ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

કેવળપુરી, Kevalpuri


“મન વડે મોક્ષ રહ્યો તે માની, જોયે મન વડે બંધન જાણી;

નિરખ  મને  ઠેરાવે   નામ,   કરે   મન  વડે   સબ હિ કામ.”

___

“પ્રતિબિંબ જ્યમ દર્પણમાં પેખો, દિલ ભીતર એમ આત્મા દેખો,

ચૈતન્ય બ્રહ્મ જ્યમ પાણી પર ચંદા, બોલનહારો જો આપ બંદા”

___

“સંતજનનો કરતાં સંગ, અજ્ઞાનપણું  નવ  ઉપજે  અંગ,

સાધુપુરુષની સંગત સાર, તેણે મનવૃત્તિ હોયે એક તાર.”

___

નામ

કેવળપુરી બાવો

જન્મ

સંવત ૧૮૧૫

અવસાન

સંવત ૧૯૦૫

જીવનઝરમર

  • તેમનો જન્મ એક રાજવંશી ભાયાતને ત્યાં થયો હતો. તેઓ મૂળ ઉદયપુરના વતની હતાં.
  • તેમણે ઉમરેઠને પોતાની કર્મભૂમી બનાવી હતી. તેમણે સહુપ્રથમ અહીં આશ્રમની સ્થાપના કરી હતી.
  • સંવત ૧૮૪૦માં ઇડરના ખોખાનાથના અખાડામાં શ્રી સેજાપુરીને ગુરૂ કર્યા અને પોતે ગોંસાઇ થયાં.
  • ગુજરાતના વેદાંતી કવિઓમાં અનેક સમર્થ કવિઓની હરોળમાં આ કવિ સ્થાન ધરાવે છે.
  • કેવળપુરીને સેજાપુરી ઉપરાંત સદાનંદ, વિદ્યાનંદ, પૂર્ણાનંદ નામના દંડિ સંન્યાસીઓનો સત્સંગ હોવાથી અદ્વૈત તત્ત્વજ્ઞાન અને યોગમાર્ગનું જ્ઞાન પણ પ્રાપ્ત થયું.
  •  અખાની કક્ષાનું વેદાંત જ્ઞાન, ધીરાના જેવા યોગમાર્ગના પદ, ભોજાના જેવા સંસારી જીવોને મારેલા ચાબખા તેમ જ આત્માનુભવના ઉલ્લાસનો સ્પષ્ટ રણકાર તેમનિ વાણીમાં તાદ્દશ થાય છે.
  • બાલ્યાવસ્થામાં ભાટચારણોના પરિચયને કારણે તેમની ભાષા ચારણીને વધુ મળતી આવે છે.
  • તેમની કવિતામાં ચારણી, મારવાડી તેમજ હિન્દી શબ્દો ઠેર ઠેર જોવા મળે છે.
  • તેઓ ગરાસીઆવાડમાં રહેતા, પણ તેમનો ઘણો સમય મલાવ તલાવ (ઉમરેઠ) ઉપરના પૂર્ણેશ્વર મહાદેવમાં તંબૂરા પર ભજન કરવામાં જતો. તેઓ સુંદર કંઠે સરસ ભજનો ગાઇ શકતાં.
  • અમદાવાદના ખાડીયા ખાતે, અંબાજી પાસે ચોટણ પાસે વગેરે અનેક જગ્યાએ તેમની ગાદી છે.
  • બાપુસાહેબ ગાયકવાડે પણ તેમને ગુરૂ માનતાં. બાપુસાહેબનો રાજરોગ (ક્ષયરોગ) આ મહારાજે માત્ર ભભુતી આપીને મટાડ્યો હોવાની વાયકા છે.
  • કવિ કાલીદાસની જેમ તેમને પણ કાલિકા માતા પ્રસન્ન હતાં.
  • નેવું વર્ષની ઉંમરે ઉમરેઠના મૂળેશ્વર મહાદેવની જગ્યામાં તેમણે સમાધિ લીધેલ છે.
રચનાઓ
  • બ્રહ્મવિચાર, બ્રહ્મધાતુ, ગુરુમહિમા, બત્રીસ અક્ષરનું અંગ, કક્કા, બત્રીસીની બારખડી, ચિંતામણી ૧-૨, તત્વસાર ખંડ ૧-૪, ચાર શરીરની રવેણી, આત્મબોધના પદો વગેરે
  • તેમની નાની મોટી ૪૫ કૃતિઓ ‘કેવળપુરીકૃત કવિતા’ નામના ગ્રંથમાં પ્રસિદ્ધ થઇ છે.
સંદર્ભ
  • ‘પ્રાચીન કવિઓ અને તેમની કાવ્યકૃતિઓ’ – સં. રમણિક દેસાઇ
  • ‘અખો અને મધ્યકાલીન સંતપરંપરા’ – લે. ડૉ. યોગીન્દ્ર ત્રિપાઠી

2 responses to “કેવળપુરી, Kevalpuri

  1. Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય

  2. Pingback: સંત | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: