ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

રત્નેશ્વર,Ratneshwar


નામ

રત્નેશ્વર

જન્મ

સંવત ૧૭૩૪

કુટુંબ

પિતા – મેઘજી

માતા – સૂરજ

જીવનઝરમર

 • તેઓ ડભોઇના વતની હતાં. જ્ઞાતિએ તેઓ મેવાડા કે શ્રીમાળી બ્રાહ્મણ હોવાનું મનાય છે.
 • તેમણે કાશી જઇને સંસ્કૃત, વ્યાકરણ, ન્યાય તથા સાહિત્યનો અભ્યાસ કર્યો હતો.
 • તેમણે કાશીથી પરત ફર્યા બાદ ડભોઇમાં કથા વાંચવાનું ચાલુ કર્યું. પરંતુ ડભોઇના પુરાણીઓના દ્વેષ અને હેરાનગતીથી કંટાળી તેઓ વડોદરા આવી વસ્યા.
 • તેઓ વડોદરામાં આવી કવિ પ્રેમાનંદને મળ્યાં અને તેમના શિષ્ય બન્યા. તેઓ પુરાણોના આધારે ગુજરાતીમાં કવિતા બનાવતાં.
 • પાછળથી તેઓ ઓર નદીકાંઠે વસેલા કૈણટ ગામમાં જઇ વસ્યા. અને અંતે તેઓ ડભોઇ પાછા જઇ વસ્યા.
 • ડભોઇના ભૂલાભાઇ કાભાઇ અમીને તેમને પંડ્યાશેરીમાં ઘર બનાવી આપ્યું હતું, જે ‘રત્નેશ્વરના ઓરડા’ના નામે ઓળખાય છે.
 • તેમણે ઘણા સંસ્કૃત ગ્રંથોનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે.
 • મૃત્યુ બાદ તેમના બન્ને પુત્રોએ તેમના કાવ્યસર્જનો સરખે ભાગે વહેંચી લીધા હતાં.
રચનાઓ
 • અનુવાદ – ભાગવત, મૂર્ખલક્ષણાવલી, મહીમ્નસ્તોત્ર, શિશુપાલવધ, જૈમિનીકૃત અશ્વમેઘ, ભગવદ ગીતા, ગંગાલહરી
 • અન્ય – મૂર્ખાવલિ, રાધાકૃષ્ણના બાર મહિના, સુજ્ઞાવલિ, આત્મવિચાર, ચંદ્રોદય અથવા વૈરાગ્યબોધકાવ્ય, દુઃખસુખવિભાર્વક, સ્વર્ગારોહણ, કામવિલાસ, લંકાકાંડ, ઋતુવર્ણન, બાળકાંડ
સંદર્ભ
 • પ્રાચીન કવિઓ અને તેમની કાવ્યક્રુતિઓ  ઃ સં. રમણિક દેસાઇ

4 responses to “રત્નેશ્વર,Ratneshwar

 1. Pingback: અનુક્રમણિકા – ર « ગુજરાતી પ્રતિભા પરિચય

 2. Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: