“સુમતિનાથ ગુણ શું મિલીજી, વાશે મુજ મન પ્રીતિ,
તેલબિંદુ જિમ વિસ્તરે જી, જલમાંહી ભલી રીતિ.”
____
“ઢલતા ઘીના ગાડુઆ મુંકઇ તે પાડુઆ કાગઇ,
લાડુઆ સમ નારીનઇ જોવાનો રસ જાગઇં.”
____
નામ
મુનિ યશોવિજયજી
જન્મ
ઇ.સ. ૧૬૨૩ની આસપાસ ઉત્તર ગુજરાતના કન્હોડુ ગામ ખાતે
અવસાન
ઇ.સ. ૧૬૮૭-૮૮માં ડભોઇ મુકામે
જીવનઝરમર
- તેઓ જૈનસંપ્રદાયના દિક્ષીત સાધુ હતા. તેમની રચનાઓ તેમની પ્રખર વિદ્વતા, વિચારશક્તિ અને જૈન શાસ્ત્રોનું ગહન જ્ઞાન પ્રગટ કરે છે.
- તેમને ‘બીજા હેમચંદ્રાચાર્ય’, ‘લઘુ હરિભદ્ર’ અને ‘જૈન સંપ્રદાયના શંકરાચાર્ય’ની ઉપમા આપવામાં આવે છે.
- તેમણે સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી અને હિન્દીમાં આશરે સવાસો જેટલી કૃતિઓની રચના કરી છે.
- તેમણે રાસ, લાંબા સ્તવનો, ચોવીસીઓ, સઝાયો, પદો આદી વિવિધ સ્વરૂપની કૃતિઓની રચના કરી છે.
- તેમણે રચેલી દરેક ક્રુતિઓમાં તેમણે પ્રયોજેલા રૂપકો કવિતાના ભાવને વધુ અસરકારક રીતે વ્યક્ત કરે છે.
રચનાઓ
- મુખ્ય રચનાઓમાં જંબુસ્વામીરાસ, દ્રવ્યગુણપર્યાય રાસનો સમાવેશ થાય છે.
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – ય | ગુજરાતી પ્રતિભા પરિચય