ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ઋષભદાસ, Rushabhdas


“ઊંઘ ન માગે શૈયા સાર, અરથી ન ગણે દોઢ-વિચાર,

ભૂખ્યો નવિ માગે સાલણું, કામી પૂછે ન કુલ સ્ત્રી તણું.”

___

“કર્ણ ન શોભે કુંડલે, શોભે સુણતાં જ્ઞાન;

કર નવિ શોભે કંકણે, શોભે દેતાં દાન;

કાયા ન શોભે ચંદને, શોભે કરુણા સાર’

તાસ શરીરે લેખે સહી, કરતાં પર-ઉપકાર.”

___

“પર કાજે પરુઅર ફલે, પર કાજે જલધાર,

પર કાજે સુપુરુષ નરા કરતા પર-ઉપકાર.”

___

નામ

ઋષભદાસ

જન્મ

ઇ.સ. ૧૫૯૫માં ખંભાત (સ્તંભતિર્થ) ખાતે

અવસાન

ઇ.સ. ૧૬૫૫માં ખંભાત (સ્તંભતિર્થ) ખાતે

જીવનઝરમર

  • તેઓ ખંભાતના વતની હતા અને જીવનનો મોટો ભાગ ત્યાં જ વિતાવ્યો હતો.
  • તેમણે આશરે ૩૦ જેટલી રાસાકૃતિઓની રચના કરી છે.
  • ઇ.સ. ૧૬૧૪માં રચેલા ‘કુમારપાલ રાસ’માં તેમણે ખંભાતનું ઉત્સાહપુર્વક વિસ્તારથી, પણ કવિસુલભ અતિશયોક્તિ વિનાનું વર્ણન કર્યું  છે. આ વર્ણન ૧૭મી સદીના યુરોપીયન મુલાકાતીઓ મેન્ડેલસ્લો અને બેલ્ડિયસના વર્ણનથી મળતું આવે છે.
  • તેમના રાસાઓમાં તત્કાલીન સમાજના સમૃદ્ધ ચિત્રો જોવા મળે છે. તત્કાલીન વિવિધ જ્ઞાતિઓ, તેમના ધંધાઓ, વ્યક્તિનામો, સિક્કાઓ, વર્ણકો, સામુદ્રિક લક્ષણો વગેરેનું વર્ણન તેમની કૃતિઓમાં જોવા મળે છે.
  • તેમણે પોતાના રાસાઓમાં સામાન્ય દ્રષ્ટાંત અને સામાન્ય વિધાન તરીકે યોજેલાં સુભાષિતોની સંખ્યા ઘણી મોટી છે.
  • બ.ક ઠાકોર તેમના વિશે લખે છે  કે, ‘  ઋષભદાસના ઘણા દોહા અને ચોપાઇ અને ખાસ કરીને કવિત્ત શામળની લઢણ અને શબ્દરચનાને એટલાં તો મળતાં આવે છે કે.. શામળને ઋષભસવાઇ કહેવાનું મન થાય. માત્ર ઋષભની કૃતિઓમાં જે લોકપ્રિય ઢાળોનાં મીઠાં અસરકારક પદો જોવા મળે છે એની કવિત્વપદ્ધતિનો અંશ શામળમાં નથી.’
રચનાઓ
  • શ્રેણિક રાસ (૭ ખંડ અને ૧૮૩૯ કડીઓ), હિતશિક્ષા રાસ (૨૦૦૦ કડીઓ), ભરતબહુબલિ રાસ (૮૪ ઢાળનો દુહાવેલીબદ્ધ), હીરવિજયસૂરિ રાસ (૩૫૦૦ કડીઓ), મલ્લિનાથ રાસ (૨૯૫ કડીઓ), કુમારપાલ રાસ ( ૨ ખંડ અને ૪૫૦૦ કડીઓ)
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ ગ્રંથ ૨ ખંડ ૨

One response to “ઋષભદાસ, Rushabhdas

  1. Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: