“આજ મને આનંદ, વાધ્યો અતિ ઘણો મા,
ગાવા ગરબા છંદ, બહુચર માત તણો મા. “
___
“રંગતાળી, રંગતાળી, રંગતાળી રે, રંગમાં રંગતાળી.
હે…. મા ગબ્બરના ગોખવાળી રે, રંગમાં રંગતાળી.”
___
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે,
માએ વસાવ્યું ચાંપાનેર, પાવાગઢવાળી રે.
___
રચના ઃ ૧ ઃ
નામ
વલ્લભ ભટ્ટ મેવાડો
જન્મ
આશરે સંવત ૧૭૫૬
કુટુંબ
- તેમના માતાપિતા વિશે કોઇ માહિતી નથી.
- તેઓ ચાર ભાઇઓ હતાં. હરિ ભટ્ટ અને ધોળા ભટ્ટ. ત્રીજાભાઇનું નામ ઉપલબ્ધ નથી.ધોળાભટ્ટ પણ કવિ હતાં.
જીવનઝરમર
- અમદાવાદના વતની એવા વલ્લભ ભટ્ટ જ્ઞાતિએ મેવાડા બ્રાહ્મણ અને વૈષ્ણવધર્મી હતા. જોકે પાછળથી તેઓ દેવીભક્ત બન્યા હતાં.
- આ વિશે નર્મગદ્યમાં એક દંતકથા આપેલ છે. વલ્લભ ભટ્ટ શ્રીનાથજીની જાત્રાએ ગયા હતા, ત્યારે ભૂલથી તેમનાથી મંદિરના પરિસરમાં થૂંકાઇ ગયું.આથી લોકોએ ફિટકાર કર્યો. એ વખતે એ બોલ્યા કે, ‘ હું કાંઇ જાણીજોઇને થૂંક્યો નથી, ને તેમ હોય તો પણ માબાપના ખોળામાં છોકરા થૂંકે તેથી માતાપિતા ગુસ્સે ભરાતાં નથી.’ ત્યારે મંદિરવાળા બોલ્યાં કે, ‘મા સહન કરે, પણ બાપ સહન ન કરે; ને આ તો બાપનું ધામ છે.’ ત્યારે વલ્લભ ભટ્ટે વિચાર્યુ કે ‘બાપ કરતાં માનું વ્હાલ વધુ છે, આથી હું માને જ ભજીશ.’ આમ તેઓ દેવીભક્ત બન્યાં.
- જો કે નર્મગદ્ય લખે છે કે બીજી માન્યતા પણ પ્રસિદ્ધ છે કે, તેઓ નઠારા છંદમાં પડેલ અને મદ્યપાન પણ કરતાં. આથી પોતાને દેવીભક્ત કહેવડાતાં.
- તેમણે સહુપ્રથમ માતાજીની લાવણી લખેલ.
- તેમના માતાજીના ગરબા અત્યંત પ્રસિદ્ધ છે. માતાજીની સ્તુતિમાં તેમણે રચેલ કેટલાય ગરબાઓ આજે લોકગીતોનું સ્થાન ભોગવે છે. નવરાત્રી આદિ ઉત્સવો વખતે આ ગરબાઓ પ્રજા હોંશભેર ગાય છે.
- તેઓ ઘણુંખરું બહુચરાજીમાં રહેતાં. બહુચરાજીનો મહિમા વધારવામાં વલ્લભ ભટ્ટના ગરબાનો મોટો ફાળો છે.
- આથી જ માતાજીના મંદિરમાં માતાજીની સાથે ભક્ત વલ્લભધોળાની પણ જય બોલાય છે.
- તેમના બહુચરાજીનો આનંદનો ગરબો, મહાકાળીનો ગરબો અને અંબાજીના શણગારનો ગરબો તેમની શ્રેષ્ઠ રચનાઓ છે.
- એમના સમયની ગુજરાતની જે સ્થિતિ હતી, એ સ્થિતિનું તેમણે ‘કળીકાળના ગરબા;માં કર્યું છે.
- શક્તિ ઉપર ભક્તિ અને દેશની દાઝ એ બન્ને વિષયનો પડધો સર્વ પ્રથમ વલ્લભ ભટ્ટની રચનામાં સંભળાય છે.
- તેમના જીવન વિશે વધુ માહિતી જોષીપુરાકૃત ‘સાક્ષરમાળા’, નર્મદકૃત નર્મગદ્ય અને સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાષિત ‘ચોથી સાહિત્ય પરિષદનો અહેવાલ’માંથી મળી શકશે.
- તેમની રચનાઓ ‘બૃહદ કાવ્યદોહન ભાગ ૨-૪-૫-૮’માં પ્રસિદ્ધ છે.
- તેમની કેટલીક રચનાઓની હસ્તપ્રત ‘ગુજરાતી પ્રેસ’ ખાતે સંગ્રહીત છે.
રચનાઓ
- કૃષ્ણવિરહના પદ, ચોસઠ જોગણીઓનો ગરબો, બહુચરાજીનાં પદ, રામચંદ્રજીનાં પદ, આનંદનો ગરબો, આરાસુરનો ગરબો, શણગારનો ગરબો, મહાકાળીનો ગરબો, કળીકાળનો ગરબો, સત્યભામાનો ગરબો, આંખમિંચામણીનો ગરબો, કમળાકંથના બાર મહિના, વ્રજવિયોગ, કજોડાનો ગરબો, ધનુષધારીનું વર્ણન, અંબાજીના મહિના, બહુચરાજીની આરતી, બહુચરાજીની ગાગર, બહુચરનો રંગ પદસંગ્રહ, છૂટક પદ, રંગ આરતી, અંબાજીનો ગરબો, રામવિવાહ, અભિમન્યુનો ચકરાવો, બહુચરાજીનો ગરબો, છૂટક ગરબાઓ
સંદર્ભ
- ‘પ્રાચીન કવિઓ અને તેમની કાવ્યકૃતિઓ’ – સં. રમણિક દેસાઇ
- ફોટોગ્રાફ – શ્રી બહુચર માતા મંદિર ટ્રસ્ટ
વધુ માહિતી
Like this:
Like Loading...
Related
જયા માતાજી વલ્લભ ભટ્ટએ સુંદર ગરબા રચી માતાજી ભક્તિની જ્યોત જળહળતી કરી એજ રીતે આપની આ સાઇટ પર સાહિત્યની આન્ન્ય જ્યોત જળહળી રહી છે. આશા છે આપ વલ્લભ ભટ્ટ ની આન્ય ગરબાઓ પણ રજુ કરી અમોને આભારી કરશો.
Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય