વાંકાબોલી આ તારી વરણાગી વાંસળી
લાગે છે એવી અળખામણી !
–
ઝાંઝર અલકમલકથી આવ્યું રે,
મને વ્હાલાએ પગમાં પહેરાવ્યું રે,
–
ચોર્યાંસી ભાતનો સાથિયો રે માંડ્યો
કે લાલ રંગ ખૂટ્યો સાહેલડી જી રે
–
# તેમના વિશે વેબ સાઇટ
રચનાઓ સાંભળો ઃ ૧ ઃ ૨ ઃ
_____________________________________________________________________________________________
નામ
કૌમુદી મુનશી
ઉપનામ
ગુજરાતની કોકિલા
જન્મ
ઇ.સ. ૧૯૨૯માં વારાણસી (કાશી) ખાતે
અવસાન
કુટુમ્બ
- પિતા – કુંવર નંદલાલ મુન્શી
- માતા – અનુબહેન મુન્શી
- પતિ – નીનુ મજુમદાર (પ્રખ્યાત સંગીતકાર અને ગીતકાર)
- પુત્ર – ઉદય મજુમદાર (પ્રખ્યાત ગાયક)
અભ્યાસ
- 1950 – બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાંથી હિન્દી સાહિત્ય અને સંગીત સાથે B.A.ની પદવી મેળવી
- ‘ઠુમરીના રાણી’ કહેવાતા સિદ્ધેશ્વરી દેવી પાસે ઠુમરીની તાલીમ લીધી.
- ઉસ્તાદ તાજ અહમદ ખાં પાસે ગઝલ ગાયકીની તાલીમ
- પંડિત મનોહર બર્વે પાસે પણ તાલીમ લીધી.
જીવન ઝરમર
- તેમનું મૂળ વતન વડનગર, પણ પેઢી તેમનો પરિવાર કાશીમાં સ્થાયી છે.
- તેમનો પરિવાર કાશીમાં મોટા જમીનદાર. નાનપણથી જ ઘરમાં કલા અને સાહિત્યપ્રેરક વાતાવરણ.
- હિન્દી, ઉર્દુ, વ્રજ ભાષા પર ઘણો સારો કાબુ.
- સાક્ષરવર્ય શ્રી રમણલાલ દેસાઇ તેમના મામા થાય.
- વારાણસીમાં સ્ત્રીઓના જાહેર કાર્યક્રમ પર સામાજીક પ્રતિબંધ હોવાને કારણે તેઓ ૧૯૫૧માં મુંબઇ આવ્યાં.
- અવિનાશ વ્યાસે તેમને પ્રથમ તક આપી અને ‘અલી ઓ બજાર વચ્ચે બજાણિયો’ તથા ‘નવી તે વહુના હાથમાં રૂમાલ’ ગીતો દ્વારા તેમનું સુગમ સંગીત ક્ષેત્રે પદાર્પણ થયું.
- સંગીતકાર નીનુ મજુમદાર સાથે ઇ.સ. ૧૯૫૪માં પ્રણય લગ્ન.
- શુદ્ધ શાસ્ત્રીય સંગીત, ઉપ શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત, ભોજપુરી લોકગીતો, ઠુમરી, ગઝલ, દાદ્ર, કજરી વગેરે સંગીતના વિવિધ પ્રકારોમાં તેમણે નીપુણ્તા મેળવી છે.
- સેંકડો પ્રાચીન બંદિશો તેમને કંઠસ્થ છે.
- ઇ.સ. ૨૦૧૧ તેમની કલાનું ‘હ્રદયસ્થ અવિનાશ વ્યાસ પારિતોષિક’ દ્વારા સંન્માન કરવામાં આવ્યું.
- તેઓ સંગીતને પવિત્ર માને છે. આથી જ પૈસા માટે ક્યારે પણ ગાયું નથી.
- જ્હાનવી શ્રીંમાનકર અને ઉપજ્ઞા પંડ્યા તેમની શિષ્યાઓ છે.
સંદર્ભ
Like this:
Like Loading...
Related
gujarati sugam sangeet ane kaumudi munshi zanzar alakmalakthi smrutima samjanna diva pragatyani sathe kantthastha ane hridayastha che.sangeetpremi ugalo mara mate icon hata so vry happy for this post.thanx
Pingback: અનુક્રમણિકા – ક « ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: કૌમુદી મુનશી | shraddhahospital's Blog
Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સંગીતકાર/ ગાયક | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય