# “ હરિનો મારગ છે શૂરાનો. ”
# ” જીભલડી રે ! ”
# “હરિભજન વિના”
_______________________
જન્મ
ઇ.સ. 1718 કે 1730 (વિદ્વાનો એકમત નથી)
અવસાન
ઇ.સ. 1798 કે 1800 પછી
કુટુંબ
- પિતા – પ્રતાપસિંહ (ચોથી સાહિત્ય પરિષદના અહેવાલ મુજબ) કે રઘુનાથદાસ (સાક્ષરમાળા મુજબ)
- માતા – જેકુંવરબા
- પત્ની – પ્રેમાબાઇ કે પ્રેમીબાઇ
જીવન ઝરમર
- જ્ઞાનમાર્ગી અને ભક્તકવિ
- ચરોતરમાં આવેલા સંદેસર ગામના તેઓ વતની હતાં.
- પ્રેમાબાઇ તેમની પ્રથમ પત્ની હતી. એ ક્લેશ કરનારી હતી.
- તેમના મરણ બાદ તેમણે બીજા વિવાહ કર્યા.
- વિદ્વાનોમાં તેમના ગુરૂના નામ વિશે પણ એકમત નથી. કેટલાક તેમના ગુરુ તરીકે ગોવિંદરામને ગણાવે છે, તો કેટલાક ‘હરિ’ને ગણાવે છે.
- લગભગ બોંત્તેર વર્ષે તેમનું અવસાન થયું. ઉત્તરાવસ્થાના છેલ્લા આઠથી નવ વર્ષ દરમિયાન તેઓ અંધ થઇ ગયા હતાં.
- તેમણે નિષ્કામ પ્રેમલક્ષણાભક્તિ અને જ્ઞાનનો ઉપદેશ આપતા આશરે ૧૫૦૦ પદો રચ્યા છે.
- એમની કવિતા વેદાંત અને વૈરાગ્યમાં સરસ છે.
- પાંચસો ઉપરાંત પદોમાં કૃષ્ણભક્તિ અને વૈરાગ્યબોધનું આલેખન
- ગુજરાતી – હિંદીમાં લખેલી સાતસો સાખીઓમાં જ્ઞાન- વૈરાગ્યનું નિરૂપણ
- તેમની રચનાઓનો સંગ્રહ સંદેસરના મંદિરમાં છે. (ચોથી સાહિત્ય પરિષદનો અહેવાલ મુજબ)
રચનાઓ
- જ્ઞાનગીતા, પ્રીતમગીતા
- પ્રેમપ્રકાશ સુડતાળો કાળ ( દુષ્કાળનું વર્ણન )
- સાખીઓ, ચોપાઇ, પદ પ્રાસ્તાવિક દોહરાઓ,હોરિઓ, થાળ,તિથિઓ, કક્કો, મહિના, ગરબા, વાર એ વિષય પર હિંદી- ગુજરાતી રચનાઓ
- કૃષ્ણજન્મવધાઇ, દાણની ગરબીઓ, શૃંગારસંગ્રહ, જ્ઞાન તથા ભક્તિ પ્રકાશ, ભક્તિપ્રકાશ, જ્ઞાનપ્રકાશ, અધ્યાત્મરામાયણ, ભક્તિપદસંગ્રહ, સરસગીતા, પદસમુદાય, બ્રહ્માનો ગરબો, પ્રેમપ્રકાશપદ, ગુરુમહિમા, ચેતવણી, ભક્તનામાવલિ, નામમ્હિમા, સરસગીતા, બ્રહ્મલીલા, કૃષ્ણાવતાર સંબંધી પદ, તુળસીવિવાહ ધોળ, સુડતાળા કાળનાં પદ, રવેણીના પદ, છપ્પા, ભગવદગીતા, ગીતામાહાત્મ્યના પદ, સપ્તશ્લોકી ગીતા, રવિદાસના કાગળનો પ્રત્યુત્તર, બાવાનું પદ, ભક્તિનું પદ, ભાગવત એકદશ સ્કંધ, શૃંગારસંગ્રહ, વેદાંતના દોહરા, ઉપદેશ ધોળ.
સંદર્ભ
પ્રાચીન કવિઓ અને તેમની કાવ્યકૃતિઓ : સં. રમણિક દેસાઇ
વધુ માહિતિ
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – પ « ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય