નરપતિ આણા ભંજતા, લબ્ભઇ નિગ્રહ એક,
જિન આણાં ભંજયઇ સહઇ, પરભવિ દુઃખ અનેક
—
સહ્યા પરીસહ અતિ ઘોર, સુદરશણ મહા મુનિ,
કાયા કરમ કઠોર, શીલ પાલી શિવપુર ગયા.
—
એસો શીલ વિધાન, ભવિયણ હિત કરી આદરો.
જયો જાઓ નિર્વાણ દેવલોક મૈં સાંસો નહીં,
એ ખટ દરસણમાંહિ શીલ અધિકો વખાણીયો,
તપ સંજમ ખેરુ થાય શીલ વિના એક પલકમાં.
નામ
વિનયદેવસૂરી
મૂળનામ
બ્રહ્મકુંવર સોલંકી
જન્મ
ઇ.સ. ૧૫૧૨માં માલવદેશના આજણોઠ ગામ ખાતે
અવસાન
ઇ.સ. ૧૫૯૦માં બહારનપુર ખાતે
કુટુંબ
પિતા – પદ્મરાય સોલંકી માતા – સીતાદે
અગ્રજ – ધનરાજ સોલંકી
જીવનઝરમર
- સોલંકી રાજવંશમાં તેમનો જન્મ થયો હતો.
- સાધુ પુણ્યરત્ન સૂરી પાસે દિક્ષા લઇને નામ થયું બરદરાજ ૠષિ.
- આચાર્યપદ મળ્યા બાદ વિનયદેવસૂરિના નામે ઓળખાયા અને પોતાના સુધર્મગચ્છનિ સ્થાપના કરી.
- રાસ, ચોપાઇ, ધવલ, સ્તવન વગેરે અનેક કૃતિઓ રચી છે.
- જૈનસંપ્રદાયનું શિક્ષણ આપતી અનેક કૃતિઓ રચી છે.
મુખ્ય કૃતિઓ
૧. સુસઢ ચોપાઇ
- ઇ.સ. ૧૫૩૭માં ૨૪૭ કડીમાં આ ચોપાઇની રચના કરી.
- મહાનિશીથ સૂત્રમાં આવેલી સુસઢનામના બ્રાહ્મણપુત્રની કથા આ ચોપાઇમાં છે.
- આ રચનાનો મુખ્યબોધ એ છે કે ‘રાજાની આજ્ઞાનો ઉલ્લંઘન કરતાં કોઇક એક સજા થાય છે, પણ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરતાં અનેક દુઃખ ભોગવવા પડે છે.
૨. સુદર્શન શેઠ ચોપાઇ
- ૩૮૯ કડીમાં રચાયેલ આ ચોપાઇમાં સુદર્શન શેઠ નામના શ્રાવકની જીવન કથની છે.
- તેના પર પરસ્ત્રી પર કુદ્રષ્ટી કરવાનું ખોટું આળ આવે છે, અને તેમાંથી કેવી રીતે બચે છે, તેની વાર્તા આ રચનામાં છે.
- પાછળથી સુદર્શન શેઠ દિક્ષા લઇને સુદર્શન મુનિ થાય છે.
- વિનયદેવસૂરિજિ એ આ રચનામાં માનવજીવનમાં શીલનું મહત્ત્વ સમજાવ્યું છે.
અન્ય રચનાઓ
- બુદ્ધચોપાઇ, નાગિલ-સુમતિ, ભરત-બહુબલિ રાસ, અજાતપુત્રરાસ, સુધર્મગચ્છપરીક્ષા, અઢાર પાપસ્થાન પરિહાર ભાષા, નેમિનાથ ધવલ, ઉત્તરાધ્યન ૩૬ અધ્યન ગીત, સુપાર્શ્વજિન વિવાહલો, સાધુવંદના, શાંતિનાથ વિવાહલો, વાસુપૂજ્ય સ્વામી ધવલ, જિનરાજનામ સ્તવન, અંતકાલ આરાધના ફલ, પ્રથમ આસ્ત્રવધર કુલક, જિનપ્રતિમા સ્થાપના પ્રબંધ, અષ્ટકર્મવિચાર, સૈધાન્તિક વિચાર ઇત્યાદિ સંખ્યાબંધ કૃતિઓ ગુજરાતીમાં.
- સંસ્કૃતમાં પ્રજ્ઞાપ્તિસૂત્ર પર ટીકા અને પાખીસૂત્રવૃત્તિની રચના
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સંત | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય