ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

લાવણ્યસમય, Lavanyasamay


નવમઇ વરસિ દિખવર દીધ,સમયરત્ન ગુરિ વિદ્યા દીધ

સરસતિ માત મયા તવ લહી, વરસ સોલમ વાણી હુઇ.

એક વયરી, વિષયલેડી એ બિહું, ત્રીજી વ્યાધિ

જાઉં ઉગતી છેડીઇ, તુ સિરિ હુઇ સમાધિ.

બોલઇ બોલઇ વાધઇ રાઢિ, કાંટઇ કાંટઇ વધાઇ વાડિ.

—-

નામ

મુનિ લાવણ્યસમય

કુટુંબ

પિતા – શ્રીધર

માતા – ઝમકલદેવી

મૂળનામ – લહુરાજ કે લઘુરાજ

જન્મ

ઇ.સ. ૧૪૬૫ અમદાવાદના અજદરપુરામાં

અભ્યાસ

અજદરપુરાના જીનાલયમાં

જીવનઝરમર

 • નવ વર્ષની ઉંમરે પાટણમાં મુનિ લક્ષ્મીસાગરસૂરિના હસ્તે દીક્ષા ગ્રહણ કરી.
 • જૈનમૂની સમયરત્ન તેમના ગુરુ મનાય છે.
 • રાસ, પ્રબંધ, ચોપાઇ, સંવાદ, વિવાહલો, સ્તવન, સઝાય, છંદ, હમચડી, હરિયાળી, વિનતી ઇત્યાદિ પ્રકારની કુલ ૪૨ જેટલી કાવ્યકૃતિની રચના
 • તેમની પ્રેરણાથી મેવાડના રાણા રત્નસિંહના મંત્રી કર્માશાહે શૈત્રૃંજય તીર્થનો સાતમો જીર્ણોદ્ધાર કરાવ્યો.

મુખ્ય રચનાઓ

 1. વિમલપ્રબંધ
 • ઇ.સ. ૧૫૧૨માં પ્રબંધ સ્વરૂપે રચાયેલ આ કૃતિમાં સુપ્રસિદ્ધ જૈન મંત્રી વિમળશાનું ચરિત્ર તેમાં આલેખ્યું છે.
 • મુખ્યત્ત્વે ચોપાઇ સ્વરૂપે રચાયેલ આ રચનામાં દુહ, વસ્તુ, પવાડુ, દેશીઓના ઢાળનો પણ ઉપયોગ ય્હયો છે.

2. કરસંવાદ

 • ઇ.સ. ૧૫૧૯માં રચાયેલ આ રચના ચોપાઇ અને દોહરામાં છે
 • વરસી તપના પારણા સમયે ભગવાન ઋષભદેવ શ્રેયાંસકુમારને ત્યાં પધારે છે, ત્યારે શ્રેયાંસકુમાર તેમને ઇક્ષુરસ(શેરડીનો રસ) વહોવરાવે છે. આ સમયે ભગવાનના બે માંથી કયો હાથ ભિક્ષા લેવા માટે પહેલા આગળ આવે તે વિશે બન્ને વચ્ચે થતાં વિવાદનું સુંદર કલ્પનાચિત્ર આલેખ્યું છે.

3. નેમિરંગરત્નાકરછંદ

 • અધિકાર ૧ અને અધિકાર ૨ એવા બે ખંડોમાં રચાયેલ આ રચનામાં ભગવાન નેમીનાથના જન્મથી માંડીને, લગ્ન માટે ભગવાન શ્રીકૃષ્ણના ઉદ્યમ, લગનપ્રસંગે જીવહિંસાથી થતો વૈરાગ્યભાવ, સંસારત્યાગ, ગિરનાર પર્વત પર તપસ્યા અને કેવળજ્ઞાનની પ્રાપ્તી, સંસારીઓને નેમીનાથની દેશના વગેરે પ્રસંગો વર્ણવ્યા છે.
 • રાજમતીની વિરહવેદનાનું વર્ણન કરતો ખંડ સહુથી આસ્વાદ્ય અંશ છે.
 • આ રુતિ રંગરત્નાકર પ્રબંધના નામે પણ ઓળખાય છે.

4. નેમિનાથ હમચડી

 • ઉપર્યુક્ત વિષય પર ૮૪ કડીની હમચડી સ્વરૂપની એક લખુકૃતિની ઇ.સ. ૧૫૦૮માં રચના કરી.
 • હરિગીતિકા છંદમાં રચાયેલ આ રચના સમૂહનૃત્ય સાથે ગાવા વપરાય છે.

અન્ય રચનાઓ

 • યશોભદ્રસૂરિ રાસ વગેરે ૪૨ રચનાઓ

સાભાર

ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (ગ્રંથ ૨ ખંડ ૧)

3 responses to “લાવણ્યસમય, Lavanyasamay

 1. Pingback: અનુક્રમણિકા – લ « ગુજરાતી પ્રતિભા પરિચય

 2. Pingback: અનુક્રમણિકા – લ | ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: સંત | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: