“કોહો મારા તાતજી ભલે આવીયા, અમને મોસાલું શું લાવીઆ,
અમ્યો લાવ્યા છું બાઇ ચંગ ને તાલ, મોસાલું કરશે સ્રી ગોપાલ.”
___
“દીપક તેલ વિના ઝાંખા તેજ, માતા વિના તેમ બાપનાં હેજ,
ધૃત વિના જેમ લુખાં અન્ન, માત વિના તેમ બાપનાં મન.”
___
“પણ્ય રાજધર્મ ને વેદમારગે છે કહ્યું તાંહાં જેહ,
જે મલ્યા મધ્યે ભેદ આણે, છેદ થાએ તેહનો દેહ.”
___
નામ
વિષ્ણુદાસ
જન્મ
આશરે સંવત ૧૬૧૩
અવસાન
આશરે સંવત ૧૬૭૮
કુટુંબ
જીવનઝરમર
- તેઓ ખંભાત પાસે આવેલા ખાનપુરના વતની હતાં.
- જ્ઞાતિએ તેઓ નાગર અથવા માછી હોવાનું મનાય છે.
- તેમના ગુરૂ તરીકે ભૂધર વ્યાસ તથા બાળકૃષ્ણ ભટ્ટ મનાય છે.
- પોતાના સૈકામાં થયેલા બધા કવિઓમાં તેઓ સહુથી આગળપડતાં છે.
- તેમણે પૌરાણિક સાહિત્યનો ગુજરાતીમાં અનુવાદ કરીને ગુજરાતની પ્રજાને તેનું પાન કરાવ્યું છે.
- તેમણે સહુપ્રથમ ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતાના જીવન વિશે ‘કુંવરબાઇનું મોસાળું’ કૃતિની રચના કરી.
- તેમણે વિપુલ લેખન દ્વારા તત્કાલીન ગુજરાતની સંસ્કારસેવા કરીને પ્રજાના હ્રદયને લીલું રાખ્યું.
રચનાઓ
- રામાયણ (બાલકાંડ, અયોધ્યાકાંડ, આરણ્યકાંડ, ક્રિષ્કંધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ, ઉત્તરકાંડ), મહાભારત (ભીષ્મપર્વ, શલ્યપર્વ, આરણિકપર્વ, કર્ણપર્વ, વિરાટપર્વ, સભાપર્વ, ઉદ્યોગપર્વ, દ્રોણપર્વ, સ્વર્ગારોહણપર્વ, આદિપર્વ), હરિશ્ચંદ્રપુરી, લવકુશાખ્યાન, ચંદ્રહાસાખ્યાન, ધ્રુવાખ્યાન, જાલંધરાખ્યાન, બબ્રુવાહનાખ્યાન, અનુશાલવાખ્યાન, ચંડીઆખ્યાન, યુવનાશ્વાખ્યાન, નળાખ્યાન, નચિકેતાખ્યાન, લૂણનાથાખ્યાન, શૂકદેવાખ્યાન, રુકમાંગદનું આખ્યાન, છૂટક પદ, લક્ષ્મણાહરણ, અશ્વમેઘ, અંગદવિષ્ટિ, શિવરાત્રીની કથા, મોસાળું, હુંડી, સુદામાચરિત્ર, ગજેન્દ્રમોક્ષ, કુંવરબાઇનું મોસાળું, રુક્મિણીહરણ.
સંદર્ભ
- ‘પ્રાચીન કવિઓ અને તેમની કાવ્યક્રુતિઓ’ સં. રમણિક દેસાઇ
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ ગ્રંથ ૨ ખંડ ૨
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય
1)આ વિષ્ણુદાસ એ જ પ્રીતમ?
2)ગુજરાતી ભાષાનાંં કયા સાહિત્યકાર પૂર્વ કે પૂર્વોત્તર રાજ્યમાંથી આવ્યા હતાં?