ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ગિરિધરદાસ, Giridhardas


જન્મ

ઇ.સ. ૧૭૮૭ (સંવત ૧૮૪૩)

અવસાન 

ઇ.સ. ૧૮૫૨ (સં. ૧૯૦૮, ભાદરવા વદ ૧૧)

કુટુંબ

 • પિતા – ગરબડદાસ
 • પત્ની – સૂરજ
 • પુત્ર – લલ્લુકુમાર
જીવનઝરમર
 • તેઓ વડોદરાના દશાવાડ વણિક કુટુંબમાં જન્મ્યા હતાં.
 • તેઓ વડોદરા રાજ્યનાં માસર ગામ (તા. પાદરા)ના વતની હતા.
 • તેમના પિતા માસર ગામના તલાટી હતા.
 • તેમણે વડોદરા આવતા પહેલા વલ્લભવિજય નામના ગોર પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો.
 • તેમના ગુરુનું નામ પુરુષોત્તમજી મહારાજ હતું.
 • નાથદ્વારાનિ તીર્થયાત્રા દરમિયાન આમધરા ગામ પાસે તેમનું અવસાન થયું.
 • મધ્યકાલીન રામાયણ કાવ્ય પરંપરામાં તેમનું પ્રદાન મહત્તવનું છે.
 • તેઓ ભક્તિની એક પ્રવૃત્તિરૂપે, પરમાર્થ માટે જાતે જ કાવ્ય-ગ્રંથો રચીને બ્રાહ્મણોને આજીવિકા માટે આપી દેતા અને પ્રંસંગોપાત્ત જાતે ગાઇ સંભળાવતા.
 • તેમણે કેટલીક રચનાઓ હિન્દીમાં પણ આપી છે.
રચનાઓ
 • તુલસીવિવાહ, રાજસૂર્યયજ્ઞ, ગુકુળલીલા, રાધાવિરહના દ્વાદ્વશમાસ, રામાયણ, અશ્વમેઘ, મથુરાલીલાનું કાવ્ય, પરચુરણ પદ, હનુમાન નાટક, અગ્નિપુરાણ, પદ્મપુરાણ, પ્રહલાદાખ્યાન, દાણલીલા, શ્રીકૃષ્ણજન્મવર્ણન, રાધાકૃષ્ણનો રાસ, પ્રહલાદચરિત્ર, ગ્રીષ્મઋતુની લીલા, નૃસિંહ ચતુર્દશીની વધાઇ, જન્માષ્ટમીનો સોહલો, દશમસ્કંધ, છૂટલ પદ. કવિત દોહરા.
સંદર્ભ
 • પ્રાચીન કવિઓ અને તેમની કાવ્યકૃતિઓ ઃ સં. રમણિક દેસાઇ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ ગ્રંથ ૨ (ખંડ ૨) ઃ ગુજરાતી સાહિત્ય પરિષદ


4 responses to “ગિરિધરદાસ, Giridhardas

 1. Pingback: ગિરિધરદાસ, Giridhardas | | GujaratiLinks.comGujaratiLinks.com

 2. Pingback: અનુક્રમણિકા – ગ « ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: અનુક્રમણિકા – ગ , ઘ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: