ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

બાપુસાહેબ ગાયકવાડ, Bapusaheb Gayakwad


શાંતિ પમાડે તેને તો સંત કહીએ

એના દાસના તે દાસ થઈને રહીએ રે

___

“નામ સાહેબનું છે સાચું—-

બીજું જે જે કરે તે કાચું રે.”

___

નામ 

બાપુસાહેબ યશવંતરાવ ગાયકવાડ

જન્મ

સંવત ૧૮૩૫ (ઇ.સ. ૧૭૭૯)

અવસાન

આસો સુદ ૧૧, સંવત ૧૮૯૯ (ઇ.સ. ૧૮૪૩)

કુટુંબ

પિતા – યશવંતરાય ગાયકવાડ

માતા – પિતાને બે પત્ની હતી. એક મરાઠી અને બીજી રજપૂતાણી. રજપૂતાણીમાતાની કુખે જન્મ થયો.

પુત્ર – દોલતરાવ, પ્રતાપરાવ, શિવરાવ

જીવનઝરમર

-વડોદરા જીલ્લાના સાવલી પાસે આવેલ ગોઠડા ગામના જાગીરદાર

– કવિ ધીરા ભગતને પોતાના ગુરૂ માન્યા

– જીવનના ઉત્તરાર્ધમાં દળિયા કણબીઓના ગુરૂ દેયાણના નીરાંત ભગતને પણ ગુરૂ તરીકે સ્વીકાર્યા

– વડોદરા શહેરમાં મહમદવાડીમાંની મોટી વહોરવાડમાં તેમનો નિવાસ હતો.

– તેઓ બ્રહ્મજ્ઞાની હતા. તેમણે શાંતરસની અનેક કવિતાઓ રચી છે.

– શુદ્ધ ગુજરાતી ભાષામાં કાવ્યસર્જન.

– તેમની રચના ‘રામરાજિયો’ આજે પણ મરણ પશ્ચાત ગવાય છે.

રચનાઓ

જ્ઞાનોપદેશ, બ્રાહ્મણશુદ્રભેદ, ધર્મવેશનાં અંગ, બ્રહ્મજ્ઞાનના પદ, જ્ઞાન ભક્તિ વગેરે વિષયો પર અનેક પદ રચ્યા. અન્ય રચનાઓમાં મહિના, પરજિયા, જ્ઞાનોપદેશની કાફી, સિદ્ધિમંડન વગેરેનો સમાવેશ થાય છે.

વધુ માહિતી માટે જુઓઃ

દિવ્યભાસ્કર ઃ હયાતીના હસ્તાક્ષર

ગુજરાત સમાચારનો લેખ

સંદર્ભ

– પ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ ઃ સં. રમણિક દેસાઇ

– પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ ૭

– સાક્ષરમાળા ઃ સં. જ. પુ. જોષીપુરા

– કવિચરિત ઃ :  સં. ડા. ઘે પંડિત

8 responses to “બાપુસાહેબ ગાયકવાડ, Bapusaheb Gayakwad

  1. Pingback: ધીરો ભગત, Dhiro Bhagat « ગુજરાતી પ્રતિભા પરિચય

  2. Pingback: અનુક્રમણિકા – બ « ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: કેવળપુરી, Kevalpuri « ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: નીરાંત (નિરાંત) ભગત, Nirant Bhagat « ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: અનુક્રમણિકા – બ | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  7. Pingback: સંત | ગુજરાતી પ્રતિભા પરિચય

  8. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: