ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મુક્તાનંદ સ્વામી, Muktanand Swami


“જય સદગુરૂ સ્વામી, પ્રભુ જય સદગુરૂ સ્વામી

સહજાનંદ દયાળું,બળવંત બહુનામી”

____

“પ્રેમવતી સુત જાયો રે અનુપમ,

બાલક અનંદ વધાઇ”

_____

રચનાઓ  : : ૨ ઃ

નામ

મુકુંદદાસ

જન્મ

સવંત ૧૮૧૪ની પોષ વદ સાતમ (અમરેલી)

અવસાન

સવંત ૧૮૮૬ના અષાઢ વદ એકાદશી (ગઢડાં)

કુટુંબ

પિતા – આનંદરામ

માતા – રાધાદેવી

અભ્યાસ

  • તેમના પિતા પાસેથી સંસ્કૃત અને સંગીતનું જ્ઞાન મેળવ્યું.
  • પ્રખ્યાત સંત કવિ મૂળદાસ પાસેથી કાવ્યશાસ્ત્રની શિક્ષા લીધી.
  • સંસ્કૃત, ગુજરાતી, વ્રજ ભાષાનો અભ્યાસ.
  • વૈદક શાસ્ત્રમાં પણ નીપુણતા મેળવી.

જીવનઝરમર

  • નાનપણથી જ સત્સંગ અને વૈરાગ્ય પ્રત્યે રૂચી.
  • તેમનો કંઠ ઘણો સારો હતો. તેઓ સહુને રામાયણ, મહાભારત આદી કથાઓનો પાઠ કરી સંભળાવતા.
  • સવંત ૧૮૪૨ની વસંતપંચમીના રોજ તેમણે રામાનંદ સ્વામી પાસે ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા લીધી અને નામ રાખ્યું મુક્તાનંદ સ્વામી.
  • તેમના જ્ઞાન, વિદ્વતા અને સમર્પણને કારણે તેમને રામાનંદ સ્વામીના પટ્ટશિષ્યનું સ્થાન મળ્યું.
  • સવંત ૧૮૫૬માં  સહજાનંદ સ્વામીનું નીલકંઠવર્ણી વેશે લોજ ગામમાં આગમન થયું, ત્યારે મુક્તાનંદ સ્વામીની વિદ્વતા અને વૈરાગ્યથી પ્રભાવિત થઇ જઇને તેમણે ગુજરાતને કાયમી મુકામ બનાવ્યો.
  • રામાનંદ સ્વામીના પટ્ટશિષ્ય હોવાને કારણે તેમના પછી ગાદીના વારસ તેઓ હતાં. પરંતુ રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને મહંતપદ સોંપ્યુ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ સહેજપણ કટુતા લાવ્યા વીના પોતાનાથી વયમાં ૨૩ વર્ષ નાના એવા સહજાનંદ સ્વામીને ગુરુપદે સ્વીકાર્યા અને આજીવન તેમને સમર્પિત રહ્યા.
  • તેમના આ મહાન ત્યાગને કારણે જ તેઓ ‘સ્વામિનારાયણ સંપ્રદાયની માતા’ તરીકે ઓળખાય છે.
  • સહજાનંદ સ્વામીના પાંચસો પરમહંસોમાં તેઓ માળાના મેર હતાં.
  • વડોદરાની ગાયકવાડ સરકાર સમક્ષ શાસ્ત્રાર્થમાં અનેક પંડિતોને હરાવી વિજય મેળવ્યો.
  • તેઓ નૃત્યમાં પણ નીપુણ હતાં. સફેદ ચાદર પર ગુલાલ નંખાવી નાચતા નાચતા પગથી જ ચાદર પર હાથી ચીતરી નાખવાની કલા તેમને સિદ્ધ હતી.
  • સહજાનંદ સ્વામીના અવસાનના એક માસ બાદ ગઢડાના ગોપીનાથજી મંદિરના પ્રાંગણમાં સમાધિ લઇને દેહત્યાગ કર્યો.
રચનાઓ
  • શ્રીકૃષ્ણના પદ, શણગારના પદ, ભક્તિના પદ, પ્રેમલીલા, ઉદ્ધવગીતા, જ્ઞાનલીલા, સતીગીતા, રુક્મિણીવિવાહ, કૃષ્ણપ્રસાદ, વિવેકચિંતામણી શિક્ષાપત્રી, ધર્મામૃત, સંતસમાગમ, શૂરવીરપણા વિશે, આશરે ૯૦૦૦ પદ, ઇશ્વરવિવાહ, ધર્મતત્ત્વસાર, ધર્માખ્યાન, સત્સંગચિંતામણિ
વધુ માહિતી

7 responses to “મુક્તાનંદ સ્વામી, Muktanand Swami

  1. Pingback: અનુક્રમણિકા – મ « ગુજરાતી પ્રતિભા પરિચય

  2. Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: સંગીતકાર/ ગાયક | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: સંત | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  7. Pingback: સત્સંગની માં : મુક્તાનંદ સ્વામી. – babulal variya

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: