવી ’રિટાયરમેન્ટનો આનંદ’, ’સર્જન-વિસર્જન’, ’એ ટુ ઝી’, ’હરિ તારા હજાર નામ’, ’મન પાંચમનો મેળો’, ’ફ્રિક્વન્ટ રાઇડર’, ’પીડ પરાઇ જાણે રે!’ અને ’મેરે સામનેવાલી ખિડકીમે’ છે. તેમા પ્રથમ નંબર માટે બે ક્રુતિઓ ’રિટાયરમેન્ટનો આનંદ’ અને ’ફ્રિક્વન્ટ રાઇડર’ વચ્ચે સ્પર્ધા બાદ ’રિટાયરમેન્ટનો આનંદ’ જીતી. જ્યારે તેઓ કહે કે “ટેલિમાર્કેટિંગવાળાઓએ તો મને બ્લેક લિસ્ટમાં મુકી દિધો છે.”, ત્યારે હાસ્ય ખાળી શકાતુ નથી. શું અદભુત કલ્પના છે! સાથે સાથે તેઓ જ્યારે કહે કે “જ્યારે કોઇ પાર્ટીનું આમંત્રણ આપે તો ખાસ કહે કે પાર્ટી સાડા સાતે છે, સાડા છએ નહી.”, ત્યારે અચુક ખ્યાલ આવે કે રિટાયરમેન્ટ બાદનુ જીવન ક્યારેક કેટલુ કઠિન બની જતુ હોય છે! એક કલાક વહેલા પહોંચી જવા પાછળનો હેતુ કદાચ યજમાનને વ્યવસ્થામાં મદદ કરવાનો હોઇ શકે પરંતુ તેમ છતા તેમની લાગણીઓને લોકો નથી સમજી શકતા!
’રિટાયરમેન્ટનો આનંદ’ મને ખાસ ગમ્યુ હોવાનુ કારણ બીજુ એ પણ છે કે મને વડિલો સાથે ખુબ બને છે, તેમના અનુભવોની વાતો સાંભળવાની મજા આવે છે. હા, ક્યારેક એક ને એક વાત પાંચ વાર સાંભળવાથી કંટાળો પણ આવે! તેમ છતા તેમના જે અનુભવોનુ ભાથુ હોય છે તે મને ઉર્જાથી તરબતર કરી દે છે. હરનિશભાઇનો ખાસ આભાર, ’સુશિલા’માં આ ક્રુતિ સમાવવા બદલ.
તેમની ક્રુતિઓનાં અમુક અંગોએ તો મને અન્ડરલાઇન કરવા પ્રેર્યો છે જેવા કે,
“બપોરે કોઇનો ફોન આવે. હું ઉપાડુ. સામેની વ્યક્તિતો પૂછે કે ’તમે કોણ છો?’ તો મારે પૂછવુ પડે, “ભાઇ, બપોરે મારા ઘરમાં કોઇ બીજુ હોય છે? આતો ઘરનુ મોર્ટગેજ ભરનારો છે.” (રિટાયરમેન્ટનો આનંદ)
“’કુમાર’ ને પાછુ મરવા ન દેવુ હોયતો હજામની દુકાનમાં કોમ્પ્લીમેન્ટ્રી કોપી મોકલવી જોઇએ.” (બાલહઠ!)
“નાટકો ઉપર ટીકા કરવાનો હક્ક તેનો છે કે જેણે કલાકારોને ભેગા કરી સમયનો અને પૈસાનો ભોગ આપીને લોકોનુ મનોરંજન કર્યુ હોય.” (સર્જન-વિસર્જન)
“દેશનું દુર્ભાગ્ય છે કે જેઓને શ્રેષ્ઠ ક્રિકેટ રમવાનુ જ્ઞાન છે તે બિચારાઓ બંધ ઓફિસમાં ટેબલ ખુરશી પર બેસી ક્રિકેટના વિવેચનો લખી લખીને સમય વ્યય કરે છે!” (સર્જન-વિસર્જન)
“ન્યુજર્સીના વિષ્ણુભાઇ ન્યુયોર્કના મહેશભાઇને ફોન કરે ત્યારે મહેશભાઇ ફોન ઉઠાવી બોલે, “હું મહેશ”
સામેથી સંભળાય, “હું વિષ્ણુ”.
અંતરિક્ષમાં ક્યાંક કોઇક બોલતુ હશે કે “હું બ્રહ્મા અહિ લટકુ છું.” (આકાશવાણી)
“ભીમદેવે એમ પણ કહ્યુ “મહમ્મદભાઇ, ભારતમાં ઘણાબધા મંદિરો છે. ત્યા પણ જવાનુ રાખો અને એકાદ વાર અમને બ્રેક આપો. પોરો ખાવા દો. દ્વારકા જવાનું રાખો. તે પણ સોનાની નગરી છે.” (ફ્રિક્વન્ટ રાઇડર)
આ તો માત્ર અમુક વિણેલા મોતી કહિ શકાય. હરનિશભાઇની વિનોદવ્રુતિ મલ્ટિડાયમેન્શનલ છે જે તેમની વૈવિધ્યપુર્ણ ક્રુતિઓમાં ઠેર ઠેર અનુભવાય છે.
ખરેખર એક વસાવવાલાયક પુસ્તક.
આ પુસ્તક પોતીકુ લાગે તેઓ અનુભવ અર્પણ કરવા બદલ હરનિશભાઇને વંદન સહ, શુભેચ્છાઓ.
હર્નિશભાઈ જાની ,હાસ્યનો પર્યાય.હાસ્ય નઝરાણું ધરવા બદલ અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
અભિનંદન હરનિશભાઈ.
Congratulations to Harnish bhai for giving us treatment through laughter therapy.
As evrybody rightly says Laughter is the best medicine of life.
Ab
આ પુસ્તક જ્યારે પણ વાંચવા બેસુ એટલે દિવસ્નો અર્ધો કલક હસવાનો કોટા સરસ રીતે પુરો થઇ જાય.
Congratulations Harnishbhai on your second book that will help reduce strains for many people! Harnishbhai is a gifted and accomplished humorist. Best wishes,
Pingback: (269) હાસ્ય દરબારનાં રત્નો – 3 (રત્નાંક – 3) « William’s Tales (Bilingual)
Pingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: હરનિશ જાની – મળવા જેવા માણસ | ગુજરાતી પ્રતિભા પરિચય