સત્ય નહીં તે ધર્મ જ શાનો? દયા વિના શું દામ જો ને?
મન વશ નહીં તેનું તપ શાનું? શીલ વિના શું સ્નાન જો ને?
નામ
છોટાલાલ કાળીદાસ શાસ્ત્રી (કેટલીક જગ્યાએ તેમની અવટંક ત્રિવેદી કે ત્રાવડી પણ લખી છે)
જન્મ
૨૩ માર્ચ ૧૮૧૨
અવસાન
૫ નવેમ્બર ૧૮૮૫
કુટુંબ
પિતા – કાળીદાસ શાસ્ત્રી
ભાઇ – હીરાભાઇ, શંભુપ્રસાદ અને વ્રજલાલ (વ્રજલાલજીએ પણ ગુજરાતી ભાષામાં ઘણું લખ્યું છે.)
જીવનઝરમર
- તેઓ જ્ઞાતોએ સાઠોદરા નાગર હતા.
- સોજિત્રા પાસે આવેલ મલાતજ તેમનું વતન થાય.
- સારસાવાળા કુબેરદાસજી પાસે તેઓ રહેતા હતાં.
- અમદાવાદના કાંકરિયા તળાવ પાસે ‘છોટમગુફા’ છે.
- તેમની બધી રચનાઓ તેમના શિષ્ય સ્વામી વાસુદેવાનંદતીર્થ પાસે છે.
રચનાઓ
- પ્રશ્નોત્તરમાળા, ધર્મભક્તિ આખ્યાન, આચારિયચરિત, ધર્મબ્રહ્મપ્રકાશ, બોધચિંતામણિ, સાંખ્યસાર, યોગસાર, હંસઉપનીષદસાર, ષડરૂપી પ્રશ્ન, વાદવિચાર, દેવબોધી આચારિયચરિત, આર્યધર્મંધન, ધર્મ વિશે, ઉદ્યમ વિશે, ધર્મધુંધુસારની કથા, પ્રહલાદજીની કથા, પુરુષોત્તમ યોગીનું આખ્યાન, બુદ્ધિધન આખ્યાન, ભાગ્ય ફળે છે તે વિશે વાર્તા, સત્સંગ વિશે, નરસિંહ કુંવરનું આખ્યાન, વિદ્યા-અવિદ્યા વિશે, ભોળીની વાર્તા, બુદ્દિ-લક્ષ્મીનો સંવાદ, જાનકી-વિવાહ, ગુરુમહિમા, વિવેકમંજરી, શિવવિવાહ, કક્કો, શિવસ્વરોદય, ઉદ્ધવગીતા, કપિલગીતા, અંકાવલિ, કીર્તનમાળા, ભક્તિભાસ્કર, અક્ષરમાળા, વિવેકજ્ઞાન, પ્રબોધસૂર્યોદય, ભક્તિકલ્પતરુ, તારકમહિમા, જ્ઞાનની સપ્તભૂમિકા, વેદાંતવિચાર, જડમૂનિ આખ્યાન, મદાલસા-અલર્ક આખ્યાન, ધર્મસિદ્ધિ ગ્રંથ, નારા-રેશમનું આખ્યાન, ચંદ્રચરિત આલ્હ્યાન, વંશપાળ આખ્યાન, ચિત્રભાનુનુ આખ્યાન, મનજીભાઇનું આખ્યાન.
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા -છ « ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Chotam vani nu pustak joiye che
Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય