ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ગૌરીબાઇ, Gauribai


“પીળાં પિતાંબર પહેર્યા પુરુષોત્તમ, પીળી પુષ્પની માળ,

પીળી   પીતપટ,   કછની કાછી, અશરણ શરણ ગોવાલ,

પીળાં    કેસરનાં    તિલક     સુંદર,     શોભે પ્રભુને ભાલ,

પીળાં કનકનાં કુંડળ લલિત જે ઝલમલે પ્રભુ કે  અપાર.”

___

“વેદપુરાણ પઢે  પઢે ષટ  શાસ્ત્ર  વેદને  જોય,

હિરદા શુદ્ધ કીયા વિના હરિ  મિલે  નહીં  કોય.

લોટત મુંડિત બહુ દેખીયે સંન્યાસી ધરે જોગ,

હિરદા   શુદ્ધ   કીયા   વિના  સબહિ જાનો ફોક

અડસઠ   તીરથમેં   ફિરે,   કોઇ   વધારે બાલ,

હિરદા શુદ્ધ કીયા વિના મિલે ન શ્રી ગોપાલ.”

___

નામ

માતાજી ગૌરીબાઇ

જન્મ

આશરે ઇ.સ. ૧૭૫૯ (સંવત ૧૮૧૫માં રાજસ્થાનના ડુંગરપુર ખાતે)

અવસાન

ઇ.સ. ૧૮૦૯ (સંવત ૧૮૬૫ના ચૈત્ર સુદ ૯ – રામનવમી)

જીવનઝરમર

  • ગુજરાતી વેદાંતી સ્ત્રી કવિઓમાં ગૌરીબાઇનું સ્થાન મોખરે છે.
  • તેમના ગુરુ તરીકે જિતા મુની નારાયણ મનાય છે.
  • તેમનો જન્મ વડનગરા નાગર જ્ઞાતિમાં થયો હતો.
  • બાળપણમાં માત્ર છ-સાત વર્ષની વયે તેમના લગ્ન થયા અને લગ્નના થોડાક જ સમયમાં તેઓ વિધવા થયા.
  • ત્યારથી જ તેમને ભક્તિનો રંગ લાગ્યો અને સમગ્ર રાજસ્થાનમાં એક પ્રથમ કોટિના ભક્ત તરીકે એમની કીર્તિ સુવાસ પ્રસરી.
  • ગૌરીબાઇ દેખાવે અતિ સૌંદર્યવાન હતાં. શ્વેત વસ્ત્રો, કંઠમાં તુલસીની માળા અને લલાટે ગોપીચંદનનું તીલક એ તેમનો નીત્ય પહેરવેશ હતો.
  • સંવત ૧૮૩૬માં ડુંગરપુરના તત્કાલીક શાસક શિવસિંહે ગૌરીબાઇની ભક્તિથી પ્રસન્ન થઇને એમને માટે શ્રીકૃષ્ણ ભગવાનનું મંદિર બંધાવી આપ્યું. તે તેમનું કાયમી નિવાસ બન્યું.
  • ઇ.સ. ૧૮૬૦માં ગોકુળ-વૃંદાવન જવા તેમણે ડુંગરપુર છોડ્યું.
  • ગોકુળ-વૃદાંવનથી તેઓ કાશી આવ્યા અને ત્યાના રાજા સુંદરસિંહને યોગમાર્ગ શીખવ્યો.
  • મીંરાબાઇની જેમ ગૌરીબાઇએ કૃષ્ણભક્તિના અનેક ભાવાવાહી પદો આપ્યા છે. પાછળથી તેઓ જ્ઞાનમાર્ગ તરફ વળી જતાં તેમના ઘણાં પદો જ્ઞાનમાર્ગના અને અદ્વૈતનાં છે.
  • સભર પ્રેમોર્મિ, ઉચ્ચ કવિત્વ, કર્ણમંજુલ ભાષા પરનું પ્રભુત્વ અને અદ્વૈતનિષ્ઠાનું દર્શન એમનાં પદોમાં પંક્તિએ પંક્તિએ થાય છે.
  • શ્રીકૃષ્ણભક્તિના પદોમાં વસંત અને હીંડોળાના પદો, બાળલીલા તેમ જ તે પછીના જીવનના અનેક પ્રસંગોની એક વિશાળ રંગભરી અને અલૌકીક સૃષ્ટી ગૌરીબાઇએ પોતાના પદોમાં ઊભી કરી છે.
  • તેમના પદોની ભાષા મુખ્યત્ત્વે હિન્દી છે, પણ શુદ્ધ ગુજરાતીમાં પણ તેમણે પદો આપ્યા છે.
  • તેમણે યમુના તટે સમાધી લીધી હતી.
રચનાઓ
  • આશરે ૬૦૩ પદો રચ્યા છે. આપદોમાં વૈરાગ્ય, નીતિ, બ્રહ્મજ્ઞાન અને ઉપદેશના પદોનો પણ સમાવેશ થાય છે.
સંદર્ભ
  • ‘અખો અને મધ્યકાલીન સંતપરંપરા’ – લે.યોગીન્દ્ર ત્રિપાઠી
  • ‘પ્રાચીન કવિઓ અને તેમની કાવ્યકૃતિઓ’ – સં. રમણિક દેસાઇ

3 responses to “ગૌરીબાઇ, Gauribai

  1. Pingback: અનુક્રમણિકા – ગ , ઘ | ગુજરાતી પ્રતિભા પરિચય

  2. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: