હે સખી મુને વ્હાલો રે સુંદર શામળો રે
કે શી કરું વ્હાલપણાંની વાત
વિવેકરૂપી વિસરતો નથી કે
ઘડી ઘડી પલ પલ દિન ને રાત.
___
રચના ઃ ૧ ઃ
નામ
નીરાંત કે નિરાંત ભગત
જન્મ
આશરે સંવત ૧૭૭૦/૭૧ (એક મત મુજબ સંવત ૧૮૦૭)
અવસાન
સને ૧૮૪૬ પછી. તેમની મરણતિથિ ભાદરવા સુદ ૮ છે.
કુટુંબ
પિતા – ઉમેદસિંહ
માતા – મહૈતાબા
પત્ની – (૧) કુંવરબાઇ (૨) સીતાબા
સંતાનો – પત્ની કુંવરબાઇથી પાંચ સંતાન અને પત્ની સીતાબાથી સાત સંતાન. એક પુત્રનું નામ નરેરદાસ (નરહરદાસ?)
જીવનઝરમર
- તેઓ કાનમ પ્રદેશમાં આવેલા દેથાણ ગામના વતની હતાં.
- જ્ઞાતિઓ તેઓ તળપદ પાટીદાર અથવા ગોહિલ રાજપૂત હોવાનું મનાય છે.
- તેઓ વડોદરા રાજ્યના વાઘોડિયા ખાતે રહેતા હતાં.
- તેઓ મંછારામને પોતાના ગુરુ તરીકે માનતા.
- દર પૂનમે હાથમાં તુલસી લઇને ડાકોર જવાનો તેમનો નિયમ હતો.
- એક વખતે રસ્તામાં એક મુસ્લમાને તેમને એકેશ્વરવાદનો ઉપદેશ આપ્યો, ત્યારથી તેઓ એને ગુરૂ માનવા લાગ્યા,
- તેમનું શિષ્ય વર્તુળ વિશાળ હતું. તેમના પ્રમુખ શિષ્ય એટલે બાપુ સાહેબ ગાયકવાડ.
- નીરાંત સ્વભાવે સ્વતંત્ર, શાંત, વિવેકી અને ઉદાર હતાં.
- વડોદરામાં તેઓ પ્રેમજી ભગતને ત્યાં ઘણું રહેતા. વાડીમાં વનમાળી કહાનજીના ચોકમાં તેમની બેઠક હતી.
- વડોદરાના સોઇ તળાવ પાસે તેમના શિષ્ય પુરુષોત્તમદાસનો પંથ ચાલે છે.
- તેમના શિષ્યવર્તુળમાં વાણારસીબાઇ નામની બાળવિધવાનો પણ સમાવેશ થાય છે. તેમણે પણ હિન્દી અને ગુજરાતીમાં કવિતાઓ કરી છે.
- વારાણસીબાઇએ બનાવેલ મંદિર વાડીની છેલ્લી પોળમાં છે.
- વડોદરાના નીરાંત મંદિર દ્વારા તેમની રચનાઓ ‘શ્રી નીરાંતકાવ્ય’ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવી છે.
રચનાઓ
- જ્ઞાનોપદેશના પદ, સાત વાર, બાસ માસ, તિથિઓ, ગુરૂ સંબંધી સાખિઓ, સાંખ્ય અને યોગના ઐક્યના શ્લોકો, દશાવતારખંડન, જ્ઞાનભક્તિના પદ, આત્મબોધ, કાગળ, કુંડળિયા, સવૈયા, ચેતવણી, માયારૂપકથન, પુરૂષપ્રકૃતિ, પ્રકૃતિનો પરિવાર, ઉપદેશભક્તિના પદ તથા છૂટક પદ.
સંદર્ભ
- ‘પ્રાચીન કવિઓ અને તેમની કાવ્યકૃતિઓ’ – સં. રમણિક દેસાઇ
Like this:
Like Loading...
Related
Pingback: બાપુસાહેબ ગાયકવાડ, Bapusaheb Gayakwad « ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય