ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

એર્વદ રુસ્તમ, Ervad Rustam


“કોઇ બેગાંનાં કૂટંમશે કરતાં કૂલખાંપણ લાગે-લાજ!

જેમ   કબૂતર   બર   કબૂતર   ને   બાઝ બર   બાઝ”

___

“શોલે     શણગારમાંહાં    શોહીએ    જેમ    સીસ   જ     ટીકી!

તે તેખતરવાં આગલ કૂમેદ શોહીએ જેમ નેનમાં કાજલ કીકી”

___

નામ

એર્વદ રુસ્તમ પેશુનત ખોરશેદ અસ્પંદીઆર હોરમજદીઆર

જન્મ

આશરે ઇ.સ.૧૬૩૫

અવસાન

આશરે ઇ.સ. ૧૬૯૦

જીવનઝરમર

 • તેઓ પારસી હતાં. મધ્યકાલિન ગુજરાતી સાહિત્યના સુવર્ણયુગમાં તેમણે આખ્યાનના પ્રકારને વિકસાવીને ‘ક્લાસિક’ કહી શકાય તેવા કાવ્યો રચ્યા છે.
 • તેઓ ‘પારસી ગુજરાતી સાહિત્ય’ના આદ્યકવિ ગણાય છે. તેઓ મહાકવિ પ્રેમાનંદના સમકાલિન હતાં.
 • ઇરાનના અતિ પ્રાચીન ધર્મ અને સંસ્કૃતિના મર્મને ગુજરાતની પ્રજા સમક્ષ રજૂ કરવાનું શ્રેય તેમને જાય છે. તેમણે બે ભિન્ન સંસ્કાર અને ભાષાવાળી પ્રજાને એક જ ભાષા દ્વારા એકાકાર કરી હતી.
 • તેઓ સુરતના વતની હતાં. તેમના ગુરૂ નવસારીના વતનિ દસ્તૂર બરજોર કામદીન કેકોબાસ સંજાણા હતાં.  આ ખ્યાતનામ દસ્તૂરજી પાસે રહિને તેમણે નવસારીમાં પારસી ધર્મગ્રંથો અને રેવાયતોનો અભ્યાસ કર્યો હતો.
 • તેમની રચનાઓ પર અવસ્તા, પહેલવી, પાજંદ, ફારસી, સંસ્ક્રુત, ગુજરાતી અને વ્રજ ભાષાની અસરો છે.
 • તેમણે ધર્મગુરૂઓના વિરોધને વહોરીને પારસીધર્મના સિદ્ધાંતો પારસી અને ઇતર પ્રજામાં પ્રસારવાના હેતુથી આખ્યાનો રચ્યા.
 • પારસી સાહિત્યમાં ઊર્મિગીતોના પણ તેઓ પ્રથમ રચયિતા હતા. પારસીઓએ ગુજરાતી ભાષામાં જે સાહિત્ય રચ્યું તેમાં તેમનો ફાળો અનન્ય છે.
રચનાઓ
 • સ્યાવશનામું, અર્દાવિરાફનામું, સાત અમશાસ્પંદનું કાવ્ય, સંજાણા-ભગરીઆના આંતરકલહનું કાવ્ય.
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ ગ્રંથ ૨ ખંડ ૨

3 responses to “એર્વદ રુસ્તમ, Ervad Rustam

 1. Pingback: નોશેરવાંન જમશેદ, Noshervan Jamshed « ગુજરાતી પ્રતિભા પરિચય

 2. Pingback: નોશેરવાંન જમશેદ, Noshervan Jamshed | | GujaratiLinks.comGujaratiLinks.com

 3. Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: