ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ધીરો ભગત, Dhiro Bhagat


તરણાં ઓથે ડુંગર રે, ડુંગર કોઇ દેખે નહીં;
અજાજૂથ માંહે રે,
સમરથ જોણે સહી

—-

કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો માર રે,
કંઈક રાજા ને કંઈક રાજીયા હાંરે મેલી ચાલ્યા સંસાર

રચનાઓ  ઃ  ઃ ૨ ઃ ૩ ઃ ૪ ઃ ૫ ઃ  ઃ

નામ

ધીરા પ્રતાપ બારોટ

જન્મ

સંવત ૧૮૦૯-૧૦ (ઇ.સ. ૧૭૫૩)માં વડોદરા જિલ્લાના ગોઠડા ખાતે

અવસાન

સંવત ૧૮૮૧ના આસો સુદ પૂનમ (ઇ.સ. ૧૮૨૫)

કુટુંબ

પિતા – પ્રતાપ બારોટ

માતા – દેવબા બારોટ

ભાઇ – કરસનદાસ અને બાપુજી

પત્ની – જતનબા

જીવનઝરમર

– ગામ ગોઠડામાં ગરાસ અને આર્થિક રીતે સંપન્ન

– કુળધર્મ વૈષ્ણવ, પાછળથી રામાનંદી સંપ્રદાય સ્વીકાર્યો

– ગુરૂનું નામ જીભાઇ વિશ્વનાથ શાસ્ત્રી. ધીરાને સંસ્કૃત ન આવડતું. આથિ શાસ્ત્રીજી પાસે સાંભળીને પદો લખતાં.

– વેદાંત તેમનો પ્રિય વિષય. આત્મજ્ઞાનની કવિતાની બાબતમાં તે બધા કવિઓમાં શિરમોર છે.

– તેમના પદો ‘કાફી‘ નામના રાગમાં ગવાતા હોવાથી કાફી તરીકે જાણીતા છે.

– પોતાની કવિતા રચીને તુંબડા કે વાંસની નલીકામાં ભરીને નદીમાં પ્રવાહીત કરી દેતા. આથી તેમની રચનાઓ નદીકાંઠાના વિસ્તારોમાં પ્રસિદ્ધ છે.

– તેમનું શિષ્યમંડળ ઘણું મોટું હતું. પ્રમુખ શિષ્ય : બાપુસાહેબ ગાયકવાડ

– ૨૫૦૦૦થી ૩૦૦૦૦ પદના ગ્રંથ ‘રણયજ્ઞ’ ની રચના કરી.

– કેટલીક રચનાઓ હિન્દીમાં પણ કરી છે.

રચનાઓ

રણયજ્ઞ, જ્ઞાનકક્કો, મતવાદી આત્મબોધ, યોગમાર્ગ, પ્રશ્નોત્તરમાર્ગ, ગરબીઓ, ઢાળ, અશ્વમેઘ, જ્ઞાનબત્રીસી, દ્રૌપદીવસ્ત્રાહરણ, સુરતીબાઇનો વિવાહ, ગુરુપ્રશંસા, શિષ્યધર્મ, ધર્મવિચાર, માયાનો મહિમા, ઇશ્વરસ્તુતિ સ્વરૂપ, મતવાદી, ગુરૂધર્મ, શિષ્યધર્મ, કુંડળીયા, અવળવાણી.

સંદર્ભ

– પ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ ઃ સં. રમણિક દેસાઇ

– બ્રૃહદ કાવ્ય દોહન (ભાગ ૧,૨,૩)

– પ્રાચીન કાવ્ય ત્રિમાસિક અંક (અંક  ૧૦, ૧૫)

– પ્રાચીન કાવ્યમાળા (ભાગ ૨૩,૨૪,૨૫)

– ગુજરાતી કાવ્યદોહન (સં. કવિ દલપતરામ)

10 responses to “ધીરો ભગત, Dhiro Bhagat

 1. Pingback: અનુક્રમણિકા – ધ « ગુજરાતી પ્રતિભા પરિચય

 2. Pingback: કેવળપુરી, Kevalpuri « ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: બાપુસાહેબ ગાયકવાડ, Bapusaheb Gayakwad « ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: અનુક્રમણિકા – ધ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: સંત | ગુજરાતી પ્રતિભા પરિચય

 7. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. સુરેશભાઈ કે.દુધરેજિયા ઓગસ્ટ 31, 2021 પર 12:04 પી એમ(pm)

  ધન્યવાદ …સંસ્કૃતિ ઉજાગર રાખો

 9. નિલેશભાઈ સપ્ટેમ્બર 22, 2022 પર 3:14 પી એમ(pm)

  ધીરા ભગત અબોટી બ્રાહ્મણ હતા આપણી જાણકારી માટે 🙏🏻

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: