ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ક્ષેમુ દીવેટીયા, Kshemu Divetia


કેવા રે મળેલા મનના મેળ,
રુદિયાના રાજા, કેવા રે મળેલા મનના મેળ

#ગોરમાને પાંછે આંગળીયે પૂજ્યા
ને નાગલાં ઓછા પડ્યા રે લોલ

#મારી આંખે કંકુના સૂરજ આથમ્યા

રચનાઓ સાંભળો    – 12 4

નામ

ક્ષેમેન્દ્ર વિરમિત્ર  દીવેટીયા

જન્મ

૧ ઓક્ટોબર ૧૯૨૪

અવસાન

૩૧ જુલાઇ ૨૦૦૯ – અમદાવાદ

કુટુંબ

પિતા – વિરમિત્ર ભીમરાવ દીવેટીયા

માતા – સરયૂદા વિરમિત્ર દીવેટીયા

પત્ની – સુધાબહેન દીવેટીયા (તેઓ પણ ગાયક છે)

પુત્ર – માલવ દીવેટીયા (સંગીતકાર)

પુત્રી – રૂપા દીવેટીયા (અભિનેત્રી)

અભ્યાસ

અમદાવાદ ખાતે

સંગીતની તાલીમ

જયસુખલાલ ભોજક,  હમિદ હુસૈન ખાન, શ્રી વી. આર. અઠાવલેના સાંનિધ્યમાં

જીવન ઝરમર

  • વ્યવસાયે ઉદ્યોગપતિ
  • આકાશવાણી અમદાવાદમાં સંગીતકાર અને ગાયક તરીકેની કામગીરી
  • ૧૯૭૯માં સંગીતકાર તરીકે પહેલી અને છેલ્લી ફિલ્મ ‘કાશીનો દિકરો’માં સંગીત આપ્યું.
  • આ અદભૂત સંગીત બદલ ગુજરાત સરકાર દ્વારા સન્માન
  • અમદાવાદ ખાતે ગીતસંગીતના ક્ષેત્ર સાથે સંકળાયેલી શ્રૃતિ અને નાદબ્રહ્મ વગેરે સંસ્થામાં ઉત્તમ કામગીરી
  • ૧૯૮૪માં ‘સંગીતસુધા’ આલ્બમ બહાર પાડ્યો જેમા ૩૫ કવિઓએ લખેલા ૩૬ ગીતો, ૧૩ ગરબા વગેરે ૨૬ જેટલા ગાયકોના સ્વરમાં મઢેલા હતાં
  • ૧૯૯૦માં ‘સંગીત સુધા’ આલ્બમના ૫ થી ૧૦ ભાગ રજૂ કર્યા
  • શ્રૃતિસંસ્થા દ્વારા રજૂ કરેલ ‘શ્રવણમધુરી’ આલ્બમમાં સંગીત આપ્યું
  • પુરુષોત્તમ ઉપાધ્યાય તેમને અવિનાશ વ્યાસ પછી ગુજરાતી સંગીતના ભિષ્મપિતામહ કહેતા.
  • ૨૦૦૯માં સમન્વય સંસ્થા દ્વારા ‘હ્રદયસ્થ અવિનાશ વ્યાસ પારિતોષિક’ આપીને સન્માન

રચનાઓ

કાશિનો દિકરો (ફિલ્મ), શ્રવણમધુરી, સંગીતસુધા (ભાગ ૧ થી ૧૦), આકાશવાણી પર અનેક કાર્યક્રમો

વધુ લેખ

સુદિપ ઓડિયો દ્વારા પરિચય

સુર સંવાદ દ્વારા ક્ષેમુ દિવેટીયાનો સાક્ષાત્કાર

સ્વરકાર ક્ષેમુ દીવેટીયાને શ્રદ્ધાંજલી લેખ

સંગીત વિશેષ – સં. વિજય રોહિત

પૂરક માહિતી

  • પ્રો. બી. સી. ઠક્કર
  • સંગીતસુધા આલ્બમની પ્રસ્તાવના

7 responses to “ક્ષેમુ દીવેટીયા, Kshemu Divetia

  1. સુરેશ જાની એપ્રિલ 7, 2011 પર 1:15 એ એમ (am)

    પરિચય બ્લોગ ટીમમાં …ભલે પધાર્યા.

    બહુ ફૂલો … ફાલો… ગુજરાતના પનોતા સંતાનોના આવા પરિચયથી નેટ જગતને આમ સમદ્ધ કરતા રહો.

  2. pragnaju એપ્રિલ 7, 2011 પર 6:32 એ એમ (am)

    તેમના આ ગીતો શ્રેષ્ઠ ગણાય રાધાનું નામ તમે, ઝીણા ઝીણા રે આંકેથી, ચાલ સખી પાંદડીમાં, આજ મેં તો, દાન કે વરદાન.તેઓને રોજ યાદ કરીએ પણ બધામા મને ,`સંગીતસુધા’ નામની ગુજરાતના 3પ કવિઓના ગીતો ર6 જુદા જુદા કલાકારોના કંઠે ગવાયેલા સુગમ સંગીતના ગીતો, ગરબા, ગઝલ અને ભજનની અનોખી દસ કેસેટ્સના સેટના પ્રસ્તુતકર્તા.તરીકે યાદ કરતા પનોતા સંતાનને કોટી કોટી વંદન સહજ થાય છે,આવો સુંદર લેખ બદલ તમને પણ એક વંદન

  3. Rajendra Trivedi, M.D. એપ્રિલ 7, 2011 પર 1:33 પી એમ(pm)

    You are bringing back to my teen years.
    Amit Diwetia is my friend And Diwetia family and our family has 55= years of friendship.
    Dear Bhai Suresh,
    Nice that you start writing again!

    Rajendra and Trivedi Parivar
    http://www.yogaeast.net

  4. Dilip Patel એપ્રિલ 7, 2011 પર 8:06 પી એમ(pm)

    ગુજરાતી સાહિત્ય, ગીત અને સંગીતના રસિયાઓ માટે ઉપયોગી માહિતી પીરસતો આ અવનવો ગુજરાતી સારસ્વત પરિચયનો બ્લોગ પુન: પ્રવૃત્તિશીલ કરવા બદલ સુરેશ અંકલ તેમજ કૃતેશભાઈનો ખૂબ આભાર. આ બ્લોગ પૂરજોશે પ્રગતિશીલ રહે એજ શુભેચ્છાઓ.

    દિલીપ ર. પટેલ

  5. Pingback: અનુક્રમણિકા – ક્ષ « ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: અનુક્રમણિકા – ખ, જ્ઞ | ગુજરાતી પ્રતિભા પરિચય

  7. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: