આ પુસ્તક નથી તો કોઈ કાલ્પનિક વાર્તા, સત્યકથા, કે સત્યકથા આધારિત વાર્તા. એ ત્રણેય છે; અને છતાં એ બાળશિક્ષણ સાથે સંકળાયેલ શિક્ષકો માટેની માર્ગદર્શિકા વધારે છે. કદાચ ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનું સાહિત્ય જવલ્લે જ જોવા મળે છે. અને આમ હોવા છતાં એ વાચકના મન ઉપર જબરી છાપ છોડી જાય છે.
એવું તો શું છે આ પુસ્તકમાં ?
આ એક બાળકના માનસિક ઉત્થાનની કથા છે. બાળમાનસની અભ્યાસી, એક વિશિષ્ઠ શિક્ષિકાની યથાર્થ રીતે, યશોગાથા ગાતી સત્યકથા આધારિત આ વાર્તા છે.
વાર્તાની શરૂઆત આ રીતે થાય છે.
અમેરિકામાં જન્મેલ અને ઉછરેલ ડીબ્ઝ ( કાલ્પનિક નામ) નામનો બે વર્ષનો બાળક ન્યુયોર્કની એક શાળાના છૂટવાના સમયે, સાવ એકલો, અટૂલો, સંતાઈને ઊભો છે. એને ઘેર નથી જવું. જો કે, શાળામાં પણ એ કોઈની સાથે ભળતો નથી. તે આક્રમક છે. તે કશું બોલતો પણ નથી. તેની માતા તેને પરાણે ઘેર લઈ જાય છે.
….
અને છેલ્લા પ્રકરણમાં વીસ વર્ષનો ડીબ્ઝ એક સમારંભમાં વ્યાખ્યાન આપે છે. જેમણે નેતૃત્વ અને સામાજિક સેવાના ક્ષેત્રે વિશિષ્ઠ યોગદાન કર્યું હોય તેવા ત્રણ આશાસ્પદ યુવાનોનું બહુમાન કરવા માટેનો એ સમારંભ છે. પોતાના બાળપણમાં છ જ મહિનાના જેના પ્રયત્નોથી આ પરિવર્તન શકય બન્યું હતું; તે બાળશિક્ષિકા મેરીને પોતાની સિદ્ધિનો બધો યશ તે સમર્પિત કરે છે.
ડીબ્ઝની બાળપણની બહુ જ અસામાન્ય કહી શકાય તેવી, મર્યાદાઓ તેના સમૃદ્ધ અને પોતાના વ્યવસાયમાં અત્યંત પારંગત એવા એના માબાપના વર્તન અને અભિગમને કારણે હતી. છ જ મહિનાના ટૂંકા ગાળામાં ડીબ્ઝ અને તેના માબાપના માનસમાં મેરી અકલ્પનીય પરિવર્તન લાવી શકી.
શી રીતે આ અશક્ય વાત શક્ય બની?
એ માટે તમારે આ જકડી રાખતી વાર્તા વાંચવી જ પડશે.
પણ આ વાત એક મહાન સંદેશ આપણા મન પર છોડતી જાય છે. અમેરિકાનું એક અત્યંત સમૃદ્ધ કુટુમ્બ ઘણા ખર્ચે, મેરી જેવી, બાળમાનસની જ્ઞાતા, અને અપ્રતિમ રીતે મેધાવી શિક્ષિકાની સહાયથી અને પોતાની માનસિક જાગૃતિથી, એક બહુ જ અસામાન્ય બાળકનું પરિવર્તન કરવા શક્તિમાન બન્યું. પણ…..
- કરોડો બાળકો એમનાં માબાપોની માન્યતાઓ, નાણાંકીય અને માનસિક મર્યાદાઓ અને સંયોગોના શિકાર બની; બહુ જ સીમિત અને વિકૃત વિકાસ પામતાં હોય એમ નથી લાગતું?
- એ સૌ પોતાના માટે, પોતાના હયાત, અને ભાવિ કુટુમ્બ , તેમજ આખા સમાજ માટે બોજા અને સમસ્યારૂપ બની જતાં નથી હોતાં?
- વિકાસની આ વિકૃત શૃંખલાઓથી માનવજાત જકડાઈ ગઈ નથી?
પુસ્તકમાંનાં બે સરસ વાક્ય –
‘ ડીબ્ઝ તદ્દન બદલાઈ ગયો હતો. હવે તેણે પોતે જેવો છે , તેવો કેવી રીતે બની રહેવું; પોતાનાં આત્મવિશ્વાસ, આંતરિક સ્વાતંત્ર્ય અને ગૌરવને કેવી રીતે જાળવી રાખવાં – તે શીખી લીધું હતું – તે હવે બાળક બની શક્યો હતો.
…
‘ આપણું જીવન અને આપણું વ્યક્તિત્વ એ આપણા વિચારો, માન્યતાઓ, ભાવનાઓ તથા આપણા સંબંધો, અનુભવો અને સંઘર્ષોનો સરવાળો જ હોય છે.’
પુસ્તકની વિગતો-
શિર્ષક
- અઘરો છે આ પ્રેમ, ને અઘરા છે આશીર્વાદ
અનુવાદક / રૂપાંતરકાર
પાનાં
કિમ્મત
પ્રકાશક
- Oasis self leadership education for community development – Vadodara
પ્રાપ્તિસ્થાન
- ઓએસિસ શોપ, હાર્મની કોમ્પ્લેક્ષ, GF-11, નૂતન ભારત સોસાયટી, અલકાપુરી, વડોદરા- ૩૯૦ ૦૦૫
Email
આધારભૂત માહિતી માટે અહીં ‘ ક્લિક’ કરો.
નોંધ
- આ સંસ્થાએ આવાં વિકાસલક્ષી અને પ્રેરણાદાયક ૫૩ પ્રકાશનો બહાર પાડ્યાં છે.
Like this:
Like Loading...
Related
આ પુસ્તક મને ભેટ આપવા માટે મારા કોલેજ જીવનના સહાધ્યાયી અને દિલદાર મિત્ર શ્રી. અતુલ ભટ્ટનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.
Searching on GOOGLE, I got following links too, about original book in English-
http://litmed.med.nyu.edu/Annotation?action=view&annid=803
and
http://en.wikipedia.org/wiki/Dibs_in_Search_of_Self
આ પુસ્તક મારા પ્રિય પુસ્તકોમાંનું એક છે. વર્ષો બાદ તેની યાદ તાજી કરાવવા માટે આભાર!
yes..i have also read this book..really nice one..
dada..how are you ?
happy to see u here again..great..
લેખક અને વ્યક્તિ બંન્ને જૂદા હોય છે. જયારે લેખક કલ્પના કે અવાસ્તવિકતા સાથે પોતાના વીચાર સાંકળે અને એક આદર્શ ફીલસુફી વાંચક સમક્ષ પ્રસ્તુત કરે … જેમાંથી વાચક કંઇક કરવા પ્રેરાય … ત્યારે .. એવા લેખકોને વાંચ્યા બાદ પ્રેરાઇને તેમને વ્યક્તિ તરીકે રૂબરૂ મળીને મને થયેલા કેટલાક અનુભવને આધારે હવે એવું લાગે છે કે, લેખકોને ફક્ત વાંચવા અને તેમને રૂબરૂ મળવાથી દૂર રહેવું. વક્તાઓને ફક્ત સાંભળવા અને તેમના લખાણો વાંચવાથી દૂર રહેવું. કારણકે, જાણીતા કે નામાંકીત કે લોકોમાં પ્રિય થઇ પડયા છે તેવા લેખકો અને વક્તાઓના જીવનની વાસ્તવીક વીચારધારા તમ્મર ખવડાવી દે ત્યારે આપણી મદદે કોઇ નથી હોતું. આપણી ભાષામાં જે વ્યવહારને ‘દંભ’ ગણવામાં આવે છે તે તેમના લખવા/બોલવાના જૂદા અને કહેવા/કરવાના જૂદા જેવા વાણીવિલાસના થડ પર ફૂલતો ફાલતો જોઇને આ માન્યતા બંધાઇ છે. જે અંતિમ નથી … આવનારા સમયમાં થનારા અનુભવે બદલાઇ પણ શકે છે. ( સંજીવભાઇ ના સા રે ગ મ પ ધ ની – સ્ટીફન કોવીની 7 એક્ષેલેન્ટ હેબીટ આધારીત વાંચ્યા બાદ.)
એમના બધા પુસ્તકો વાંચવા પડશે.
મને ખાતરી હતી જ કે, બાળકો સાથે કામ કરનાર, તમને આ જરૂર ગમશે. અનેક બેકાર , પલાયનવાદી અને પોચટ ચોપડીઓ કરતાં આવી એક જ સમાજને બહુ જ મોટું પ્રદાન કરી શકે તેમ છે.
અલબત્ત અમને જોકે હવે બાળકોને અને બાળકોની જેમ બધું જ ભૂલી જઇને બધાને પ્રેમ કરવાનું બહુ જ સહેલું લાગે છે અને આશિર્વાદ તો ડગલે ને પગલે કમાઇ જ લઇએ છીએ.
આ પુસ્તક માણેલું છે જ
પણ ગુજરાતીમા માણવાનું ગમશે.
અમારા દિકરા પરેશને અને દિકરી યામિનીને આવી વાતોના
ગુજરાતીમા ભાષાંતર કરી પ્રવચન કે નાટ્યમા રજુ કરવામા રસ પડ્યો છે
તેઓનૂ આ બાબતે ધ્યાન દોરીશ.તમને,સંજીવને અને અતુલને અસલામ્
ALYA E SURESH..TU AAM ABHAR MANYA KAEIS TO TARO GOTHIYO BHAR NICHE DABAI JASE.SURJYOT ATULJYOT BANI RAHE..
ATUL
Welcome back. I willget thisbook and read it.
http://www.pravinash.wordpress.com
આ પુસ્તક મેં વાંચ્યુ નથી પણ મેળવીને જરૂર વાંચીશ.
લતા
Pingback: સાચું સુખ તે જિવંત જીવ્યા – અતુલ ભટ્ટ « કાવ્ય સૂર
નાનપણમાં જે બાળક કચડાઈ જાય તેને પછીથી વિસ્તરવાની તક હોવાં છતાં વીકસી શક્તું નથી. માબાપ જાગૃત ન હોય અથવા હયાત ન હોય ત્યારે તેવા બાળકને સહાનૂભૂતિ કદાચ મળે પણ કાળજીથી પ્રેમપૂર્વક તેની ખામી જાણીને તેનાથી પર થવાનું શિક્ષણ આવા કોઈક વીરલા જ આપી શકે. કેટલીકવાર તો માબાપથી દબાઈ – ઢંકાઈ રહેલાં આવા બાળકની ખામીઓ તેના વિવેકી અને આજ્ઞાંકિત સ્વભાવને કારણે જલ્દીથી બહાર આવતી નથી અને આવે ત્યારે સારવાર માટે મોડું થઈ ચૂક્યુ હોય છે.
મને પણ જો આ પુસ્તક ગુજરાતીમાં મળે તો વાંચવુ ગમશે ! મને કહેશો ક્યાંથી મેળવી શકાશે ?
કિમ્મત
૧૦૫/- રૂ.
પ્રકાશક
Oasis self leadership education for community development – Vadodara
પ્રાપ્તિસ્થાન
ઓએસિસ શોપ, હાર્મની કોમ્પ્લેક્ષ, GF-11, નૂતન ભારત સોસાયટી, અલકાપુરી, વડોદરા- ૩૯૦ ૦૦૫
હું ઇલઆરબ મહેતાના દરેક સાહિતય હું વાંચીને જ રહું છું
Pingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય