ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

વસ્તા વિશ્વંભર, Vasta Vishvambhar


“મત મારો રે મત મારો, અબિલ ગુલાલ મોહે મત મારો;

પરનારીનો પાલવ પકડ્યો, હું રાખું છું તોલ તારો ……”

___

“અલબેલો આવ્યા છે અંગે, દેહદમન હવે શાના કરીએ?

રંગ રમીએ રસિયાને રંગે.”

____

“તારી મોરલીએ રે તારી મોરલીએ રે,

મીઠડા !   મન   હરીયાં   મહારાજ…”

___

નામ

વસ્તા વિશ્વંભર

જન્મ

વિક્રમ સંવત ૧૮૦૦ની આસપાસ

જીવનઝરમર

  • તેઓ ખંભાત પાસે આવેલા શકરપુર ગામના વતની હતાં.
  • અખાની શિષ્ય પરંપરામાં થઇ ગયેલ લુણાવાડાના જીવણદાસ તેમના ગુરૂ હોવાનું મનાય છે.
  • તેઓ જ્ઞાની કવિ અખાની શિષ્યપરંપરામાં થઇ ગયા હતાં.
  • તેમણે જ્ઞાનમાર્ગની અનેક કૃતિઓ રચી છે.
  • તેમણે તિથિઓ, કક્કા, કડવાબદ્ધ કૃતિઓ, ગરબા, પદો, મહિના વગેરેનિ રચના કરી છે.
રચનાઓ
  • વસ્તુગીતા  – વેદાંતના મુખ્ય મુખ્ય સિદ્ધાંત નિરૂપતી આઠ અધ્યાયની જ્ઞાનમાર્ગીકૃતિ
  • વસ્તુવિલાસ – દશ કડવાની અદ્વૈતમાર્ગી કૃતિ. આખી કૃતિ ગુરુ-શિષ્યસંવાદ સ્વરૂપે છે.
  • અમરપુરી ગીતા – કેવલાદ્વૈતના સિદ્ધાંત નિરૂપતિ આ કૃતિમાં ૭૧૫ સાખીઓ સાત ગોલાંટમાં છે.
  • આ ઉપરાંત સાખીઓ, ગરબી, પદો, તિથિઓ, મહિના, દાણલીલા, ચેતામણી, કક્કા વગેરે સ્વરૂપનિ કાવ્યકૃતિએ તેમણે રચી છે.
સંદર્ભ
  • ‘અખો અને મધ્યકાલીન સંતપરંપરા’ – લે. ડૉ. યોગીન્દ્ર જ. ત્રિપાઠી

3 responses to “વસ્તા વિશ્વંભર, Vasta Vishvambhar

  1. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

  2. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: