“સાહ્યબો મારો ગુલાબનો છોડ,વેલી હું તો લવંગની,
ઊડશું જીવનમાં જોડાજોડ,પાંખો જેવી પતંગની.”
___
“ઓ પંખીડાં જાજે, પારેવડાં જાજે,
જાજે મારાં પ્રીતમજીને દેશ, દે’જે આટલો સંદેશ,
બાઇ મુને પિયરિયે ગમતું નથી, ગમતું નથી.”
____
“મોહે પનઘટ પર નંદલાલ છેડ ગયો રે”
રચનાઓ ઃ ૧ ઃ
“એક રઘુનાથ આવ્યા ને એમણે ગાયું : ‘નાગરવેલીઓ રોપાવ તારા રાજ મહેલોમાં’ ને હજારો ગુર્જર નારીઓએ એને ઝીલી લીધું.” – મહાકવિ નાનાલાલ
“રસકવિ રઘુનાથભાઇનો સ્નેહ મારી જેમ ઘણા માણસો પામ્યા હશે. એમની આંખમાં અમી ઊભરાતું હોય. ગુજરાતી ભાવગીતોને સમૃધ્ધ આપણી એ કલાકારે.” – ઉમાશંકર જોષી
વધુ વાંચો ….
નામ
રઘુનાથ બ્રહ્મભટ્ટ
ઉપનામ
‘રસકવિ’
જન્મ
૧૩ ડિસેમ્બર ૧૮૯૨ (નડીયાદ)
અવસાન
૧૧ જુલાઇ ૧૯૮૩
જીવનઝરમર
- શૃંગારરસના કાવ્યો કવિ ન્હાનાલાલનાં ગીતોની છાયાવાળા શૃંગારરસના તત્વે સભર રચાયાં.
- કેટલાક ગીતો તો જાણે લોકગીતો હોય તેવી રીતે પ્રસિદ્ધિ પામ્યા.
- કવિ સિદ્ધહસ્ત નાટ્યકાર પણ હતાં. પૌરાણિક વિષયવસ્તુવાળા અનેક સફળ નાટકો રચ્યાં.
- તેમના નાટકો તેમના ગીતો માટે અત્યંત પ્રસિદ્ધ હતાં. કેટલાક નાટકો તેમના ગીતોને કારણે વધુ સારી મહોરી ઉઠ્યાં.
- શૃંગારરસની અનેક રચનાઓ કવિએ સાદિ પણ છીછરી ન બનતી ગુજરાતી ભાષામાં આપ્યા છે, એ તેમની નોંધપાત્ર સિદ્ધિ છે.
- કવિ ન્હાનાલાલની અનેક રચનાઓ અને ગોવર્ધન ત્રિપાઠીની અમર રચના ‘સરસ્વતીચંદ્ર’ને તેમણે રંગભૂમી પર રજૂ કરી.
- તેમણે પોતાની આત્મકથા ‘સ્મરણમંજરી’ લખી છે. તેમાં ગુજરાતી રંગભૂમીના ઇ.સ. ૧૯૧૦ થી ૧૯૪૦ સુધીના અમૂલ્ય સ્મરણોનો સમાવેશ થાય છે.
- સાહિત્યકાર તરીકે સામાયીક ‘અખંડાનંદ’માં અનેક રચનાઓ લખી છે.
- સીમાચિહ્નરૂપ ચિત્રપટ મુઘલ-એ-આઝમમાં તેમની અમર રચના ‘મોહે પનઘટ પર નંદલાલ છેડ ગયો રે’ રજૂ થઇ હતી. પણ તે માટે તેમને યોગ્ય શ્રેય આપવામાં આવ્યું ન હતું.
- ગુજરાતી રંગભૂમી તેમને ‘વન્સમોર’ની શૃંખલા રચનાર ગીતકાર તરીકે હંમેશા યાદ રાખશે.
રચનાઓ
- નાટકો – બુદ્ધદેવ, શૃંગીૠષિ, અજાતશત્રુ, ભાવિપ્રાબલ્ય, અશોક, સરસ્વતીચંદ્ર, નવીન યુગ, સૂર્યકુમારી, ઉષાકુમારી, અનારકલી, ક્ષત્રવિજય, લક્ષ્મીનારાયણ, સ્નેહમુદ્રા, પ્રેમવિજય, કલ્યાણરાજ
- આત્મકથા – સ્મરણમંજરી
- નવલકથા – યશોધર્મા
સંદર્ભ
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ ગ્રંથ ૪
Like this:
Like Loading...
Related
રસકવિ રઘુનાથ ભાઈ વિષે બહુજ સરસ માહિતી
I am looking for Raghunath’s articles published in Akhand Anand. Does any one have entire compilation?
Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય