“હાં રે ભૂલ્યાં આભૂષણ અંગનાં !
અમને ઉપન્યો પ્રેમ અપાર!”
___
“ત્યાં તો અખંડ સૂરજ ઊગી રહ્યા, અખંડ છે ચંદા,
અખંડ અમરાપુર ગામ છે, ત્યાં તો સદા યે આનંદા”
___
નામ
લાલદાસ
જન્મસમયકાળ
આશરે સંવત ૧૭૦૦ની આસપાસ
જીવનઝરમર
- તેઓ વેદાંતી કવિ અખાના શિષ્ય હતાં.
- તેઓ વાડાસિનોર પાસે આવેલા વીરપુર ગામના હતાં.
- જ્ઞાતિએ તેઓ છીપા ભાવસાર હતાં.
- તેઓ જ્ઞાનમાર્ગી કવિ હતા. એમના ભજનોમાં ગુરુભક્તિ, ગુરુગોવિંદ ઐક્ય, આત્મા-પરમાત્મા ઐક્ય, જગત-પરબ્રહ્મ ઐક્ય અને જીવના બંધનનું કારણ અજ્ઞાન હોઇ, જ્ઞાન એ જ મોક્ષ એ સ્પષ્ટ રીતે તરી આવે છે.
- તેમણે ગોપીભાવે પ્રેમલક્ષ્ણા ભક્તિના પણ પદ રચ્યા છે.
- તેમણે હિન્દી અને ગુજરાતી ભાષામાં સર્જન કર્યું છે.
- તેમના પદોનિ હસ્તપ્રત ‘ભારતીય વિદ્યાભવન’ મુંબઇ ખાતે સંગ્રહીત છે.
રચનાઓ
- વિવિધ વિષયો પર પદ રચ્યા છે.
સંદર્ભ
- ‘અખો અને મધ્યકાલીન સંતપરંપરા” – લે. યોગીન્દ્ર ત્રિપાઠી

Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – લ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય