ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

રણછોડજી અમરજી, Ranchodji Amarji


નામ

રણછોડજી અમરજી દીવાન

જન્મ

સંવત ૧૮૨૫ના આસો સુદ ૧૦ (ઇ.અ. ૧૭૬૯)

અવસાન

સંવત ૧૮૯૮ના ફાગણ વદ ૬ (ઇ.સ. ૧૮૪૨)

કુટુંબ

પિતા – અમરજી દીવાન (જૂનાગઢ રાજ્યના દીવાન)

માતા – ખુશાલબાઇ

મોટાભાઇ – રઘુનાથજી

પુત્ર – શંકરપ્રસાદ

જીવનઝરમર

  • તેઓ જ્ઞાતિએ વડનગરા નાગર હતાં.
  • પિતા અમરજી બાદ તેઓ જૂનાગઢ રાજ્યના દીવાન બન્યા હતાં.
  • તેઓ નાનપણથી જ વિદ્યાવિલાસી હતા.
  • તેઓ શૂરવીર પણ હતાં. કેશોદના રાયજાદા અને કચ્છના લશ્કરને તેમણે હરાવ્યું હતું.
  • તેઓ પાછળથી જૂનાગઢ છોડી જામનગરમાં સ્થાયી થયા હતાં. તેમને આટકોટ અને પડધરીના પરગણાં જીવાઇમાં મળેલા.
  • તેમને કોઇ પુત્ર ન હતો. આથી તેમણે પોતાના દોહિત્રને દત્તક લીધો હતો.
  • ફારસી, વ્રજ, ગુજરાતી એમ ત્રણ ભાષામાં તેમણે રચનાઓ કરી છે.
રચના
  • ફારસી ભાષામાં – તવારીખે સોરઠ અને રુકાતે ગુનાગુન
  • વ્રજ ભાષામાં – શિવરહસ્ય, કાલખંજ આખ્યાન, શંખચૂડ આખ્યાન, કુવલયાનંદ, દક્ષયજ્ઞભંગ, શિવરાત્રી માહાત્મ્ય, ઇશ્વરવિવાહ, જાલંધર આખ્યાન, અંધકાસુર આખ્યાન, શિવસાગરકીર્તન, ભરુમાંગદ આખ્યાન, ભક્તમાળ, બુઢેશ્વરબાવની, ત્રિપુરાસુર આખ્યાન, કામદહન આખ્યાન.
  • ગુજરાતી ભાષામાં – શિવગીતાની ટીકા, દ્રવ્યશુદ્ધિ,શ્રાદ્ધનિર્ણય, વિહારીશતસાઇ, વિશ્વનાથ ઉપરનો પત્ર, ઉત્સવમાલિકા, નાગરવિવાહ,સૂતકનિર્ણય, સોમવારમાહાત્મ્ય, બ્રાહ્મણની ચોરાસી નાત, ચંડીપાઠના ગરબા.
સંદર્ભ
  • પ્રાચીન કવિઓ અને તેમની કાવ્યક્રુતિઓ ઃ સં. રમણિક દેસાઇ

3 responses to “રણછોડજી અમરજી, Ranchodji Amarji

  1. Pingback: અનુક્રમણિકા – ર « ગુજરાતી પ્રતિભા પરિચય

  2. Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: ફોટોગ્રાફર, રમતવીર, વહીવટકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: