“તાત વચને નીશરા તાતે ત્યજીઆ પ્રાણ
આગલ શાં સુખ દેખવા ઊભૂ આ શરીર…”
___
“બહુ આહારી ભીમ મહાભડ; એ કિમ ક્ય્હાં સમાઇ?..
એ ઘડા જેવડૂં માનિક માનિની, કિમ રહિશિ પરહાથિ?.. ”
___
“જે કોય કવિતા કૂડી કવે, તેનું પાપ તેને શિર વસમે’
નામ
નાકર
સમય
- સોળમી શતાબદી
- કેટલાક વિદ્વાનો તેને સંવત ૧૫૩૨માં હયાત માને છે, તો કેટલાક તેને સંવત ૧૭૦૦માં હયાત માને છે.
જીવનઝરમર
- તેઓ વડોદરાના દિશાવાળ વણિક કુટુંબમાં જન્મ્યા હતા.
- તેમના પિતાનું નામ વિકાજી હતું. તેઓ વડોદરા રાજ્યના બ્રાહ્મણગામનાં વતની હતાં.
- તેઓ વડોદરામાં મદનને ઝાંપે કે ઘડીયાળી પોળમાં રહેતા હોવાનું મનાય છે.
- તેઓ સોળમા સૈકાના પ્રમુખ આખ્યાન કવિ છે. વિદ્વાનો તેમને ભાલણ અને પ્રેમાનંદ વચ્ચેની મહત્તવની કડી માને છે.
- તેમની કૃતિઓમાં મુખ્યત્વે કરુણ વીરરસનું દર્શન થાય છે. જોકે તેમની કૃતિઓમાં ભક્તિનું ઝરણું અવીરત વહેતું રહે છે.
રચનાઓ
- ચંદ્રહાસાખ્યાન, હરિશ્ચંદ્રાખ્યાન, ધ્રુવાખ્યાન, શિવવિવાહ, રામાયણ, મહાભારત (આદિપર્વ, ભીષ્મપર્વ, સૌપ્તિકપર્વ, સ્ત્રીપર્વ, વિરાટપર્વ, ગદાપર્વ, સભાપર્વ, આરણ્યપર્વ), ઓખાહરણ, વિદુરવિનતિ, લવકુશાખ્યાન, સુધન્વાખ્યાન, નાની ભક્તમાળ, મૃગલીસંવાદ અથવા શિવરાત્રીની કથા, ભાગવતદશમ, કરુણરાજાનું આખ્યાન, ભીલડીના દ્વાદશ માસ, નળાખ્યાન, કૃષ્ણવિષ્ટી, અભિમન્યુઆખ્યાન, ભ્રમરગીતા, મોટો શિવવિવાહ, મોરદ્વજાખ્યાન, સુદામાચરિત્ર, , વીરબ્રહ્માખ્યાન, કર્ણાખ્યાન, સગળશા આખ્યાન, ભવાનીનો છંદ, સોગઠાનો ગરબો
સંદર્ભ
- પ્રાચીન કવિઓ અને તેમની કાવ્યકૃતિઓ ઃ સં. રમણિક દેસાઇ
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ ગ્રંથ ૨ (ખંડ ૨) ઃ ગુજરાતી સાહિત્ય પરિષદ
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – ન « ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Gujarati book
Educational