ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

સમયસુંદર, Samaysundar


“ગોહની ગોરસ સું ભરો, ફલ ફૂલ ભર્યા ઠામ;

મારિગ ભાગા ગાડલાં, છૂડ્યા પડ્યા બલદઃ”

____

“મેલી નવલી ઢાલ રસાલ, સિંધુ ભાષા સોહદી,

મેલી સમયસુંદર કહઇ સરસ, ભણુ અસાડા મોહદી”

____

નામ

સમયસુંદર

જન્મ

આશરે ઇ.સ. ૧૫૫૪માં રાજસ્થાનમાં આવેલ સાંચોર ગામમાં

અવસાન

ઇ.સ. ૧૬૪૭ (સંવત ૧૭૦૩ના ચૈત્ર સુદ ૧૩)ના રોજ અમદાવાદ ખાતે

જીવનઝરમર

 • તેમણે કાવ્ય, ન્યાય, છંદ, વ્યાકરણ અને જ્યોતિષશાસ્ત્ર વિશે નાની-મોટી અનેક કૃતિઓ રચી છે.
 • તેઓ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, મારવાડી, હિન્દી અને સિંધી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવતા હતાં.
 • પોતાના ૯૩ વર્ષના આયુષ્યકાળ દરમિયાન તેમણે ૨૧ જેટલા રાસ, સંખ્યાબંધ સ્તવન, સજૂઝાય, ચોવીસી, છત્રીસી, હરિયાળી, સંવાદ, બારમાસી વગેરે કાવ્યકૃતિઓ રચી છે.
 • તેમની મહત્ત્વની કૃતિઓ ‘સાદૂળ રાજસ્થાની રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ’ અને ‘અભય જૈન ગ્રંથમાળ’ તરફથી પ્રસિદ્ધ થઇ છે.
 • મુઘલ બાદશાહ અકબરના દરબારમાં તેમણે ‘રાજાનો દદતે સૌખ્યમ’ આ આઠ અક્ષરોના આઠ લાખ અર્થ કરી બતાવ્યા હતાં અને ‘અષ્ટલક્ષી’ નામના ગ્રંથની રચના કરી હતી. તેમની વિદ્વતાથી અકબર ખુબ જ પ્રભાવિત થયો હતો.
 • તેઓ સિદ્ધહસ્ત ગીતપદ કવિ હતાં. તેમની કૃતિઓ ભૂપાલ, કેદારો, ગૌડી, આશાવરી, ધન્યાસી, મલ્હાર, રામગ્રી જેવા અનેક શાસ્ત્રીયસંગીતના રાગો પર આધારીત છે. આથી તેમની કૃતિઓ ગાનપ્રસ્તુતિ વેળાએ વધારે આસ્વાદ્ય બની જાય છે.
 • તેમની માતૃભાષા રાજસ્થાની છે. પણ તેમણે જૈનસાધુ તરીકે ગુજરાત અને રાજસ્થાનમાં ઘણા પ્રદેશોમાં વિહાર કર્યો છે. આથી બન્ને ભાષાના લક્ષણો તેમની કૃતિઓમાં  જોવા મળે છે.
 • તેમણે જૈનસંપ્રદાયની માન્યતા અનુસારના રામાયણ ;સીતારામ ચોપાઇ’ની રચના કરી છે. જોકે આ રામાયણની ઘણી ઘટનાઓ વાલ્મિકીકૃત રામાયણ કરતાં અલગ પડે છે.
રચનાઓ
 • વસ્તુપાલ-તેજપાલ રાસ, પૂંજા ઋષિનો રાસ, નવદવદંતી રાસ, ચંપક શેઠની ચોપાઇ, સીતારામ ચોપાઇ, સાંબપ્રદ્યુમ્ન ચોપાઇ, રયાર પ્રત્યેક બુદ્ધ ચોપાઇ અને અનેક પદ, સ્તવનો
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્ંથ ૨ ખંડ ૨

2 responses to “સમયસુંદર, Samaysundar

 1. Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય

 2. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: