ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

રઘુનાથ બ્રહ્મભટ્ટ, Raghunath Brahmabhatt


“સાહ્યબો મારો ગુલાબનો છોડ,વેલી હું તો લવંગની,
ઊડશું જીવનમાં જોડાજોડ,પાંખો જેવી પતંગની.”

___

“ઓ પંખીડાં જાજે, પારેવડાં જાજે,
જાજે મારાં પ્રીતમજીને દેશ, દે’જે આટલો સંદેશ,
બાઇ મુને પિયરિયે ગમતું નથી, ગમતું નથી.”

____

“મોહે પનઘટ પર નંદલાલ છેડ ગયો રે”

રચનાઓ  ઃ    ઃ

“એક રઘુનાથ આવ્યા ને એમણે ગાયું : ‘નાગરવેલીઓ રોપાવ તારા રાજ મહેલોમાં’ ને હજારો ગુર્જર નારીઓએ એને ઝીલી લીધું.” – મહાકવિ નાનાલાલ

“રસકવિ રઘુનાથભાઇનો સ્નેહ મારી જેમ ઘણા માણસો પામ્યા હશે. એમની આંખમાં અમી ઊભરાતું હોય. ગુજરાતી ભાવગીતોને સમૃધ્ધ આપણી એ કલાકારે.” – ઉમાશંકર જોષી

વધુ વાંચો ….


નામ

રઘુનાથ બ્રહ્મભટ્ટ

ઉપનામ

‘રસકવિ’

જન્મ

૧૩ ડિસેમ્બર ૧૮૯૨ (નડીયાદ)

અવસાન

૧૧ જુલાઇ ૧૯૮૩

જીવનઝરમર

  • શૃંગારરસના કાવ્યો કવિ ન્હાનાલાલનાં ગીતોની છાયાવાળા શૃંગારરસના તત્વે સભર રચાયાં.
  • કેટલાક ગીતો તો જાણે લોકગીતો હોય તેવી રીતે પ્રસિદ્ધિ પામ્યા.
  • કવિ સિદ્ધહસ્ત નાટ્યકાર પણ હતાં. પૌરાણિક વિષયવસ્તુવાળા અનેક સફળ નાટકો રચ્યાં.
  • તેમના નાટકો તેમના ગીતો માટે અત્યંત પ્રસિદ્ધ હતાં. કેટલાક નાટકો તેમના ગીતોને કારણે વધુ સારી મહોરી ઉઠ્યાં.
  • શૃંગારરસની અનેક રચનાઓ કવિએ સાદિ પણ છીછરી ન બનતી ગુજરાતી ભાષામાં આપ્યા છે, એ તેમની નોંધપાત્ર સિદ્ધિ છે.
  • કવિ ન્હાનાલાલની અનેક રચનાઓ અને ગોવર્ધન ત્રિપાઠીની અમર રચના ‘સરસ્વતીચંદ્ર’ને તેમણે રંગભૂમી પર રજૂ કરી.
  • તેમણે પોતાની આત્મકથા ‘સ્મરણમંજરી’ લખી છે. તેમાં ગુજરાતી રંગભૂમીના ઇ.સ. ૧૯૧૦ થી ૧૯૪૦ સુધીના અમૂલ્ય સ્મરણોનો સમાવેશ થાય છે.
  • સાહિત્યકાર તરીકે સામાયીક ‘અખંડાનંદ’માં અનેક રચનાઓ લખી છે.
  • સીમાચિહ્નરૂપ ચિત્રપટ મુઘલ-એ-આઝમમાં તેમની અમર રચના ‘મોહે પનઘટ પર નંદલાલ છેડ ગયો રે’ રજૂ થઇ હતી. પણ તે માટે તેમને યોગ્ય શ્રેય આપવામાં આવ્યું ન હતું.
  • ગુજરાતી રંગભૂમી તેમને ‘વન્સમોર’ની શૃંખલા રચનાર ગીતકાર તરીકે હંમેશા યાદ રાખશે.
રચનાઓ
  • નાટકો – બુદ્ધદેવ, શૃંગીૠષિ, અજાતશત્રુ, ભાવિપ્રાબલ્ય, અશોક, સરસ્વતીચંદ્ર, નવીન યુગ, સૂર્યકુમારી, ઉષાકુમારી, અનારકલી, ક્ષત્રવિજય, લક્ષ્મીનારાયણ, સ્નેહમુદ્રા, પ્રેમવિજય, કલ્યાણરાજ
  • આત્મકથા – સ્મરણમંજરી
  • નવલકથા – યશોધર્મા
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૪

5 responses to “રઘુનાથ બ્રહ્મભટ્ટ, Raghunath Brahmabhatt

  1. Batuk Sata June 20, 2011 at 12:07 pm

    રસકવિ રઘુનાથ ભાઈ વિષે બહુજ સરસ માહિતી

  2. Pyarali Lalani July 25, 2011 at 11:23 pm

    I am looking for Raghunath’s articles published in Akhand Anand. Does any one have entire compilation?

  3. Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: