ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

નશરવાનજી ‘દુરબીન’, Nasharvanji ‘Durbin’


“તે   ચાહે  તો કંગાલને આપે રાજ – લીએ શહેનશાહોને માથેથી તાજ…

જેની પર તે શાહેબની થાએ મહેર મીઠાઇ જેવું લાગે તે ખાએ જો; જેહર”

___

“પરથવીના કાબેલો તેના ચેલ એ એક દરીઆ ને તે શઉ રેલા.”

___

“નબલાઓનો ભુખે થાઓ હેવો હાલ, લાગી નીકલવા દીવ પરથી ખાલ”

___

 નામ

કવિ નશરવાનજી ટેહમુલજી આશાવઇદ

ઉપનામ

દુરબીન

જન્મ

આશરે ઇ.સ. ૧૮૧૨માં મુબઇ ખાતે

અવસાન

આશરે ઇ.સ. ૧૮૪૭

જીવનઝરમર

  • મધ્યકાલિન પારસી સાહિત્યના અંતિમ કવિ એવા આ કવિ માત્ર ૩૫ વર્ષે અવસાન પામ્યા હતાં.
  • તેઓ ગુજરાતી, ફારસી અને અરબી ભાષાના અભ્યાસી હતાં.
  • તેમણે ‘અરેબિયન નાઇટ્સ’નો ફારસી અને ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો છે.
  • પોતાની ૨૪ વર્ષની વયે ‘ગુલજાતે નશીહત ઇઆને નશીહતનો બાગ’ નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો હતો.
  • ઇ.સ. ૧૮૫૧-૫૩ના ‘જગતપરેમી’ નામના માસિકના અંકોમાં ;દુરબીન’ પ્રેસમાં છપાયેલા ચિત્રો જોવા મળે છે. આથી આ કવિ પોતાનું છાપખાનું ચલાવતા હોવાનો પણ સંભવ છે.
  • અમર કવિ અમીર ખુસરોના ફારસી કાવ્ય ‘ખઇઆલાતે ખુસરવી’નો અનુવાદ પણ તેમણે કર્યો છે.
  • કવિએ મુંબઇનિ નામાંકિત પારસી વ્યક્તિઓના જીવનમાં બનેલા મહત્ત્વના પ્રસંગોને આધારે મૌલિક કાવ્યકૃતિઓની રચના પણ કરી છે.
  • તેમનિ રચનામાં પારસી બોલી અને ગુજરાતી ભાષાનો અદભૂત સમન્વય જોવા મળે છે.
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ ગ્રંથ ૨, ખંડ ૨

 

One response to “નશરવાનજી ‘દુરબીન’, Nasharvanji ‘Durbin’

  1. Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: