ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

^રેતીમાં રેખાચિત્રો – પુસ્તક પરિચય


લેખક

 • તુષાર ભટ્ટ

પ્રકાશક

 • આર.આર. શેઠની કમ્પની, મુંબાઇ

પ્રસ્તાવના

 • શ્રી. રઘુવીર ચૌધરી

પ્રકાશન વર્ષ

 • 2003

પાનાં

 • 148

રેખાચિત્રો

 • 37

ખરીદવા માટે

 • અમેરિકા / કેનેડા/ યુ.કે. સુરેશ જાની
 • ભારત
  • પ્રકાશક

મૂળ અંગ્રેજીમાં લખાયેલ પોતાના જ પુસ્તક  ‘Sketches in the Sand’ નો લેખકે  કરેલો આ સંવર્ધિત અનુવાદ મૂળ કૃતિ કરતાં વધારે રોચક છે; કારણકે. ગુજરાતી તેમની માતૃભાષા છે; અને જે વ્યક્તિઓના ઇન્ટરવ્યુ તેમણે લીધેલાં છે, તે મોટા ભાગે ગુજરાતી છે. બે ત્રણ વ્યક્તિ સિવાય, આ પુસ્તકમાં ગુજરાતી અથવા ગુજરાતી મૂળની વ્યક્તિઓનો લેખકે તેમની આગવી શૈલીમાં પરિચય આપેલો છે.  લેખક દિલ્હી હતા ત્યારે ધંધાદારી અને નાણાંલક્ષી પ્રજા તરીકેની ગુજરાતી લોકોની ઓળખને દૂર કરવા બીડું ઝડપ્યું હતું , અને ગુજરાત જેમને માટે ગૌરવ લઈ શકે તેવા, વિવિધ ક્ષેત્રોમાં અનોખું પ્રદાન કરનારા અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરે તેવી વ્યક્તિઓનો પરિચય અંગ્રેજી દૈનિકમાં આપવાનું તેમણે શરુ  કર્યું હતું. આ બધાં રેખાચિત્રો અંગ્રેજીમાં પુસ્તકાકારે પ્રસિધ્ધ થયા બાદ, બહુ જ વખણાયાં હતાં, અને તે ગુજરાતી ભાષામાં પણ વાંચવા મળવા જોઈએ , તેવી પ્રબળ માંગ ઊભી થઈ હતી.

લેખકે આ માંગને સંતોષવા, પોતાની રસાળ પણ બિનઅલંકારિક ભાષામાં આ પુસ્તક ગુજરાતની જનતાના ચરણે ધર્યું છે.

આ પુસ્તકની પ્રસ્તાવનામાંથી ટાંચણ –

“આ પુસ્તકનું નામ ‘રેતીમાં રેખાચિત્રો’ નહીં પણ ‘ પથ્થર પર રેખાચિત્રો’ હોવું જોઈએ. “ – મનુભાઈ પંચોળી – ‘ દર્શક’

‘એ બોલે ત્યારે હાસ્યકાર લાગે , અને લખે ત્યારે કલામિમાંસા સુધી પહોંચી શકે.”
“ એમની આત્મ ચિકીત્સક વૃત્તિ એમને ભારેખમ સાહિત્યપ્રેમ અને લોકપ્રિયતાનો નશો- આ બેઉ અંતિમોમાંથી બચાવે છે. – રઘુવીર ચૌધરી

આમાં છે ..

 • બાળ શિક્ષણશાસ્ત્રી
  • ગિજુભાઈ બધેકા
 • માનવ સેવાના ભેખધારી
  • ડો. શિવાનંદ અધ્વર્યુ
 • પ્રાણીપ્રેમી
  • રૂબિન ડેવિડ
 • સંગીતકાર
  • પુરુષોત્તમ ઉપાધ્યાય
 • સાહિત્યકાર
  • નિરંજન ભગત
 • આખ્યાનકાર
  • ધાર્મિકલાલ પંડ્યા
 • ફોટોગ્રાફર
  • જગન મહેતા
 • બિન્ધાસ્ત સ્ત્રીનેતા
  • વસુબેન
 • યુરોપીયન દૃષ્યશ્રાવ્ય કાર્યક્રમના નિષ્ણાત
  • જેરોસ્લાવ કીચ
 • ચિત્રકાર
  • ખોડીદાસ પરમાર

અને બીજાં ઘણાં…..

પરિચય બ્લોગ માટે તો આ પુસ્તક એક અમૂલ્ય ખજાનો છે. ગુજરાત જેમને માટે ગૌરવ લઈ શકે તેવાં આ રત્નોનો રસાળ પરિચય પામવા દરેક ગુજરાતીએ આ પુસ્તક ઘરમાં વસાવવું જ રહ્યું.

શ્રી. તુષાર ભટ્ટનો પરિચય વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

નોંધ –

એ જાણીને દુઃખ થયું કે. મૂળ અંગ્રેજી પુસ્તક ચપોચપ વેચાઈ ગયું અને હાલમાં એ અપ્રાપ્ય છે; જ્યારે વધુ સમૃધ્ધ આ ગુજરાતી પુસ્તક ખરીદનાર વિના પુસ્તક વિક્રેતાઓની અભરાઇ પર ધૂળ ખાય છે !

5 responses to “^રેતીમાં રેખાચિત્રો – પુસ્તક પરિચય

 1. પ્રવિણ શ્રીમાળી નવેમ્બર 21, 2009 પર 1:34 એ એમ (am)

  તુષાર ભટ્ટ સાહેબ ની અનોખી જ વાત છે. એક સબળ જર્નાલિસ્ટ અને નિષ્પક્ષ, નીડર અને નિર્ભય તંત્રી ! છતાં તેમનામાં એક લેખક અને લાગણીસભર માં ભળી જાય તેવો સાદો, સરળ અને નિખાલશ માણસ , છતાં જાજરમાન વ્યકિત્ત્તવ. તુષારભાઈ, સારા મિત્ર અને સાહિત્યરસિક પણ ખરા.

  ટુંકમાં કહી તો મળવા જેવા માણસ!…

 2. Bhupendrasinh Raol ફેબ્રુવારી 16, 2010 પર 4:44 પી એમ(pm)

  માનનીય સુરેશભાઈ,
  આપ મારા બ્લોગ પર આવ્યા ને ઢગલાબંધ અભિપ્રાયો પણ આપ્યા.ખુબજ આભાર.આપે લખેલ તતુડી પર જઈને તતુડી સાંભળી પણ લીધી.અમારા બેની તતુડીઓ નો અવાજ સરખોજ છે.આભાર તતુડી આપના લીધે સાંભળવા મળી.અક્ષર્નાદ માં આપના અભિપ્રાયો વાંચેલા ને ફોટો પણ જોએલો.મેં અક્ષર્નાદ પર મારા લેખો છાપવા મોકલેલ પણ બેત્રણ વાર વિનંતી કર્યા પછી એક લેખ છાપેલો.અને બીજા તો ક્યાં ગયા ખબર નહિ.પછી મેં જાતેજ મારો આ બ્લોગ બનાવ્યો.મને કોમ્પુટર નું ખાસ જ્ઞાન નથી એટલે બીજે લેખો મોકલતો પણ મારી તતુડી સાભળે કોણ?અહી પણ શરૂઆત માં એવું લાગતું હતું કે આપણી તતુડી કોઈ સાંભળવાનું નથી,કારણ સુર ચીલાચાલુ નહોતો.જરા ચચરે તેવો હતો.પહેલી વાર યશવંતભાઈ ઠક્કર અને પંચમભાઈએ મારી તતુડી સાંભળી ને યશવંત ભાઈએ વખાણ પણ કર્યા.વિનયભાઈ ને લાગ્યું કે તતુડી ચચરે એવી છે પણ દમ વાળી છે એટલે એમણે બ્લોગ ઓફ ધ ડે બનવ્યો ને હવે બરાબર ચાલે છે.બે મહિના માતો ૪૦૦૦ ઉપર મુલાકાતીઓ મળી ચુક્યા છે.ખેર આપના બ્લોગ જગત ના લીસ્ટ માં કુરુક્ષેત્ર નું નામ પણ ઉમેરશો તો આભારી થઈશ.નીચે લીંક ને મારા ઈ-મેલ આઈ ડી મુકું છું.આપ જેવા વડીલોના સહકાર ની અપેક્ષા છે.

  Blog link- http://brsinh.wordpress.com/
  My mail id- brsinh@live.com
  brraol1157@gmail.com
  raolbrsinh11@yahoo.com
  Thanks lot

 3. rajesh jani માર્ચ 29, 2010 પર 11:32 એ એમ (am)

  hi,
  i am rajesh jani
  from mumbai
  age-16
  plz visit my blog to mit the real god bapasitaram
  (PARAM PUJAY SANT SHIROMANI SHREE BAJRANGDAS BAPA)
  http://www.bapasitaram.co.cc
  jaibapasitaram@rocketmail.com

  THANKS
  RAJESH JANI
  JAIBAPASITARAM

 4. Pingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: