ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

સંતરામ મહારાજ,Santram Maharaj


“પુણ્યપાપ બે બળદીઆ ને  ઘર  ધંધાની  ઘાણી  રે

કરમ ધરમના પાટા બાંધ્યા મુઓ તરીલાં તાણી રે.”

___

“મન કરમ વચને સાચો રહી, પછી ધરજે તું ધ્યાન,

સર્વે   ઉરમાં   સમાવજે,   મૂકી   મનનું   રે     માન.”

____

“સદગુરુને શબ્દે  રહેશે તે   પદ   પામે   સાર  રે,

શૂન્યનો છેડો આવશે રે ત્યારે ઉતરશો ભવ પાર.”

____

નામ

સંતરામ મહારાજ

ઉપનામ

સુખસાગર

અવસાન

સંવત ૧૮૮૭ની મહા સુદ પુર્ણિમા

જીવનઝરમર

  • તેમના પૂર્વાશ્રમ વિશે વિશિષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. તેઓ સંવત ૧૮૭૨માં નડીયાદ આવ્યા હોવાનું મનાય છે.
  • તેમના ગુરુનું નામ કલ્યાણદાસજી હતું.
  • સંતરામ મહારાજે નડિયાદ ખાતે પોતાની ગાદીની સ્થાપના કરી છે.
  • તેમના જીવન વિશે અનેક ચમત્કારો પ્રસિદ્ધ છે. જોકે એ સમયમાં થઇ ગયેલા મોટા ભાગના સંતોની જેમ સંતરામ મહારાજના જીવન વિશે પણ ચમત્કારોની વાત પ્રસિદ્ધ છે. પણ તેને કોઇ ઐતિહાસિક સમર્થન નથી.
  • તેમણે અનેક પદો રચ્યા છે. આ પદોમાં અદ્વૈત દર્શનનિ ભાવના રજૂ કરે છે.
  • તેમના પદો દ્વારા તેઓ સદગુરુ દ્વારા જ્ઞાનપ્રાપ્તિ પર ભાર મુકે છે, ભક્તિ દ્વારા ચિત્તશુદ્ધિ દ્વારા જ અદ્વૈતજ્ઞાનનો અનુભવ થાય તેમ સમજાવે ઃએ.
  • તેઓ પોતાના ભજનોમાં અંતે પોતાને ‘સુખસાગર’ તરીકે ઓળખાવે છે.
  • તેમની આધ્યાત્મકભૂમિકા જ્ઞાનમાર્ગની છે. આથિ તે મનોનાશ પર ભાર મૂકે છે. મનોનાશ માટેના સાધનોમાં તેઓ સદગુરુ શરણાગતિ, ભક્તિ, સુરતનુરત યોગ અને રાજયોગને મુખ્ય ગણાવે છે.
  • સંવત ૧૮૮૦નિ આસપાસ તેમની મુલાકાત સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામી સાથે થયેલ એવી માન્યતા છે.
  • સંતરામ મહારાજે કવિતાઓ ઉપરાંત ચરોતર પ્રદેશમાં પછાતવર્ગની સુધારણા અને ઉન્નતી માટે પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે.
  • તેમણે જીવતા સમાધિ લીધેલ છે. સમાધિ સમયે તેમના શરીરમાંથી દિવ્યજ્યોત પ્રગટેલ અને દીવામાં સમાઇ ગઇ હોવાની માન્યતા છે. આ ઉપરાંત જનતા પર સાકરની વર્ષા થઇ હોવાનું પણ મનાય છે.
  • તેમનિ સ્મૃતિમાં નડિયાદ ખાતે સંતરામ મંદિરની સ્થાપના કરવામાં આવેલ છે.
  • તેમના પટ્ટશિષ્યનું નામ લક્ષ્મણદાસ હતું.
રચનાઓ
  • સંતરામ મહારાજનો પદસંગ્રહ એમની વાણીનું એકમાત્ર પ્રસિદ્ધ સંકલન છે. આ પદસંગ્રહમાં તેમની ભિન્ન ભિન્ન કૃતિઓ સંકલીત થઇ છે, જે આ મુજબ છે. – ગુરુબાવની, રામરક્ષા, પ્રભાત, માસ, વાર, તિથિઓ અને વિવિધ વિષયો પરના છૂટક પદો
સંદર્ભ
  • ‘અખો અને મધ્યકાલિન સંતપરંપરા’ – લે. યોગીન્દ્ર ત્રિપાઠી
  • ફોટો – દાંડિયાત્રા
વધુ માહિતી
  • સ્વર્ગારોહણ પરનો લેખ
  • વાચકોને વિનંતી કે સંતરામ મંદિર. નડિયાદ દ્વારા પ્રસિદ્ધ  સંતરામ મહારાજનો ફોટો તથા તેમના જીવન વિશે કોઇ પુસ્તિકા હોય તો સંચાલકોનો સંપર્ક કરવા વિનંતી. લેખને વધુ સમ્રુદ્ધ કરવા આપની મદદની હંમેશા જરૂર રહેશે.

5 responses to “સંતરામ મહારાજ,Santram Maharaj

  1. Chamunda Mataji જૂન 25, 2011 પર 1:20 એ એમ (am)

    Santram Maharaj is a reaaly pious god in the world. He is a really & he is doing a good social work in all over world. That is 1st examle is Nadiad temple.

  2. Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: સંત | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: